માન્યતા ન હોવા છતાં કરોડો રૂપિયાના ટ્રાયલો થઈ ગયા !!!
ભારત આરોગ્ય ક્ષેત્રે ઝડપભેર આગળ વધી રહ્યું છે પરંતુ ચોંકાવનારી વાત સામેએ આવી કે, દેશનું ક્લિનિકલ ટ્રાયલ રજીસ્ટ્રી માન્યતા વિહોણું છે જે સમય મર્યાદા અને જે માન્યતા માં વધારો થવો જોઈએ તે થયો નથી અને તેના કારણે કરોડો રૂપિયાના ટ્રાયલો વણ નોંધાયેલા કર્મચારીઓ દ્વારા કરવામાં આવ્યા છે જેનો રેકોર્ડ પણ મેન્ટેન થયો નથી જે ખરા અર્થમાં ખૂબ જ મોટી ચોંકાવનારી વાત છે.
એટલું જ નહીં સરકારે સીટીઆરઆઈના અધિકારીઓ નું પણ એક્સટેન્શન વધાર્યું નથી. તાપણ પેલી જુલાઈથી પાંચમી ઓગસ્ટ સુધી 1000 થી વધુના ક્લિનિકલ ટ્રાયલો થઈ ચૂક્યા છે. સમગ્ર દેશ માંથી સિટીઆરાઆઈને અનેક વિધ અરજીઓ મળી રહી છે. પરંતુ માન્યતા ન મળવાના કારણે ઘણા પ્રશ્નો ઉદ્ભવિત થઈ રહ્યા છે અને કરોડો રૂપિયાના જે ટ્રાયલો થયા તે અંગેની કોઈપણ માહિતી હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. આ સંસ્થા પાસે 45 હજારથી વધુ ના નોંધાયેલા ટ્રાયલો છે ત્યારે સરકાર જો વધુ માન્યતા વધારે તો તેના ઘણા ખરા ફાયદાઓ મળી રહેશે. દ્વારા 2007 થી ત્રણ વર્ષ માટે પાયલોટ પ્રોજેક્ટ તરીકે ઉભો કરવામાં આવ્યો હતો.
હજુ પણ તેને જે માન્યતા મળવી જોઈએ તે મળી નથી. તમે ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા એ વાતની સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે સપ્ટેમ્બર 15, 2009 થી દરેક ક્લિનિકલ ટ્રાયલ ને નોંધવામાં આવશે અને જેનો ડેટા પણ રખાશે. નિર્ણય બાદ કેન્દ્ર સરકાર દ્વારા સંસ્થાની માન્યતા સમયાંતરે વધારવામાં આવતી હતી પરંતુ છેલ્લે જૂન મહિનામાં તેની માન્યતા ને વધારો ન આપવા બાદ પણ હજારોની સંખ્યામાં ક્લિનિકલ ટ્રાયલો થયા હોવાનું સામે આવ્યું છે.
અહીં જે પણ ક્લિનિકલ ટ્રાયલની નોંધણી થાય છે તેને લોકો ગમે ત્યારે જોઈ શકે છે અને તે ડેટાનું એક્સેસ પણ મેળવી શકે છે. આ સંસ્થા પ્રોજેક્ટ મોડ ઉપર ચાલી રહી છે ત્યારે હવે જો તેને સંપૂર્ણ માન્યતા આપવામાં આવે તો ઘણા ખરા પ્રશ્નો જે ઉદભવિત થઈ રહ્યા છે તેનું નિવારણ આવી જશે સાથોસાથે માંગણી પણ થઈ રહી છે કે તેને આઈસીએમઆર માં પણ સ્થાન આપવામાં આવે. ભારત સમગ્ર વિશ્વમાં આરોગ્ય ક્ષેત્રે દિન પ્રતિદિન પ્રગતિ કરી રહ્યું છે ત્યારે સરકાર દ્વારા આ મહત્વપૂર્ણ નિર્ણય ઝડપભેર લેવામાં આવશે તો તેના ઘણા ખરા ફાયદા દેશને જ મળશે.