900 સુનાવણી બાદ યોગ્ય પુરાવો રજૂ કરવામાં ન આવતા આરોપીઓને નિર્દોષ જાહેર કરાયા
36 વર્ષ પૂર્વે મેરઠની નજીક આવેલા મલિયાનામાં 72 મુસલમાનોને મોતને ઘાટ ઉતારનાર 39 આરોપીઓને કોર્ટે નિર્દોષ જાહેર કર્યા છે. એડિશનલ ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલ જણાવ્યું હતું કે કોર્ટે 39 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે કારણ કે તેમના વિરુદ્ધ પૂરતા પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા ન હતા અને આ કેસ માટે 900 ચુનવણીઓ હાથ ધરાઈ હતી. આ કેસમાં 93 આરોપીઓ હતા જેમાંથી 23 આરોપીઓ ના મૃત્યુ થઈ ચૂક્યા છે અને 31 જેટલા આરોપીઓ અને હજુ સુધી પકડી પાડવામાં આવ્યા નથી.
વર્ષ 1987ની 23 મેના રોજ આ દર્દનાક ઘટના ઘટી હતી. દરેક બાજુથી લોકોના મૃત્યુ થતા જોવા મળ્યા હતા. ઘટનામાં બચેલા મોહમ્મદ યાકુબે આ કેસ અંતર્ગત એફઆઇઆર ડચ કરાવી હતી અને જણાવ્યું હતું કે આજે ઘટના ઘટી તે બાદ સંપૂર્ણ રાત તેવો સુઈ શક્યા ન હતા અને એ દર્દનાથ દ્રશ્યો આંખ સમક્ષ જ જોવા મળ્યા હતા. ત્યારે એફઆઇઆર દરજ કરનાર વ્યક્તિએ જણાવ્યું હતું કે જે એફ આઈ આર દર્જ કરાવવામાં આવી હતી તેમાં 93 હિન્દુ લોકોના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો પરંતુ છેલ્લે 39 આરોપીઓને કોર્ટ દ્વારા નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે કારણકે તેમના વિરુદ્ધ કોઈ પુરાવાઓ સમક્ષ રજૂ કરવામાં આવ્યા નથી.
એફઆઇઆર ડચ કરાવનાર અસીલના વકીલ અલાઉદ્દીન સીદીકીય જણાવ્યું હતું કે હાલ જે કોર્ટનો નિર્ણય આવ્યો છે તેને પડકારી હાઇકોર્ટમાં આ કેસ કરવામાં આવશે. નહીં પોલીસ ઉપર પણ આક્ષેપો કરવામાં આવ્યા હતા કે જે ગુનેગારો છે તેમની ઓળખ પણ કરવામાં આવી નથી અને જે 93 નામોની યાદી જાહેર કરવામાં આવી છે તે એવા લોકો ના નામ ઉમેરાયા છે કે ઘટના પૂર્વે જ તેમનું મૃત્યુ નીપજ્યું હોય અને ઘટના સ્થળેથી એક પણ પ્રકારના હથિયારો પણ જપ્ત કરવામાં આવ્યા નથી.