સંપૂર્ણ વીજ માંગ સોલાર પ્લાન દ્વારા પુરી થાય છે
સ્માર્ટ સીટી માં સમાવિષ્ટ કુદરતી સંસાધનો થી ભરપુર અને ટુરિસ્ટો ની પ્રથમ પસંદ ધરાવતું દીવ સંપૂર્ણ રીતે દેશ નું પ્રથમ સોલાર સીટી બની ગયું છે ગુજરાત ની નજીક આવેલ કેન્દ્ર શાસિત ટુરિસ્ટ પોઇન્ટ દીવ ને હવે વીજ બાબતે કોઈ પર નિર્ભર નથી રહેવું પડતું…- ગુજરાત ના દરિયા કિનારા ની નજીક આવેલ કેન્દ્ર શાસિત દીવ જિલ્લો સંપૂર્ણ રીતે સોલાર આધારિત ઇલેક્ટ્રિસિટી ધરાવતો દેશ નો પ્રથમ જિલ્લો બની ગયો છે ટુરિસ્ટ આધારિત આ જિલ્લા માં દિવસ દરમ્યાન એટલે કે પિક અપ સમય માં તેને ગુજરાત ની ઇલેક્ટ્રિસિટી એટલે કે પાવર ની જરૂર રહેતી નથી દીવ ના મલાલા સ્થિત ૫૦ એકર માં સોલાર પાવર લગાડવામાં આવતા દિવસ દરમ્યાન દીવ જિલ્લા ને જે પાવર ની જરૂર પડે છે એના કરતાં પણ વધુ ઉત્પાદન થાય છે….૨૦૧૬ માં સહુ પ્રથમ ૩ મેગા વોટ નો પ્લાન કાર્યરત કરાયો હતો.
ત્યારે બાદ એજ જગ્યા પર વધુ ૬ મેગા વોટ નો પ્લાન નખાયો હતો જે કાર્યરત થતા અને સાથે સરકારી વિવિધ ૭૯ કચેરી માં પણ અગાશી પર સોલાર રુફટોપ નખાતા એમા ૧.૨૭ મેગા વોટ વીજળી ઉત્પન્ન થાય છે આમ ૯ મેગાવોટ સોલાર પ્લાન્ટ થી અને ૧.૨૭ મેગાવોટ અગાશી પર લગાવેલ ધાબા દ્વારા વીજળી મલતા કુલ ૧૦.૨૭ મેગાવોટ વીજળી સોલાર દ્વારા મળે છે.
દિવના કલેકટર હેમંતકુમારે જણાવ્યું હતું કે, સ્માર્ટ સીટી માં સમાવિષ્ટ દીવ જિલ્લા ની કુલ વસ્તી ૫૦૦૦૦ આસપાસ છે અને ૪૦ કિલોમીટર નું ક્ષેત્રફળ ધરાવે છે દીવ માં દિવસ દરમ્યાન ૬-૭ મેગાવોટ વીજળી ની જરૂરત રહે છે ત્યારે ૧૦.૨૭ મેગાવોટ વીજળી સોલાર દ્વારા મળતાં દીવ દિવસ દરમ્યાન વીજળી ની બાબત માં સરપ્લેસ બન્યું છે ભારત નો પ્રથમ એવો જિલ્લો કે જેની વીજળી ની માંગ સોલાર પ્લાન દ્વારા પુરી થાય છે તો બીજી તરફ આજ જગ્યા પર આ વર્ષ ના અંત અથવા આવતા વર્ષ સુધી માં વિન્ડ પ્રોજેકટ કાર્યરત થશે જેમાં ૭ મેગાવોટ વીજળી ઉત્પન્ન થશે ત્યારે રાત્રી દરમ્યાન જે વીજ માંગ છે તે પણ પુરી થશે ત્યારે પણ તે દેશ નો પ્રથમ જિલ્લો હશે જેને કુદરતી સોર્સ દ્વારા ક્લીન વીજળી મળતી હશે આમ દેશ નો પ્રથમ એવો જિલ્લો કે જે સ્માર્ટ સીટી માં પણ સમાવિષ્ટ છે અને સોલાર સીટી પણ બની ગયો છે.