ધ્યપ્રદેશના દંપતિ સુરત દીક્ષા લેવા પહોંચ્યા હતા. તેમાંથી સુમિત રાઠોડની દીક્ષા વિધિ રામજીલાલ મહારાજ દ્વારા સંમતિપત્ર વાંચીને પૂર્ણ થઈ છે. પરંતુ ત્રણ વર્ષની દીકરી હોવાથી તેના ભરણપાષણના કાયદાકીય પડકારને કારણે તેમની પત્ની અનામિકા રાઠોડની દીક્ષા મોકૂફ રાખવામાં આવી છે.
સુરતમાં સુમિતની દીક્ષા વિધી સંપન્ન થઇ છે. ચાતુર્માસ દરમિયાન તે આધ્યાત્મિક જિવનની શરૂઆત કરશે. સુરતમાં રહેને જ આધ્યાત્મિક જીવનની શરૂઆત કરશે. ઉલ્લેખનિય છે કે મધ્યપ્રદેશના નીમચના એક દંપતીએ 100 કરોડની સંપત્તિ અને પોતાની 3 વર્ષની બાળકીને મૂકીને દીક્ષા લેવાના હતા. જો કે આ મામલામાં દીકરીની ગાર્ડીયન શીપને લઇને ઉઠેલા વિવાદને કારણે માત્ર સુમિત રાઠોરે જ દીક્ષા લીધી છે.
જયારે દીકરીની માતા અનામિકા રાઠોડે અને 3 વર્ષની દીકરીને કારણે દીક્ષા નથી લીધી. અમદાવાદના એક રહીશે આ મામલે કલેકટરને તથા સીપીને અરજી કરીને માસૂમ બાળકીના બંધારણીય અધિકાર, ભવિષ્યને લગતી કાનૂની કાર્યવાહી આ દંપતીએ પૂર્ણ કરી છે કે કેમ તેની તપાસ કરાવવા માંગ કરી હતી.
આ મામલે પોલીસ કમિશ્નર સતિષ શર્માની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. જેમાં પરિવારના સભ્યો તેમજ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત હતા. જે બેઠકમાં આ નિર્ણય લેવાયો છે. ઉલ્લેખનિય છે કે આ દીક્ષાનો મધ્યપ્રદેશના નીમચમાં પણ વિરોધ ચાલી રહ્યો છે.