દેશમાં વંઘ્યત્વ રપ ટકાનો દરે વધી રહ્યું છે. જે વિજ્ઞાન માટે પણ પડકારજનક: ડો. ભાવિન કામાણી

સામાન્ય રીતે ડોકટર અને દર્દીઓનો સંબંધ સારવાર પુરતો જ મર્યાદીત હોય છે. પેશન્ટને યોગ્ય સારવાર અને રીઝલ્ટ મળી જાય પછીડોકટર સાથેના સંબંધો પર પુર્ણ વિરામ આવી જાય છે. જો કે ડીવેરા આઇવીએફ સેન્ટર દ્વારા ડોકટર અને પેશન્ટના સંબંધો અવિરત ચાલુ રહે તેવો પ્રયાસ કર્યો છે. ડીવેરા ટેસ્ટ ટયુબ બેબી કલબ શરુ કરવામાં આવ્યું છે. જેમાં આઇવીએફ પઘ્ધતિથી જન્મનાર દરેક બાળકને કલબમાં સમાવિષ્ટ કરવામાં આવશે. ડિવેરામાં માત્ર રાજકોટ કે ગુજરાતના જ નહીં પરંતુ ઓસ્ટ્રેલીયા, સ્વીડન અને આફ્રિકા ના પણ પેસેન્ટ સારવાર માટે આવે છે.

આ કલબ દ્વારા બાળકોનો નિયમિત રીતે ચેકઅપ પણ કરવામાં આવશે. બાળકો તેમજ પેરેન્ટસ અને ડોકટર સતત એકબીજાના સંપર્કમાં રહેશે જેને કારણે ભવિષ્યમાં પણ કોઇપણ પ્રકારની મુશ્કેલી ઉભી ન થાય અને વધુને વધુ લોકો જેઓને ત્યાં શેર માટીની ખોટ હોય તે લોકો આમાં જોડાઇ શકે.130અનેક બાબતોની પહેલ કરનાર રાજકોટમાં દેશની સૌ પ્રથમ ડિવેરા ટેસ્ટ ટયુબ બેબી કલબનો પ્રારંભ ખોડલ ધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઇ પટેલના વિડીયો સંદેશથી કરવામાં આવ્યો હતો. કલબના ઉદધાટન પ્રસંગે નરેશભાઇ પટેલે વિડીયો સંદેશમાં જણાવ્યું હતું કે વિજ્ઞાનના માઘ્યમથી આ કલબ થકી ટેસ્ટ ટયુબ બેબી કલબના સભ્ય પરિવારો અને ડોકટર વચ્ચેના સબંધ પારિવારીક બનશે. ડિવેરા આઇવીએફ

કલીનીકના ડો. ભાવીન કમાણીઅને ડો. ઋચા જોષીએ જણાવ્યું હતું કે આ કલબના માઘ્યમથી અમે ટેસ્ટ ટયુબ બેબી કલબના સભ્ય પરિવારો સાથે કાયમી વિશિષ્ટ પારિવારીક સબંધોથી જોડાઇ જશુ. તેમનું લાગણી વિશ્વ નીકટથી સમજી શકીશું. તેમણે જણાવ્યું હતું કે દેશમાં વંઘ્યત્વની સમસ્યા રપ ટકાના દરે વધી રહી છે. નિ:સંતાન દંપતિના જીવનમાં અસહય સંતાપ હોય છે.

જે તબીબી વિજ્ઞાન એટલે કે ટેસ્ટ ટયુબ બેબીથી દુર થઇ શકે છે. આ કલબના સભ્યોનો તંદુરસ્ત  અભિગમ અનેક નિ:સંતાન દંપતિઓના જીવનમાં પણ સકારાત્મક અભિગમ ઉભો કરશે. મુખ્ય મહેમાન અર્જુનભાઇ શીંગાળાએ ડિવેરા ટેસ્ટ ટયુબ બેબી કલબના પ્રયાસને આવકારતા જણાવ્યું હતું કે આજના યુગમાં ડોકટર અને દર્દીના સબંધ વ્યવસાયી થઇ ગયા છે. ત્યારે ડો. કમાણી અને ડો. ઋચા જોશીએ ખુબ જ ઉમદા પહેલ કરી છે.

ડો. ભાવીન કમાણીએ મીડીયા સમક્ષ જણાવ્યું હતું કે હું છેલ્લા છ વરસથી આ ક્ષેત્રમાં પ્રેકટિસ કરું છુ. અત્યાર સુધીમા ત્રણ હજારથી વધારે દંપતિઓને વંઘ્યત્વની સારવાર કરી મહતમ સફળતા આપી છે. આ પરિવારો સાથેનો અમારો નાતો કાયમી જળવાઇ રહે એ હેતુથી ડિવેરા ટેસ્ટ ટયુબ બેબી કલબની સ્થાપના કરવાનો વિચાર અમોને આવ્યો છે.

બાળકોના કિલ્લોલ સાથે ઉ૫સ્થિત તમામ દંપતિઓને ડો. ઋચા જોશીએ આવકાર્યા અને કહ્યું કે,  અડિવેરા કલબનો વિચાર જયારે સૌ પ્રથમ ટેસ્ટ ટયુબ બેબી દંપતિ પાસે મૂકવામાં આવ્યો ત્યારે અમોને ખચકાટ હતો કે આ જાહેરમાં કેટલા દંપતિ આવશે. પરંતુ અમારા આશ્ચર્ય વચ્ચે લગભગ તમામ દંપતિએસહર્ષ સ્વીકાર્યો જેમાંથી આજે ૩પ જેટલા દંપતિ આપની સમક્ષ અહી હાજર છે.

આ કલબમાં મુખ્યત્વે ડોકટર અને ટેસ્ટ ટયુબ બેબી કલબના તમામ સભ્યો એક મેકના સંપર્કમાં રહેશે. સામુહિક રીતે મળી અને એક મેકની દુનિયા સમજીએ તે છે ટેસ્ટ ટયુબ બેબી કલબના માઘ્યમથી બે ત્રણ મહિને હળવા સંગીત કાર્યક્રમ અને ગેટ ટુ ગેધરનું આયોજન કર્યુ છે. આ ઉપરાંત દરેક ટેસ્ટ ટયુબ બેબીનો જન્મ દિવસ ઉજવવો શાળા પ્રવેશ દિવસ ઉજવવો વગેરે વિશિષ્ટ કાર્યકમ કરાશે. બાળકોના વિના મુલ્યે હેલ્થ ચેક અપ કેમ્પ વગેરે આરોગ્ય વિષયક પ્રવૃતિ પણ કરીશું. મુખ્ય હેતુ આ પરિવારના સભ્યો સકારાત્મક અભિગમ સાથે આનંદ કિલ્લોલ કરે અને અન્ય નિ:સંતાન દંપતિ માટે પણ પેે્રરણારુપ બની રહે તે છે.

ડિવેેરા આઇવીએફ ટેસ્ટ ટયુબ બેબી કલીનીક વિશ્વના શ્રેષ્ઠ અતિ આધુનિક ઉપકરણોથી સજજ સૌરાષ્ટ્રની સૌ પ્રથમ મોડયુલર લેબ છે. જેમાં આઇવીએફ લેબોરેટરીનું વાતાવરણ એટલું શુઘ્ધ રહે છે કે જેથી કોઇપણ જાતના વાયરસ, બેકેટરીયા કે વાતાવરણની અશુઘ્ધીઓ અહીં પ્રવેશી શકતી નથી. પરિણામે એક તંદુરસ્ત બાળકનું સર્જન થઇ શકે છે. આ કલીનીકને તાજેતરમાં જ મહતમ સફળતાના દર અને વંઘ્યત્વની સારવાર માટે કેન્દ્રીય મંત્રી પુરૂષોતમ ‚પાલાના હસ્તે સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છનો ઉત્કૃષ્ટતાનો એવોર્ડ એનાયત થયો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.