બીટકોન ડીજીટલ કરન્સીની ટંકશાળ રશિયાએ બનાવી છે. રશિયાના સુખોવ ખાતે ન્યુકલીઅર વેપન ફેસીલીટી સેન્ટર ખાતે કેટલાક વૈજ્ઞાનિકોએ બીટકોનની ટંકશાળ પાડવાના સંદર્ભમાં દેશની પાવરફૂલ સુપર કોમ્પ્યુટર સીસ્ટમનો ઉપયોગ કર્યો હતો.આવા આરોપી વૈજ્ઞાનિકોની ધરપકડ કરવામાં આવી છે.
રશિયાની પ્રેસ સર્વિસે બીબીસીને માહિતી આપી હતી કે દેશની સીક્રેટ પાવર ફૂલ સુપરકોમ્પ્યુટર સીસ્ટમનો અંગત હેતુસર ઉપયોગ કરવા બદલ આપરમાણું વૈજ્ઞાનિકોની ધરપકડ કરવામાં આવી છે. દેશની સુરક્ષાને મદેનજર રાખીને વૈજ્ઞાનિકોના નામ જાહેર કરાયા નથી.
આરોપીઓને ફેડરલ સીકયુરીટી સર્વિસને સોપી દેવાયા છે. ક્રાઈપ્ટો કરન્સી બનાવવા માટે ટંકશાળ પાડવા માટે કોમ્પ્યુટર એનર્જીની જરૂર પડે છે. પરંતુ તેમનો વાંક એટલો કે તેમણે પોતાના અંગત હિત ખાતર દેશના મોસ્ટ સિકયોર કોમ્પ્યુટરનો ‘ગેર ઉપયોગ’ કર્યો હતો.હવે સતાધીશો આરોપી વૈજ્ઞાનિકોની પૂછતાછ કરી રહ્યા છે.