દેશને ટૂંક સમયમાં તેની પ્રથમ CNG બાઇક મળવા જઇ રહી છે. આ બજાજ બાઇકને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીની હાજરીમાં લોન્ચ કરવામાં આવશે. લોન્ચની તારીખ પણ જાહેર કરવામાં આવી છે.

તમે ટૂંક સમયમાં ભારતમાં રસ્તાઓ પર CMG બાઇક ચાલતી જોશો. બજાજ દેશની પ્રથમ CNG બાઇક લોન્ચ કરવા જઈ રહી છે. આ વખતે પણ બજાજે પોતાનો વારસો જાળવી રાખ્યો છે. હકીકતમાં 25 વર્ષ પહેલા પણ, બજાજે દેશમાં પહેલીવાર CNG ઓટો લોન્ચ કરી હતી. હવે ફરી એકવાર બજાજ મોબિલિટીના ક્ષેત્રમાં કંઈક અલગ કરવા જઈ રહી છે. બજાજની CNG બાઇક ભારતમાં આવતા મહિને લોન્ચ થશે.

તેના લોન્ચિંગની તારીખ પણ નક્કી કરવામાં આવી છે. બજાજની CNG બાઇક ભારતમાં 5 જુલાઈ, 2024ના રોજ લોન્ચ થશે. નોંધનીય છે કે બજાજ લાંબા સમયથી CNG બાઇક પર કામ કરી રહી છે. ટ્રાયલ દરમિયાન ઘણી વખત રસ્તાઓ પર CNG બાઇક જોવા મળી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ બાઇકને આવતા મહિને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીની હાજરીમાં લોન્ચ કરવામાં આવશે.

અપેક્ષાઓ શું છે

આ બાઈક કેવી હશે તે અંગે હજુ સુધી કોઈ ચોક્કસ કહી શકાય તેમ નથી. જો કે રિપોર્ટને ટાંકીને કહેવામાં આવી રહ્યું છે કે આ બાઇક 110-150 cc એન્જિનમાં આવી શકે છે. એવું પણ શક્ય છે કે આ બાઇક હાઇબ્રિડ સ્ટાઇલ અપનાવે. મતલબ કે જો જરૂર પડે તો તેને પેટ્રોલમાં પણ બદલી શકાય છે. જો CNG સમાપ્ત થાય તો બાઇક ચલાવવા માટે પેટ્રોલની નાની ટાંકી પણ આપી શકાય છે.

ટેસ્ટ મોટરસાઇકલમાં ઘણી સામાન્ય બાઇક સુવિધાઓ જોવા મળી હતી. ઉદાહરણ તરીકે ટેલિસ્કોપ ફોર્કસ, ઈન્ડિકેટર્સ, મોનોશોક યુનિટ, એલોય વ્હીલ્સ, સિંગલ પીસ સીટ, ડિસ્ક અને ડ્રમ બ્રેક્સ વગેરેનું મિશ્રણ.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.