બિટકોન એટીએમ, બે લેપટોપ, ૩ ક્રેડિટ કાર્ડ, ૫ ડેબીટ કાર્ડ સહિત રૂ.૧.૮ લાખ જપ્ત કરાયા
તાજેતરમાં જ ભારતમાં પ્રથમ બિટકોઈન એટીએમ બેંગ્લોરમાં બન્યુ હોવાના અહેવાલો મળ્યો હતો જેમાં રોજના ૧૦૦૦થી લઈ ૧૦,૦૦૦ સુધીની ક્રિપ્ટોકરંસીના ટ્રાન્સેકશન કરી શકાય તેવી સુવિધા આપવામાં આવી હતી જેવી રીતે ક્રિપ્ટોકરંસી અને ઓનલાઈન માઈનીંગ ઈન્ડસ્ટ્રી આંખે પાટા બાંધીને જેકપોટ મેળવવા જેવું છે. તેમ દેશનું આ પ્રથમ બિટકોઈન એટીએમ પણ ગેરકાયદેસર નિકળ્યું
ગઈકાલે પોલીસે ૩૭ વર્ષિય હરીશની ધરપકડ આ ફેક ગેરકાયદેસર એટીએમ ચલાવવાને કારણે કરી હતી. યુનિકોન ટેકનોલોજીના કો.ફાઉન્ડર રાજાજીનગર ખાતેથી આ બિટકોઈન એટીએમનું સંચાલન કરતો હતો અને કિઓકસ નામની ક્રિપ્ટોકરંસીના સોદા કરતો હતો. ત્યારે સેન્ટ્રલ ક્રાઈમ બ્રાંચે એટીએમ મશીન, બે લેપટોપ, એક મોબાઈલ, ૩ ક્રેડીટ કાર્ડ, પાંચ ડેબીટ કાર્ડ અને એક પાસપોર્ટ જપ્ત કર્યા હતા. આમ કુલ ૧.૮ લાખની વસ્તુઓ કાબુમાં લેવામાં આવી હતી.
હરીશને પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવ્યો છે. પોલીસે કહ્યું કે તેણે બિટકોઈનની ખરીદી અને વેચાણ માટે પ્લેટફોમ બનાવ્યું હતુ તેથી પોલીસે લોકોને મોટા નફાની લાલચે ક્રિપ્ટોકરંસીમાં રોકાણ કરવાની ચેતવણી આપી હતી યુનોકોઈનના ક્રો.ફાઉન્ડર સાથ્વીક વિશ્વનાથે કંપનીની તરફેણમાં કહ્યું કે અમા‚ મોડેલ કાયદેસર હતુ પરંતુ ફેબ્રુઆરી ૨૦૧૮માં નાણામંત્રી દ્વારા ભારતમાં બિટકોઈનને ગેરકાયદેસર જાહેર કરી દેવામાં આવ્યું હતુ.