સુરતના યુવકે પોલીસ ફરિયાદ નોંધાવતા સમગ્ર ભાંડો ફૂટ્યો, ચારની ધરપકડ : બેની શોધખોળ
આઇપીએસની બોગસ સહીથી નિમણૂંક પત્ર બનાવ્યા : 40 જેટલા બેરોજગાર બન્યા ભોગ
પોલીસ ભરતીના નામે રાજ્યવ્યાપી કૌભાંડ ઝડપી પડ્યું છે જેમાં રાજકોટના સિદ્ધાર્થ પાઠકે પોતાની પત્ની સહિત 6 આરોપીઓ સાથે મળી 40 જેટલા યુવકો પાસેથી 1 કરોડ ખંખેરી લીધાનું ખુલ્યું છે. સુરતના યુવકે ગાંધીનગરમાં ફરિયાદ નોંધાવતા સમગ્ર કૌભાંડ બહાર આવ્યું હતું. સિદ્ધાર્થ અને તેની પત્ની પૂજા સહિત 4 આરોપીઓને ગાંધીનગર પોલીસે ઝડપી લીધા છે જ્યારે 2 આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.
સુરતના કામરેજમાં રહેતા પ્રતાપ કૈલાસભાઈ જાટ (ઉ.વ.20)એ ફરિયાદમાં જણાવ્યું હતું કે, હું સાપ્તાહિક સમાચાર પત્રમાં નોકરી કરું છું. આશરે બે વર્ષ પહેલાં મારા પિતાને તેમના મિત્ર રામસિંગ ચૌહાણે જણાવ્યું હતું કે, તમારા દીકરા પ્રતાપને પોલીસમાં નોકરીએ ચડાવવો હોય તો મારી પાસે એક ઓળખીતા છે એ ને તે પોલીસમાં ભરતી કરાવવાનું કામ કરે છે. ભરતી માટે પૈસા આપવા પડશે તેવું કહેતા મારા પિતા સહમત થયા હતા.
બાદમાં મેં મારા ડોકયુમેન્ટની ઝેરોક્ષ નકલો જે નોટરાઇઝ કરાવેલ તે આવુું ભરતીનું કામ કરતા સિધ્ધાર્થભાઈ હીતેન્દ્રભાઇ પાઠક (રહે.રાજકોટ) ને મોકલી આપેલ તે વખતે મારા પિતાએ ટોકન પેટે રૂપીયા 50,000 આપેલ જે રકમ પણ સિદ્ધાર્થભાઈને મોકલી આપી હતી.
મારી પાસે કોઇ પોલીસની ભરતીનું ફોર્મ ભરાવેલ નહી કે મારો કોઇ પ્રેકટીકલ ટેસ્ટ લેવામાં આવેલ નહી અને ત્યારબાદ જ્ઞાનેન્દ્રસિંહ મલિક પોલીસ અધિક્ષક લોકરક્ષક ભરતી બોર્ડ વડોદરાની સહી સાથેનો ઓર્ડર અને અનાર્મ કોન્સ્ટેબલ તરીકે જુનાગઢની નિમણુંક વાળો પત્ર આપવામાં આવ્યો હતો પરંતુ ઘણા દિવસો બાદ પણ હાજર થવાનો ઓર્ડર ન આવ્યો નહોતો, તે પછી બાકીના રૂપિયા 3 લાખ મોકલી આપો જેથી મારા પિતાએ પ્રથમ રૂપિયા 2 લાખ અને પછી રૂા.1 લાખ રામસીંગભાઇ મારફતે મોકલી આપેલ હતાત્રણ ઓર્ડર બાદ પણ હાજર થવાનું ન કહેતા રામસિંગભાઇને પુછતા જાણવા મળેલ કે મારા જેવા ચાલીસથી પણ વધારે છોકરાઓ પાસેથી આવી રીતે નાણા મેળવી વાયદા કરેલ છે, અને સિધ્ધાર્થ ભાઇના સાથે કામ કરતા તેમના પત્ની પૂજા વિજયભાઈ જાદવ (રહે. સેટેલાઇટ, અમદાવાદ), મહેશ્વરી જગદીશભાઇ જાખરીયા (રહે.ચાંદખેડા) રાહુલ ચંદુભાઈ લલ્લુવાડીયા (રહે. મણીનગર) અને કલ્પેશ પટેલ નામના વ્યકિત દર વખતે ફોન ઉ52 ખોટા આશ્વાસન આપતા અને કહેતા કે, ઉપર અધિકારીઓ સાથે તથા તેમના પી.એ. સાથે વાત ચાલુ સિધ્ધાર્થભાઈને રૂબરૂમાં મિટિંગ ગોઠવવા કહ્યું હતું. જેથી તેમને ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે આવવા કહ્યું હતું.
અમે સર્કિટ હાઉસે પહોંચ્યા હતા ત્યાં વડોદરાથી અક્ષય તડવી પણ હાજર હતા. તેમણે પણ 1.80 લાખ આપ્યા હોવાનું કહ્યું હતું. અને તેમની જેમ અન્ય આઠેક યુવાનોએ પણ રૂપિયા આપ્યા હોવાનું જણાવ્યું હતું. અમે સાંજ સુધી સર્કિટ હાઉસે બેઠા પણ કોઈ આવ્યું નહીં જેથી અમારી સાથે છેતરપીંડી થઈ હોવાનો અમને ખ્યાલ આવતા ગાંધીનગર પોલીસ ફરિયાદ નોંધાવી હતી.