કટોકટીની ૪૫મી વરસીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું લોકતંત્ર આપણી સંસ્કૃતિ, આપણો વારસો છે
૨૫ જૂન ૧૯૭૫ના રોજ દેશમાં કટોકટી જાહેર કરવામાં અવી હતી કટોકટીના ૪૫ વર્ષ પૂરા થયા એ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે આજથી ઠીક ૪૫ વર્ષ પહેલા દેશ પર કટોકટી ઠોકી બેસાડવમાં આવી હતી એ સમયે ભારતની લોકશાહીની રક્ષા માટે જે લોકોએ સંઘર્ષ કર્યો યાતના સહન કરી એ લોકોને મારા શતશત નમન એમના ત્યાગ અને બલિદાનને દેશ કયારેય નહી ભૂલે.
વડાપ્રધાને જણાવ્યું કે જયારે દેશમાં કટોકટી જાહેર કરવામાં આવી ત્યારે તેનો વિરોધ ફકત રાજકીય જ નહોતો. આંદોલન જેલના સળીયા પાછળ ધકેલાઈ ગયા હતા એકએક નાગરિકના મનમાં આક્રોશ હતો ખોવાઈ ગયેલી લોકશાહીની તડપ હતી ભૂખની કોઈને જાણ નહોતી. સામાન્ય જીવનમાં લોકશાહીનું શું મહત્વ છે? એ ત્યારે જ ખબર પડે જયારે લોકશાહીના અધિકારો છીનવાઈ ગયા.
કટોકટી વખતે દેશના લોકોને લાગતું હતુ કે તેમનું કંઈક છીનવાઈ ગયું છે. જેનો તેમણે હજુ ઉપયોગ કર્યો નથી. એ છીનવાઈ જતા તેનું દર્દ હતુ. ભારત ગર્વ સાથે કહે છેકે કાયદા કાનૂનથી દૂર એવી લોકશાહી અમારા સંસ્કાર છે. લોકશાહી અમારી સંસ્કૃતિ છે. વારસો છે. આ વારસને લઈને જ આપણે પાલન પોષણ મેળવીને જ વધ્યા છીએ.
કેન્દ્રીય મમંત્રી રવિશંકર પ્રસાદે જણાવ્યું કે ૨૫ જૂને ૧૯૭૫નાં રોજ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની આગેવાની હેઠળ કોંગ્રેસ સરકાર દ્વારા દેશમાં કટોકટી લગાડવામાં આવી હતી. લોકનાયક જય પ્રકાશ નારાયણ, ભારત રત્ન અટલ બિહારી વાજપેયી, લાલકૃષ્ણ અડવાણી, ચંદ્રશેખર અને ભારતનાં લાખો લોકો સહિત પ્રમુખ વિપક્ષી નેતાઓની ધરપકડ કરવામાં આવી હતી. કટોકટીના દિવસોને યાદ કરતા પ્રસાદે જણાવ્યું કે ભારતના લોકોએ ૧૯૭૭ની ચૂંટણીમાં કોંગ્રેસપક્ષના વિરોધમાં મોટા પાયે મતદાન કર્યું અને તે એટલે સુધી કે ખૂદ વડાપ્રધાન ઈન્દિરા ગાંધી પણ હારી ગયા હતા અને કેન્દ્રમાં પહેલી વખત બિન કોંગ્રેસી સરકાર આવી હતી. બિહારમાં જે.પી. આંદોલનના કાર્યકર્તાના રૂપમાં કટોકટી વિધ્ધ લડાઈ લડવામાં હું પણ લડવામાં ભાગ્યશાળી બન્યો હતો.
કોંગ્રેસ પક્ષ પર નિશાન સાધતા રવિશંકર પ્રસાદે જણાવ્યું હતુકે આજનો દિવસ કોંગ્રેસના બિન લોકશાહી વ્યવહાર સામે ભારતનાં લોકોના વીર બલિદાનોને યાદ કરવાનો છે. નવી પેઢીઓ સાચો શબક શીખવાનો છે.