તાજેતરમાં ગાંધીનગર મુકામે ગુજરાત પ્રદેશ પંચાયત પરિષદની કારોબારી સમીતીની બેઠક મળેલી જેમાં ગાંધીનગર મુકામે ગુજરાત પ્રદેશ  પંચાયત પરિષદની માલીકીની જમીનમાં પાંચ દશકા જુનુ સંસ્થાની માલીકનું મકાન આવેલ છે. જેમાં પંચાયતના પદાધિકારીઓને વખતોવખત તાલીમ આપવામાં આવે છે જેને અપગ્રેડ કરી રાષ્ટ્રીય સ્તરનું નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય ગ્રામીણ વિકાસ અને પંચાયતીરાજ સંસ્થાન (તાલીમ કેન્દ્ર) ના બનાવવાનો સર્વાનુમતે નિર્ણયક રેલ છે.

ભૂતકાળમાં ગુજરાત પ્રદેશ પંચાયત પરિષદ ખાતે પૂર્વ મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી પંચાયતના પદાધિકારીઓના તાલીમ અને પંચાયતના વહીવટ અંગે સૌના આશ્ર્વર્ય વચ્ચે આશરે સાત કલાકની મેરેથોન મીટીંગ કરેલ અને દેશના સર્વાગી વિકાસ માટે ત્રીસ્તરીય પંચાયતીરાજને વધુ સુદ્રઢ અને મજબુત બનાવવા અને તેની અસરકારકતા પર ભાર મૂકેલ પંચાયત અને ગ્રામીણ વિકાસ ક્ષેત્રે ગુજરાતને દેશને અસરકારક દિશા દર્શન કરવું જોઇએ.

આ મહત્વકાંક્ષી પ્રોજેકટ સાથે ગુજરાત પ્રદેશ પંચાયત પરિષદે રાજયના પંચાયત મંત્રી બ્રિજેશભાઇ  મેરજાના વડપણ હેઠળ વડાપ્રધાનને મળશે. સાથો સાથ આ મહત્વકાંક્ષી પ્રોજેકટ કેન્દ્રીય ગૃહ મંત્રી અમીતભાઇ શાહના સંસદીય મત વિસ્તારના ક્ષેત્રમાં આવતો હોય તેમને આ પ્રોજેકટની પ્રાથમિક વિગતો મોકલી આપેલ છે.

દેશના પંચાયતીરાજના ચુંટાયેલા જનપ્રતિનિધિઓ માટે સઁપૂર્ણ સુવિધાવાળુ અઘ્યતન આ પ્રથમ તાલીમ કેન્દ્ર આકાર લેશે જેની પ્રાથમિક તબકકાની તૈયારી ગુજરાત પ્રદેશ પંચાયત પરિષદના પ્રમુખ નયનાબેન પટેલ, ઉપપ્રમુખ ભુપતભાઇ બોદર, માનદમંત્રી ભરત ગાજીપરા તથા પિર્યુષાબેન વસાવા વિગેરે આ મહત્વકાંક્ષી પ્રોજકેટને આખરી ઓપ આપી રહેલ છે. એમ ગુજરાત પ્રદેશ પંચાયત પરિષદની એક યાદી જણાવે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.