અમદાવાદના રસ્તા પર હવે સર્કીટ-એસ નામની બીઆરટીએસ અને એએમટીએસની ઈલેકટ્રીક એસી બસો દોડશે. બેટરી સ્વોપ (બેટરી બદલી શકાય તેવી) ટેકનોલોજી વાળી દેશની પ્રથમ ઈલેકટ્રીકલ બસ અમદાવાદમાં શરૂ થશે. ૩૫ કિ.મી.નો આરટીઓથી આરટીઓ સુધીનો સકર્યુલર રૂટ એક જ વાર બેટરી ચાર્જ કરવાથી પુરો થશે. ત્યારબાદ ઈલેકટ્રીક બસ રાણીપ ડેપો પર ઉભી રહેશે. જયાં ૧૨૦ સેકન્ડમાં જૂની બેટરી કાઢી નવી બેટરી લગાવી દેવાશે.આ અંગે મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ જણાવ્યું કે, “એસ વર્જનના સ્પેશ્યલ ચાર્જિગ યુનિટમાં ગણતરીની મિનિટમાં બેટરી ચાર્જ થઈ જશે. લિથિયમ આઈઓન બેટરી બદલવા માટે તૈયાર થઈ જશે.મહત્વનું છે કે અગાઉ બેટરીથી ચાલતા મોપેડ બાદ હવે બેટરીથી ચાલતી બસને લઈ પ્રદુષણમાં પણ ઘણો ઘટાડો થશે. અને સાથે સાથે પેટ્રોલ-ડિઝલનો ઉપયોગ ઘટી જવાથી પેસેન્જરને પણ લાભ થશે. મહત્વનું છે કે, અમદાવાદમાં પ્રથમવાર આ બેટરીથી ચાલતી બસ શરૂ થવા જઈ રહી છે. ત્યારે અમદાવાદીઓમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. ટ્રાફિક સમસ્યા અને પ્રદૂષણને લઈ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું આ સરાહનીય પગલુ ખરેખર કેટલુ કારગત નિવડશે તે જોવું રહ્યું.