દેશના દરેક પરિવારોને વીજળી પહોચાડવાની મોદી સરકારની મહત્વાકાંક્ષી યોજના પૂર્ણ થવામાં હવે ‘બે કદમ’ની દૂરી
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની કેન્દ્ર સરકાર દેશના તમામ પરિવારોને રોટી, કપડાઅને મકાન જેવી પાયાની જરૂરિયાતો પૂરી પાડવા જહેમત ઉઠાવી રહી છે. આવી જ એક માળખાકીય જરૂરિયાત વીજળીકરણ પર મોદી સરકારે શ્રેષ્ઠ કામગીરી કરતા દેશના ૯૯.૯ ટકા ઘરોમાં વીજળી પહોચી ગઈ છે હવે માત્ર ૦.૧ ટકા એટલે કે ૨૮,૫૦૦ ઘરોમાં વીજળીકરણ કરવાનું બાકીરહ્યું છે. દેશના પાંચ જિલ્લાઓમાં બાકી રહેલા આ વીજળીકરણ કરવાની કામગીરી પૂરજોશમાં ચલાવવામાં આવી રહી છે. જેથી આ કામગીરી પૂર્ણ થતા જ દેશ આખાના તમામ પરિવારો વીજળીથી પ્રજજવલીત થઈ જશે.
કેન્દ્ર સરકાર દ્વારા દેશના તમામ ગામડાઓનો પ્રત્યેક ઘરોમાં વીજ સુવિધા કામગીરી કરવામાં આવી રહી છે. સરકારી વેબસાઈટ પર હજુ કરવામાં આવેલા અહેવાલમાં જણાવાયું છે કે રાજસ્થાનના ઉદેયપૂરમાં ૮૮૦૦ અને છતીસગઢમાં ૨૦,૦૦૦ ઘરોમાં વીજળી પહોચાડવાની જરૂરીયાત પૂરી થઈ જાય એટલે દેશમાં દરેક જીલ્લામાં ઘરે ઘરે વીજળી પહોચાડવાનું લક્ષ્ય પૂરૂ થઈ જશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ અમારા જીવનમાં પ્રકાશ પાથર્યો છે. જે આ જોઈ નથી શકતા તે ખરેખર આંધળા છે. તેવું અકે નાગરીકે શોશ્યલ મીડીયા પર ટવીટ કરી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિકાસના કાર્યની પ્રશંસા કરીને તેમના ટીકાકારો પર પ્રહારો કર્યા હતા.
દેશના તમામ ગામડાઓને સંપૂર્ણ વીજળીકરણ અને ઘરે ઘરે વીજ પૂરવઠો પહોચાડવાનો સરકારનોલક્ષ્ય આ મહિનાનાઅંત સુધીમાં જ પૂરો થઈ જશે હવે માત્ર ૮૬૦૦ કનેકશન રાજસ્થાનના ઉદેયપૂર જિલ્લામાં અને છત્તીસગઢાં ૨૦,૦૦૦ ઘરોમાં ઘર વપરાશનીલાઈટના કનેકશન પહોચી જાય એટલે દેશમાં ૧૦૦% વીજળીકરણની સિધ્ધિ ‘નમો’ સરકારના નામે લખાઈ જશે.
બીજાપુર, નારાયણપૂર દાંતેવાડા સુકમા જેવા દૂર દૂરાજના જીલ્લાઓમાં ૫૫૩ ગામડાઓમાં સરકારની વીજળીકરણની કામગીરી માટે તંત્ર સાબદુ બન્યું છે.
દેશભરનાં તમામ ઘરોમાં વીજળી પહોચાડવાના અભિયાન અંતર્ગત અઢી કરોડ પરિવારોને ઘર વપરાશના ઘરના મીટર આપવાનું લક્ષ્ય પૂરૂ કરવા માટે માર્ચ મહિનાની ડેડલાઈટ નકકી કરવામાં આવી હતી.
સરકારનું આ લક્ષ્ય પૂરૂ કરવા માટે યુધ્ધના ધોરણે કામ ગીરી હાથ ધરવામાં આવી છે. કેટલીક વીપરીત પરિસ્થિતિઓ અને સંજોગો વસાત ઉભા થયેલા પડકારો વચ્ચે દેશના તમામ વિજ વાંચ્છુ અરજ અરજદારોને વીજળી પહોચાડવાના આ અભિયાનમાં બાકી રહેલા ૧૯૬૧૪ ગામડાઓની વીજ કામગીરી પૂરી કરવાનું અભિયાન હવે માર્ચ મહિના સુધીમાં સંપૂર્ણ સિધ્ધ થઈ જશે.
સરકારના ઉર્જામંત્રી આર.કે.સિંહએ રાજયસરકારોની પોત પોતાના રાજયમાં વીજળીકરણની કામગીરીને વેગવંતી બનાવવા હિમાયત કરી છે. ઉર્જા મંત્રાલયના સતાવાર સુત્રોએ જણાવ્યુંં હતુ કે અમને ૨.૪૮ કરોડ પરિવારોને મીટર આપવાનું લક્ષ્ય આપવામાં આવ્યુંતુ જે પૂર્ણતાને આરે છે.
દેશના તમામ ઘરમાં વીજળી પહોચાડવાની વડાપ્રધાન સૌભાગ્ય યોજના નરેન્દ્ર મોદીની કેન્દ્ર સરકારની મહત્વકાંક્ષી પરિયોજના પૈકની એક ગણવામાં આવે છે. આ યોજના પુરી કરવાક તંત્રને ડિસેમ્બર મહિનાની ડેડ લાઈટ આપી હતી પરંતુ કરોડો અરજદારોના ઘર સુધી પહોચવા માટે માર્ચ મહિના સુધીમાં આ યોજના પરી કરવાનું નકકી કરવામાં આવ્યું છે.
આ યોજના શરૂ કરવામાં આવી ત્યારે દેશમાં ૪ કરોડ પરિવારોને વીજળીની સુવિધા મળી ન હોવાનો સર્વેમાં સાબીત થયું હતુ.
ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ પરિવારોને આ યોજનાનો લાભ મળવાનો બાકી હતો. તંત્રએ આ પડકાર જીલીને તમામ અરજદારોને કનેકશન આપવા માટે છેવાડાના ગામડાઓ અને દૂરના વિસ્તારો સુધી વીજળી પહોચાડવા માટે સ્થાનિકા તંત્રની મદદથી આ કામગીરી યુધ્ધના ધોરણે ઉપાડી લીધી હતી હવે માત્ર ૨૮,૦૦૦ ઘરોમાં વિજળી પહોચી જાય એટલે સરકારે નિર્ધારીત કરેલુ લક્ષ્ય ૧૦૦% સિધ્ધ થઈ જશે.