વર્ષ ૨૦૨૫માં ડિજીટલ ટેકનોલોજી મારફતે ભારતનું અર્થતંત્ર ૭૫,૦૦૦ કરોડે પહોંચે તેવી શકયતા: અમિતાબ કાંત
નીતિ આયોગના સીઈઓ અમિતાબ કાંતે આશા વ્યકત કરી છે કે, ડિજીટલ ટેકનોલોજી ક્ષેત્રે જો પીએલઆઈ સ્કીમનો મહત્તમ લાભ લેવામાં આવશે તો અર્થતંત્ર પૂર્ણત: વિકસીત થઈ શકશે. સાથો સાથ એ આશા પણ વ્યકત કરવામાં આવી છે કે, અર્થતંત્રને હાલ વિકસીત કરવા માટે સરકાર ડિજીટલ ટેકનોલોજીનો ઉપયોગ સૌથી વધુ પ્રમાણમાં કરતું જોવા મળે છે. અનુમાન લગાવવામાં આવ્યું છે કે, આગામી વર્ષ ૨૦૨૫માં ડિજીટલ ટેકનોલોજી મારફતે ભારતનું અર્થતંત્ર ૭૫,૦૦૦ કરોડને આંબશે.
હાલ કોવિડની પરિસ્થિતિને ધ્યાને લઈ દેશના અર્થતંત્રને ઘણી માઠી અસરનો સામનો કરવો પડ્યો છે. ત્યારે સરકારનું માનવું છે કે, આગામી સમયમાં જો વિકસીત થવું હોય તો ડિજીટલ ઈન્ફાસ્ટ્રકચરનો ઉપયોગ કરવો એટલો જ જરૂરી છે. કોવિડ સ્થિતિને ધ્યાને લેતા હવે ડિજીટલ ટેકનોલોજી ક્ષેત્ર પર ભારતનું વિશ્ર્વાસ સૌથી વધુ જોવા મળી રહ્યો છે. જેથી આવનારા સમયમાં દરેક ક્ષેત્રે ડિજીટલ ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ હાથ ધરવામાં આવશે. જેથી તેનો સીધો જ ફાયદો જે તે ક્ષેત્ર અને દેશના અર્થતંત્રને મળી શકે.
નીતિ આયોગના સીઈઓ અમિતાબ કાંતના જણાવ્યા મુજબ હાલ ભારતના સામાજીક ક્ષેત્રે અને હેલ્થ ક્ષેત્રે ઘણી ખરી પ્રગતિ જોવા મળી રહી છે ત્યારે જો આ ક્ષેત્રમાં ડિજીટલ ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ હાથ ધરવામાં આવશે તો તેનો ફાયદો ક્ષેત્રની સાથે ભારતને પણ મળતો રહેશે. અમિતાબ કાંતના જણાવ્યા મુજબ ઈલેકટ્રોનિક બજારમાં વૈશ્ર્વિકસ્તર પર ભારતનું ક્ધટ્રીબ્યુશન ૨ ટ્રીલીયન ડોલરનું છે. ત્યારે ગત ૨૦૧૨માં ભારત માત્ર ૧.૩ ટકા જ વૈશ્ર્વિક ઈલેકટ્રોનિક બજારમાં પોતાનું યોગદાન આપતું હતું જે વધુને ૩ ટકાએ પહોંચ્યું છે. જેથી સરકાર આ મુદ્દાને વધુને વધુ વેગ મળે તે માટે પ્રોડકટ લીંક ઈન્સેન્ટીવ સ્કીમને અમલી બનાવી અને જાહેરાત કરતા જણાવ્યું છે કે, આ યોજનાનો મહત્તમ લાભ લેવામાં આવે. ડિજીટલ ટેકનોલોજી ક્ષેત્રે ભારત અવ્વલ આવવા માટે ડિજીટલ ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરવો એટલો જ જરૂરી છે જે માટે સરકાર દ્વારા આ તમામ પગલા લેવામાં આવ્યા છે.