ભારતનો જનાદેશ :  ‘દેશ બદલ રહા હૈ’ હજુ આગળ વધવાનો જુસ્સો અકબંધ છે

૨૦૧૪થી દેશમાં માળખાકીય સુવિધાઓના વિકાસને પ્રાધાન્ય મળ્યુ છે તે હજુ કેટલુ વિસ્તરશે?

દેશની ઉર્જાની જરૂરિયાત સામે બિનપરંપરાગત સ્ત્રોતોના ઉપયોગ અને પર્યાવરણ રક્ષા માટેની પોલીસી કેવી?

સ્માર્ટ સિટી સામે ગ્રામિણ ક્ષેત્રના ઉત્કર્ષમાં દૂરસંચાર અને ટેકનોલોજીનો વ્યાપ કઇ રીતે વધશે?

૨૦૧૪માં ચૂંટાયેલી મોદી સરકારના દરેક ક્ષેત્રે વાઇબ્રન્ટ દેખાવ થકી વિકાસની ગતિ વધારીને દેશની ચમક નિખારી છે. માળખાકીય સુવિધાઓ સાથે સાથે બંદર ક્ષમતા વિસ્તરણ, હવાઇ મુસાફરી, રેલવે આધુનિકરણ વગેરે બાબતે દેશે ઝડપી સુધારાઓ જોયા છે. સ્માર્ટ સિટી મિશન દ્વારા શહેરી વિસ્તારોની આભા આભને આંબે એવી બનાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. મહિલાઓના સામાજિક ઉત્કર્ષની વાત હોય કે તેમને પગભર બનાવવાની જ‚રિયાત હોય કેન્દ્ર સરકારે અનન્ય ગંભીરતા દાખવીને કાર્યો કર્યા છે. નાગરિકોના સ્વાસ્થ્ય સંબંધી સતત જાગૃત રહેલી સરકારે વિશ્ર્વને પણ ‘વિશ્વ યોગ દિવસ’ દ્વારા રાહ ચીંધી છે.

પ્રદૂષણ સામે રણનીતિ ઘડી ને ઇ-વ્હીકલના વપરાશ માટે કટિબઘ્ધતા દર્શાવી છે. પર્યાવરણ મિત્ર એવા બિનપરંપરાગત સ્ત્રોતો પાસેથી ઉર્જા માંગ સંતોષવાના રસ્તે આગળ વધેલી સરકારે સૌર ઉર્જા ક્ષેત્રે દાખલારૂપ કામગીરી કરી વિશ્ર્વમાં આગેવાની લીધી છે.  ભારતનું અર્થતંત્ર વિકાસની હરણફાળ ભરે તેવા દૂરંદેશી નિર્ણયો સરકારે લીધા છે . શસ્ત્રો અને સંરક્ષણ સામગ્રી મેક ઇન ઇન્ડિયા હેઠળ ઘરઆંગણે તૈયાર થઇ નિકાસ થવા લાગ્યા છે.

છેવાડાના ગામો સુધી કનેકટીવીટી પૂરી પાડી ઇન્ટરનેટનો વ્યાપ વધાર્યો છે. અને રોજબરોજના કાર્યો સરળ બનાવવા દૂરસંચાર ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરવા લોકજાગૃતિ આણી છે.  ઉત્તરોત્તર આર્થિક પ્રગતિ સાથે લોકોનું જીવનધોરણ દિનપ્રતિદિન ઉંચું આવે તે માટે તમામ ક્ષેત્રે નીતિ વિષયક નિર્ણયો લઇ ઝડપી અમલીકરણ દ્વારા હજુ દેશની પૌરાણિક ‘સોનેકી ચિડીયા’ તરીકેની પ્રસિદ્ધિ અને ચમક વધુ વિસ્તરશે.

એરપોર્ટ અને બંદર ક્ષમતાAirport Port Fencing Hot Topic

છેલ્લા પાંચ વર્ષના ગાળામાં ભારતમાં હવાઇ મુસાફરી ૧૨૦ મીલીયન થી ૧૮૦ મીલીયન સુધી વિસ્તરી છે. હજુ આવતા વર્ષોમાં હવાઇ મુસાફરોની સંખ્યા ૫૦૦ મીલીયનને વટાવી જશે. તે જોતા ભારતમાં હાલ ઓપરેશનલ એરપોર્ટની સંખ્યા ૧૦૧ છે તે ૧૫૦ થી વધારવાનું સરકારનું લક્ષ્ય છે. દુનિયાના ૧૦ સૌથી સારા એરપોર્ટમાં દિલ્હીના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટનો ૮મા ક્રમાંકે સમાવેશ થયો છે.

ભારતનો ૭,૫૧૭ કિ.મી. વિશાળ દરિયાકાંઠો ૧૨ મોટા અને ૨૦૫ નાના બંદરો ધરાવે છે. દેશના ૯૫% વિદેશ વ્યાપાર આ બંદરો આધારિત છે. કેન્દ્ર સરકારના સ્પેશિયલ ઇકોનોમીક ઝોન અને સાગરમાલા સહિતના સરકારના પ્રયાસો ચાલુ છે. બંદરોના વિકાસ માટે ૧૦૦% એફડીઆઇ અને ૧૦ વર્ષની કરવેરા રાહતો સહિતના પ્રોત્સાહનો દ્વારા બંદરોની ક્ષમતા ૩૨૦૦ એમટીપીએ કરવાનુૃં સરકારનું લક્ષ્ય છે.

સડક માર્ગ અને વાહન વ્યવહાર

ImageResizer

છેલ્લા પાંચ વર્ષોમાં સડક માર્ગ નિર્માણની કામગીરી વેગવાન બની. પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના સહિતની યોજનાની નોંધનીય કામગીરી રહી. આશરે ૨ લાખ કિ.મી. જેટલુ સડક નિર્માણ કાર્ય ગ્રામીણ વિસ્તારોમાં થયું છે. ઉપરાંત રોડ પ્રોજેક્ટ પૂરા થવાની અવધી પહેલા ૨ વર્ષ જેટલી હતી જે હવે ૬ મહિના સુધીની થઇ છે. યુપીએ સરકારે ૧૬,૫૦૫ કિ.મી. નેશનલ હાઇવેનું નિર્માણ કર્યાની સામે એનડીએ સરકારે ૩૯ હજાર કિ.મી. કરતા વધુ નેશનલ હાઇવેનું નિર્માણ કર્યુ છે.

૨૦૨૨ સુધીમાં ૬૦ હજાર કિ.મી.ના નેશનલ હાઇવેનું વિસ્તરણ કરવાનો લક્ષ્યાંક છે. વાયુપ્રદૂષણને અટકાવવા સરકારે ૨૦૩૦ સુધીમાં મોટાભાગના પેટ્રોલ-ડિઝલથી ચાલતા વાહનોને ઇલેકટ્રીક વાહનોથી રીપ્લેસ કરવાના લક્ષ્યાંક છે. આવતા પાંચ વર્ષોમાં ૧૫% વાહનો ઇ-વ્હીકલ હશે તેમજ દરેક ૨૫ કિ.મી.ના અંતરે ઇ-વ્હીકલ ચાર્જીંગ સ્ટેશનો સ્થાપવાની તૈયારી છે.

ભારતીય રેલવે

monorail mumbai TP

મોદી સરકારે રેલવે, હાઇવે, રોડ રસ્તા, એરપોર્ટ સહિત માળખાકીય સુવિધાઓના વિસ્તરણ માટે અવિરત પ્રયાસો હાથ ધર્યા છે. ૯૨ વર્ષથી સતત યુનિયન બજેટથી અલગ રજૂ કરવામાં આવતા રેલ બજેટને યુનિયન બજેટમાં ભેળવવા સહિત મોદી સરકારે ભાતીય રેલવેમાં અને સુધારા કર્યા છે. નવી રેલવે લાઇનો મંજૂર કરવા સાથોસાથ ગેજ પરિવર્તન અને વિજળી આધારિત ટ્રેકની સંખ્યા બમણી કરી છે.

રેલ્વે પ્લેટફોર્મસ પર ઇન્ટરનેટ સહિતની સુવિધા તેમજ સ્વચ્છતા અભિયાન થકી ભારતીય રેલવેના આધુનિકરણ માટે ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. ૪૦૦ રેલવે સ્ટેશનને મોર્ડનાઇઝ કરવા ઉપરાંત ૫૦ શહેરોને મેટ્રો નેટવર્ક પૂરૂ પાડવાના લક્ષ્યાંક કેન્દ્ર સરકારના છે. બુલેટ ટ્રેન દોડાવવાની કામગીરી ફૂલ સ્પીડમાં ચાલુ છે.  તેમજ ૨૦૨૨ સુધીમાં ફ્રેઇટ કોરીડોની કામગીરી પૂર્ણતાના આરે હશે. 

સ્માર્ટ સિટી મિશન

smart city03

૨૦૧૪માં ચૂંટાયેલી મોદી સરકારે ભારતમાં ૧૦૦ સ્માર્ટ સિટી તૈયાર કરવાની નેમ સાથે નાગરિકોને વૈશ્ર્વિક સ્તરનું જીવનધોરણ તેમજ સુવિધાઓ મળી રહે તે માટે સ્માર્ટ સિટી મિશન જાહેર કર્યુ અને ૪૮ હજાર કરોડની બજેટમાં જોગવાઇ કરી છે. પશ્ચિમ બંગાળ સિવાયના દેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ સ્માર્ટ સિટી સ્પર્ધામાં ભાગ લીધો છે.

૯૮ પૈકી પહેલા રાઉન્ડમાં ૨૦ શહેરો, બીજા રાઉન્ડમાં ૧૩ શહેરો, ત્રીજા રાઉન્ડમાં ૨૭, ચોથા રાઉન્ડમાં ૩૦ અને  પાંચમા રાઉન્ડમાં ૯ શહેરો સ્માર્ટ સિટી માટે પસંદગી પામ્યા. વર્ષ ૨૦૨૧ સુધીમાં રૂ. ૯,૯૮૧ કરોડના ખર્ચે ૨૦ સ્માર્ટ સિટી તૈયાર જશે. સ્માર્ટ સિટી માટે પસંદગી પામેલા દરેક શહેરમાં ઇન્ટીગ્રેટેડ કમાન્ડ એન્ડ ક્ધટ્રોલ સેન્ટર ઉભા કરવાના હોય હાલ ૧૧ શહેરોમાં કાર્યરત છે, ૨૯ શહેરોમાં કામ ચાલુ છે અને ૨૧ શહેરોમાં પ્રક્રિયા ચાલુ છે.

સ્ટેન્ડઅપ ઇન્ડિયા અને મહિલા ઉત્કર્ષ

Stand up India

૫ એપ્રિલ, ૨૦૧૬ના દિવસે કેન્દ્ર સરકારે મહિલા અને અનુસૂચિત જાતિ-જન જાતિ કેટેગરીમાં ઉદ્યોગ સાહસિકતાના વિકાસ માટે સ્ટેન્ડ-અપ ઇન્ડિયા પ્રોગ્રામની શરૂઆત કરી. સ્ટાર્ટ-અપ ઇન્ડિયાની જેમજ ઔદ્યોગિક ઉત્પાદનને વેગ મળે અને રોજગારી સર્જનના લક્ષ્ય સાથે સ્ટેન્ડ-અપ ઇન્ડિયા પ્રોગ્રામમાં નવા એકમોને રૂ.૧ લાખ થી રૂ.૧ કરોડ સુધીની બેન્ક લોન ચૂકવવામાં આવે છે.

મળતા આંકડા મુજબ ૨૧ પબ્લીક સેકટર બેન્કો, ૪૨ સ્થાનિક ગ્રામીણ બેન્કો, અને ૯ પ્રાઇવેટ સેકટર બેન્કોએ ૪૦ હજારથી વધુ એકમોને લોન રૂ. ૪૮૫૦ કરોડથી વધુ રકમની મંજૂર કરી છે. હવે મહિલા ઉત્કર્ષની વાત કરીએ તો ટ્રીપલ તલાક બીલ જેવા કેન્દ્ર સરકારના નિર્ણયોએ મુસ્લિમ મહિલાઓને પોતાના હકો પ્રત્યે જાગૃત કરીને સમાજમાં માનભેર જીવવા કાયદાકીય રક્ષણ પુ‚ પાડ્યું છે.

સંરક્ષણ ટેકનોલોજી અને શસ્ત્ર નિકાસ

btp190n191 1 660 122915051524

મોદી સરકારના ૨૦૧૪ થી ૨૦૧૯ના શાસનકાળમાં ભારતે સર્જીકલ સ્ટ્રાઇક અને એર સ્ટ્રાઇક દ્વારા સ્વરક્ષણ માટે આતંકીઓના દાંત ખાટા કરવાના તેવર દર્શાવીને વિશ્વને ભારતીય સૈન્યની તાકાતનો પરચો બતાવ્યો છે. બીજી તરફ ચીન સરહદે ડોકલામ વિવાદ વખતે ધીરજ રાખીને શાંતિ જાળવી રાખવાની ભારતની મક્કમતાએ ભારતને વિશ્ર્વરક્ષકનો દરજ્જો આપ્યો છે.

નરેન્દ્ર મોદીની વિદેશનીતિમાં પહેલીવાર ભારતના વડાપ્રધાને ઇઝરાયલની મુલાકાત લઇ સંરક્ષણ ટેકનોલોજીના કરારો કર્યા. ૨૦૧૬માં એમટીસીઆરના સભ્યપદ મેળવ્યા બાદ ભારત રશિયા સાથે બ્રહ્મોસ મિસાઇલના ઉત્પાદન અને ૧૩ બીલીયન યુએસ ડોલર જેટલી રકમની નિકાસ તરફ લક્ષ્ય સેવી રહ્યું છે. રાફેલ ડિલ અને સબમરીન માટેના વિવિધ પ્રોજેક્ટસ ભારતની સૈન્ય તાકાતને અગ્રિમ હરોળમાં મૂકી દેશે. સૈનિકોના ઉન્કર્ષ માટે મોદી સરકારે વન રેન્ક વન પેન્શનની અમલવારી કરી છે.

જન ઔષધિ અને આયુર્વેદ-યોગા

835039f4 7437 11e7 a1e4 b67c25a49489

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસોથી ૨૧ જુનના દિવસે વિશ્વ ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ તરીકે ઉજવે છે. યોગને આઘ્યાત્મિક કાયાકલ્પ તરીકે પ્રોત્સાહિત કરીને શારીરિક સુખાકારી માટે યોગ પ્રેક્ટિશનર્સની તાલીમ તરફ સમાજને વાળવાના પ્રયાસો સરકારના પ્રયાસો છે. હજુ યોગ હેલ્થ હબ અને યોગ ટુરિઝમના વિકાસને અગ્રિમતા આપવામાં આવશે.

મોદી સરકારના પ્રોત્સાહક પ્રયાસોથી આયુષ મંત્રાલય દ્વારા હોમીયોપેથી અને આયુર્વેદના તબીબોની સંખ્યા ૮ લાખ સુધી પહોંચી છે. ૨૦૧૮ના રીપોર્ટ મુજબ આયુષ દવાઓનું બજાર ભારતમાં ૩ બીલીયન ડોલર જેટલુ વિસ્તર્યુ છે અને દુનિયાના ૧૦૦ જેટલા દેશોમાં ૨૦૧૬-૧૭ના વર્ષે ૪૦૦ મીલીયન ડોલર કરતા વધુ રકમની નિકાસ થઇ હતી. કેન્દ્ર સરકારે ૨૦૧૯-૨૦ના ગાળા માટે આયુષ ડિપાર્ટમેન્ટ માટે ૧૭૩૯.૭૬ કરોડની જોગવાઇઓ કરી છે.

દૂર સંચાર અને અવકાશ વિજ્ઞાન

16899602 ml

 

ભારતનું દૂરસંચાર નેટવર્ક વિશ્વનું બીજા નંબરનું સૌથી મોટુ નેટવર્ક છે જે ૧.૧૯૨ બીલીયનથી વધુ ઉપભોક્તા ધરાવે છે. 4G સ્પ્રેક્ટ્રમની હરાજી બાદ ભારતમાં મોબાઇલ ઇન્ટરનેટનો વ્યાપ વઘ્યો છે. પોતાના દૈનિક વ્યવહારો તેમજ મનોરંજન માટે મોબાઇલ ઇન્ટરનેટનો વપરાશ ૩૭૮.૧૦ મીલીયનથી વધુ  ઉપભોકતા કરે છે.

સરકારના ૨૦૨૨ સુધીના લક્ષ્યાંકો મુજબ ૧૦૦ બીલીયન ડોલરના મૂડીરોકાણો અને ૪ મીલીયન રોજગારી ઉભી કરવાના છે. મિશન શક્તિ દ્વારા અવકાશક્ષેત્રે મહાસત્તા હોવાનું સાબિત કરીને ઇસરોએ ગગનયાન જેવા મહાત્વાકાંક્ષી પ્રોજેક્ટસની સફળતાનો ગ્રાફ ઉંચો લાવી દીધો છે. હજુ ખાનગી ક્ષેત્ર સાથે સંકલનમાં વિવિધ પ્રોજેક્ટસ અને ‘ટેકનોલોજીમાં રેપિડ રિસર્ચ માટેના રાષ્ટ્રીય કાર્યક્રમ’ સહિતના પ્રયાસો દ્વારા અવકાશ વિજ્ઞાન ક્ષેત્રે નવી ક્ષિતિજો વિસ્તરશે.

ઉર્જા જરૂરિયાત અને પર્યાવરણ સંવર્ધન47683777921 208c8c52e9 b

પર્યાવરણ જાગૃતિ અનુસંધાને દેશમાં વધતી જતી ઉર્જાની માંગને પહોંચી વળવા માટે કેન્દ્ર સરકારે બિનપરંપરાગત ઉર્જા સ્ત્રોતો તરફ ધ્યાન કેન્દ્રીત કરીને સૌર ઉર્જા સક્ષમતામાં વિશ્વમાં ચોથો ક્રમાંક અને પવન ઉર્જા સક્ષમતામાં પાંચમો ક્રમાંક તેમજ કુલ રીન્યુએબલ એનર્જી ક્ષમતામાં ચોથો ક્રમાંક પ્રાપ્ત કર્યો છે.

પેરિસ પર્યાવરણ સંધિ મુજબ ભારત ૨૦૩૦ સુધીમાં ૪૦% વીજળી રીન્યુએબલ એનર્જીથી મેળવશે, ૨૦૨૨ સુધીમાં ૧૭૫ ગીગાવોટસની રિન્યુએબલ એનર્જીની ઉત્પાદકતા હાંસલ કરશે. નવેમ્બર-ર૦૧૮ સુધીમાં દેશના ૨૧ રાજ્યોમાં ૪૭ સોલાર પાર્ક મંજૂર થયા છે. સૌર ઉર્જા માટે વિવિધ પ્રોજેક્ટસ ઉપરાંત પવન ઉર્જા માટે તામીલનાડુ અને ગુજરાતના દરિયાકિનારે વિન્ડ ફાર્મ માટે વધારે અવકાશ જણાઇ રહ્યો છે. સોલાર રૂફટોપ જેવી યોજનાઓ થકી સરકાર પર્યાવરણ સંવર્ધન અને ઉર્જા જ‚રિયાત વચ્ચે સમતોલન કરવા કટીબઘ્ધ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.