બુંદ સે ગઈ હોજ સે નહિ આતી…. દેશભરની હોસ્પિટલોમાં પ્રાણવાયુના અભાવને કારણે કેન્દ્ર સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે. રોડ, રેલ્વે બાદ હવે સરકારે કુત્રિમ પ્રાણવાયુ થકી કોરોનાગ્રસ્ત દર્દીઓમાં પ્રાણ પુરવા સેનાને પણ મેદાને ઉતારી દીધી છે. દેશભરમાં જાણે ઓક્સિજન ઇમર્જન્સી આવી પડી હોય તેવી ગંભીર આપદા ઊભી થઈ છે. પ્રાણવાયુ પહોંચાડી લોકોના જીવ બચાવવા હવે ભારત વિદેશોના સહારે થયું છે. પ્રાણવાયુ હચમચાવી દેતા જર્મનીથી 23 પ્લાન્ટ હવાઈ માર્ગેથી મંગાવાની નોબત આવી પડી છે. ભારત ઓક્સિજનમાં ક્યારે આત્મનિર્ભર થશે ?? પ્રાણવાયુ ખૂટતા આવા પ્રશ્નો પણ ઉઠ્યા છે.
ભારતમાં ઓક્સિજનની અછતને પૂરવા એક મોટો પ્લાન્ટ શરૂ કર્યો છે. સંરક્ષણ મંત્રાલયે જર્મનીથી 23 મોબાઈલ ઓક્સિજન પ્લાન્ટને એરલિફ્ટ કરવાનો નિર્ણય લીધો છે. જેમાં એક મિનિટમાં 40 લિટર ઓક્સિજન અને દર કલાકે 2400 લિટર ઓક્સિજન ઉત્પન્ન થશે. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ પ્લાન્ટ સશસ્ત્ર દળ તબીબી સેવા(AFMS) હોસ્પિટલમાં સ્થાપિત કરવામાં આવશે. અહેવાલો અનુસાર, ‘ઓક્સિજન પ્લાન્ટ એક અઠવાડિયામાં આવી શકે છે.’ જોકે કેટલાક મીડિયા રિપોર્ટમાં એવું કહેવામાં આવ્યું છે કે, ‘ભારતીય વાયુસેનાને જર્મનીથી પ્લાન્ટ લાવવા વિમાન તૈયાર રાખવાની સૂચના આપવામાં આવી છે.’
સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા ‘એ ભારત ભૂષણ બાબુ’એ જણાવ્યું કે, ‘જર્મનીથી 23 મોબાઇલ ઓક્સિજન પ્લાન્ટ્સની આયાત કરવામાં આવશે. આ પ્લાન્ટ AFMS હોસ્પિટલોમાં Covid-19ના દર્દીઓની સારવાર માટે ઉપીયોગ કરવામાં આવશે. આ પ્લાન્ટને એક અઠવાડિયાની અંદર ભારત લાવવામાં આવશે. ‘ઓક્સિજન પહોંચાડવા માટે ગ્રીન કોરિડોર બનાવેલા રાજ્યોને કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ, તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને ઓક્સિજન વહન કરતા ટેન્કરો અને તેમના આગમન માટે ગ્રીન કોરિડોરની પૂરતા પ્રમાણની સુરક્ષા બાબતે પત્ર લખ્યો છે.