‘ માણસ માત્ર ભુલને પાત્ર ’ આ કહેવત તો ખરી જ છે પરંતુ જે વ્યક્તિઓનો ધંધો જ બોલવાનો છે તેઓ જો બોલવામાં ભુલ કરી બેસે તે યોગ્ય ન કહેવાય અને ક્યારેક તો એવું મુર્ખામીભર્યુ બોલી નાખે છે કે હસવાને પાત્ર બની બેસે. અહીં વાત થઇ રહી છે દેશનાં એવા કેટલાંક રાજનૈતિક નેતાઓની જેમણે ભાષણ આપતી વખતે વગર વિચાર્યે કંઇ એવુું બોલી નાખ્યું હોય જે આમ જનતા સમક્ષ મુર્ખામી સમાન સાબિત થયું હોય.

સૌ પ્રથમ વાત  કરીએ દેશનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભુતકાળમાં કંઇક આવું બોલ્યા હતા. ફિગર કોન્સીયસ યુવતીઓ ડાએટ પર જાય છે ત્યારે ગુજરાતની યુવતીઓ અલ્પ પોષણનો ભોગ બને છે.

આપણે સામાન્ય નાગરીક તરીકે એટલું તો વિચારી જ શકીએ કે ગુજરાતની સ્ત્રીઓ કેટલી અલ્પપોષણનો શિકાર બનેલી છે.

પછી વાત કરીએ આપણા પૂર્વ વડાપ્રધાન જે ક્યારેય કાંઇ બોલ્યા હોય તેવું યાદ નથી આવતું. અને બોલ્યા છે તો આ પ્રકારનું ‘આંતકવાદીઓ આશ્ર્ચર્યનો ફાયદો ઉઠાવે છે ’….. આવું મુર્ખામીભર્યુ વાક્ય મુંબઇનાં આતંકવાદી હુમલા વખતે બોલ્યા હતા : મનમોહનસિંઘ.

ત્યારબાદ વાત કરીએ કર્ણાટકના હોમમીનીસ્ટર કે જી જ્યોર્જ, જેમણે ગેંગ રેંપની વ્યાખ્યા કંઇક આવી કરી… ‘તમે આને ગેંગ રેપ કઇ રીતે કહી શકો? જ્યારે ૪-૫ વ્યક્તિઓ આવી ઘટનાને અંજામ આપે ત્યારે જ ગેંગ રેપ કહેવાય, ધીક્કાર છે આવી વ્યક્તિઓ પર જે આ પ્રકારનું કૃત્ય કરે છે.’

દેશનાં પૂર્વ ગૃહપ્રધાન પી.ચીદમ્બરમ પણ કંઇ પાછળ નથી રહ્યા આ રેસમાં તેમણે પણ ભાવ વધારા સમયે કંઇ આવું બોલી નાખ્યું હતું.

‘જ્યારે તમે ૨૦ ‚.ની આઇસ્ક્રીમ ખરીદી શકો છો તો ભાવ વધારા સામે આક્ષેપો શું કામ કરો છો ?’

નેશનલ કોગ્રેંસ પાર્ટીના લીડર આર.આર પાટીલએ મુંબઇનાં ૨૬/૧૧નાં હુમલાને સામાન્ય ગણાવતા કંઇક આવું ફિલ્મી ડાયલોગ બોલ્યો હતો.

‘બડે બડે શહેરોમેં ઐસી છોટી છોટી બાતે હોતી રહેતી હૈ ’

ભુતપૂર્વ સ્વાસ્થ્ય મંત્રી ગુલામ નબી આઝાદએ દેશનાં વસ્તી વધારા માટે આ પ્રકારે કારણ જણાવ્યું હતું. જે અનુસાર….. ‘જ્યારે ઇલેક્ટ્રીક્સીટી નહોતી ત્યારે કંઇ કરવા જેવું નહોતું, માત્ર બચ્ચા પેદા કરવા સિવાય’

દિલ્હીના વર્તમાન મુખ્યમંત્રીએ તો આદત છે બફાટ કરવાની પરંતુ પૂર્વ મુખ્યમંત્રી શિલા દિક્ષીત પણ કંઇ કમ નહોતા. તેમણે પણ કંઇક આવુ કહ્યું હતુંં. ‘ ૫ વ્યક્તિનાં પરિવાર માટે એક મહિનાનાં ૬૦૦‚. પુરતા છે.’

આવું બોલવા પાછળનું કારણ હજુ સુધી સમજાણું નથી.

વેસ્ટ બંગાળનાં મુખ્યમંત્ર ખુદ સ્ત્રી હોવા છતા સ્ત્રી પુ‚ષ અંગે આ પ્રકારનું સ્ટેટમેન્ટ આપી શકે તે અન્યાયની વાત કહેવાય : તેમનાં કહેવા મુજબ ‘ દેશમાં બળાત્કારનાં કેસ વધવાનું કારણ સ્ત્રી અને પુ‚ષ એક બીજા સાથે મુક્ત રીતે વાત કરે છે તે છે.’

કોગ્રેંસનાં લાડકા દિકરી રાહુલ ગાંધીએ ખુદ રાજનીતીમાં હોવા છતાં રાજનીતી વિશે કંઇ આવું કહ્યું હતું. રાજનીતી તમારા શર્ટમાં છે, રાજનીતી તમારા પેન્ટમાં છે’

તો આ છે આપણાં રાજનેતાઓ જેમને અમુક સમયે પ્રજાનાં ખ્યાલ વગર બોલીનાખવાની ટેવ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.