૧૦ દિવસમાં નેશનલ ઈન્વેસ્ટિગેટિંગ એજન્સીને રિપોર્ટ અને પુરાવા સબમીટ કરવા સુપ્રીમ અદાલતનો આદેશ
દેશનો પ્રથમ ‘લવ જીહાદ’નો કેસ સુપ્રીમ કોર્ટમાં ગયો છે. હવે આ કેસ સુપ્રીમમાં ચલાવવાની તૈયારી ચાલી રહી છે. અદાલતે એનઆઈએ પાસે પૂરાવા મંગાવ્યા છે.
મામલો એવો છે કે કેરળમાં હિન્દુ મહિલાએ મુસ્લિમક યુવકના પ્રેમમાં પડીને ઈસ્લામ ધર્મ અંગિકાર કર્યો હતો. હવે આ મામલો દેશની સર્વોચ્ચ અદાલતનાં આંગણે પહોચી ગયો છે. સર્વોચ્ચ અદાલતે નેશનલ ઈન્વેસ્ટિગેટિંગ એજન્સી પાસે આગામી ૧૦ દિવસમાં રીપોર્ટ અને પૂરાવા સબમીટ કરવા આદેશ કર્યો છે.
કેરળ હાઈકોર્ટનાં ચૂકાદાને મહિલાના પતિએ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. તેમના વતી સિનિયર ધારાશાસ્ત્રીઓ કપીલ સિબ્બલ અને ઈન્દિરા જયસિંગ સર્વોચ્ચ અદાલતમાં દલીલો રજૂ કરશે. આ દેશનો પ્રથમ એવો લવ જીહાદનો કેસ છે. જેની સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાશે. કેરળ હાઈકોર્ટે લવ જિહાદના કેસમાં યુગલ વિ‚ધ્ધ ચુકાદો આપ્યો હતો. ૨૪ વર્ષની હિન્દુ ક્ધયા અને મુસ્લિમ મેજર યુવકને પ્રેમ થયા બાદ પહેલા ક્ધયાને ઈસ્લામ ધર્મ અંગિકાર કરાવવામાં આવ્યો હતો બાદમાં તેણે નિકાહ પઢયા હતા. આ કેસમાં દેશભરનાં હિન્દુ સંગઠનો હરકતમાં આવી ગયા હતા.