મહારાષ્ટ્ર, ગોવા, આંધ્રપ્રદેશ, બિહાર, રાજસ્થાન, દિલ્હી, એમ.પી, સૌરાષ્ટ્ર–ગુજરાતની ૧૬ ટીમો ટકરાશે: જયોતી સીએનસી ક્રિકેટ ગ્રાઉન્ડ અને ડ્રાઈવ ઈન સીનેમા ખાતે શાનદાર આયોજન: આયોજકો ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે
સીનીયર સીટીઝન ક્રિકેટ એસોસીએશન રાજકોટ દ્વારા મેટોડા ખાતે આવેલ જયોતી સીએનસી ઓટોમેશન લીમીટેડનાં ક્રિકેટ ગ્રાઉન્ડ તથા ડ્રાઈવ ઈન સિનેમા કાલાવડ રોડ રાજકોટ ખાતેનાં ક્રિકેટ ગ્રાઉન્ડમાં આગામી તા.૨૨,૨૩,૨૪ ફેબ્રુઆરી, ૨૦૧૯નાં રોજ સીનીયર સીટીઝન માટે લીગ કમ નોક આઉટ પદ્ધતિથી ઓલ ઈન્ડીયા સીનીયર સીટીઝન ટેનીસક્રિકેટ ટુર્નામેન્ટનું શાનદાર આયોજન કરવામાં આવેલ છે. આ પ્રકારની સીનીયર સીટીઝન માટેની ઓલ ઈન્ડિયા સીનીયર સીટીઝન ટેનીસ ક્રિકેટ ટુર્નામેન્ટનું સમગ્ર ભારતમાં સૌપ્રથમ વખત આયોજન કરવામાં આવ્યું છે.
આ ટુર્નામેન્ટને જયોતી સીએનસી ઓટોમેશન લી., મેટોડા, પર્વ મેટલ ઈન્ડસ્ટ્રીઝ, મેટોડા, બાન લેબ્સ, રાજકોટ, કનેરીયા ઓઈલ ઈન્ડસ્ટ્રીઝ, રાજકોટ, ઈન્દ્રનીલભાઈ રાજયગુરુ, પૂર્વ ધારાસભ્ય, રાજકોટ, એન્ડ્રોઈડ-રમેશ્વર પેકેજીંગ મેટોડા, એન.કે.જાડેજા હોટલ ગ્રુપ, મેટોડા, નાના મવા યુવા રાજપુત ગ્રુપ દ્વારા સ્પોન્સર કરવામાં આવેલ છે. આ ટુર્નામેન્ટમાં વિજેતા ટીમને રોકડ પુરસ્કાર તથા શાનદાર ટ્રોફીઓથી સન્માનીત કરવામાં આવશે. તેમજ રાજકોટ શહેરનું કાયમી સંભારણું બની રહે તે આશયથી સ્પોન્સરનાં સાથ અને સહકારથી દરેક ટીમનાં ખેલાડીઓને ટ્રેક, અને કેપ પણ આપવામાં આવશે. આ ટુર્નામેન્ટમાં ભાગ લેનાર દરેક ટીમ માટે જમવા, રહેવા તથા ચા-પાણી નાસ્તાની તથા ગ્રાઉન્ડની સુવિધાઓ જયોતી સીએનસી ઓટોમેશન લી. મેટોડાતરફથી કરવામાં આવેલ છે.
આ ટુર્નામેન્ટમાં વિવિધ રાજયો જેવા કે મહારાષ્ટ્ર, ગોવા, આંધ્રપ્રદેશ, બિહાર, રાજસ્થાન, દિલ્હી, મધ્યપ્રદેશ તેમજ ગુજરાત અને સૌરાષ્ટ્રની નામાંકીત ૧૬ ટીમો ભાગ લેનાર છે. આ ટુર્નામેન્ટમાં ભાગ લેવા ઈચ્છતા જુદા જુદા રાજયોની તેમજ ગુજરાત અને સૌરાષ્ટ્રની ટીમોએ તેઓની ટીમનું રજીસ્ટ્રેશન તા.૨૦/૧/૨૦૧૯ સુધીમાં કોન્ટેકક નં.૯૯૨૪૭ ૦૪૫૬૦, ૮૪૬૦૮ ૦૨૧૫૯, ૯૯૨૪૮ ૧૧૦૧૧, ૯૪૨૯૨ ૪૪૯૪૧ તેમજ ૮૧૬૦૪ ૦૬૨૭૧ ઉપર સંપર્ક સાધી કરવાનું રહેશે. ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે ઓર્ગેનાઈઝેશન કમિટીનાં મયુરઘ્વજસિંહ ઝાલા, ગંભીરસિંહ જાડેજા, કિશોરસિંહ રાઠોડ, પ્રહલાદભાઈ દવે, ધીરૂભાઈ ખાતરા, નલીનભાઈ ઠાકર, સુભાષભાઈ દવે, દિલીપભાઈ મકવાણા, મહેશભાઈ જોષી, શાંતીલાલ જાદવાણી, પ્રમોદભાઈ જોષીએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી. સીનીયર સીટીઝનોને પ્રોત્સાહિત કરવા રમત પ્રેમીઓને આ ટુર્નામેન્ટ જોવા પધારવા આયોજક કમિટીએ જાહેર અનુરોધ કર્યો છે.