ભારતીય અંતરિક્ષ સંશોધન સંગઠન (ઇસરો) ટૂંક સમયમાં જ દેશનો સૌથી વજનદાર કોમ્યુનિકેશન સેટેલાઇટ જીસેટ-11 લોન્ચ કરશે. તેનું વજન 5.6 ટન છે. આપણી પાસે ચાર ટનથી વધુ વજનદાર સેટેલાઇટ મોકલવાની ક્ષમતાવાળા રોકેટ નથી, તેથી આને દક્ષિણ અમેરિકી ટાપુ ફ્રેન્ચ ગુયાનાથી એરિયન-5 રોકેટ દ્વારા લોન્ચ કરાશે.
જીસેટ સેટેલાઇટ ક્લબ
જીસેટ-19 જૂન 2017માં લોન્ચ થયો
– ખર્ચ : 500 કરોડ રૂપિયા
– વજન : 3,136 કિલોગ્રામ
– ક્ષમતા : 4 જીબીપીએસ
આ દેશનો અત્યાર સુધીનો સૌથી એડવાન્સ કોમ્યુનિકેશન સેટેલાઇટ છે. 4 જીબી/સેકંડ ડેટા આપવાની ક્ષમતા. મોકલાયેલા 4 સેટેલાઇટ જેટલો શક્તિશાળી.
જીસેટ-11 જાન્યુઆરી 2018માં લોન્ચિંગ
– ખર્ચ : 1,117 કરોડ રૂપિયા
– વજન : 5.6 ટન
– ક્ષમતા : 13 જીબી/ સેકંડ
આ જીસેટ-19થી પણ વધુ શક્તિશાળી છે. તેનાથી આપણને 13 જીબી/સેકંડની ઇન્ટરનેટ સ્પીડ મળશે. તેના લોન્ચિંગથી આપણને પોતાનું સેટેલાઇટ બેઝ્ડ ઇન્ટરનેટ મળી જશે.