૨૦૦૫ની સરખામણીમાં એનર્જી ઈન્ટેન સિટીમાં ૨૦ ટકાનો જોવા મળ્યો ઘટાડો
ભારત દેશે વર્ષ ૨૦૧૮-૧૯માં ૮૯,૧૨૨ કરોડ રૂપિયાની બચત કરી છે કે જે વર્ષ ૨૦૦૫ની સરખામણીમાં અનેકગણુ વધુ હોવાનું પણ સામે આવ્યું છે. વર્ષ ૨૦૦૫માં એનર્જી ઈન્ટેન સીટીમાં ૨૦ ટકા જેટલો ઘટાડો નોંધાયો છે ત્યારે વર્ષ ૨૦૩૦ સુધીમાં એનર્જી ઈન્ટેન સીટીનો ટાર્ગેટ ૩૩ થી ૩૫ ટકા ઘટાડવાનો પણ નિર્ધાર કરવામાં આવ્યો છે જે વર્ષ ૨૦૦૫માં ૨૦ ટકા જેટલો રહ્યો હતો. એનર્જી ઈન્ટેન સીટીનું માપ જાણવું અત્યંત જરૂરી છે એટલે કે એક યુનિટનાં આઉટપુટમાં કેટલી ઉર્જાની જરૂરીયાત છે જે એનર્જી ઈન્ટેન સીટીને ઉદભવિત કરે છે. બ્યુરો ઓફ એનર્જી એફીસીયન્સી દ્વારા વર્ષ ૨૦૧૮-૧૯માં ૮૯,૧૨૨ કરોડ રૂપિયાની બચત કરી હોવાનું ઉર્જામંત્રી આર.કે.સિંગે જણાવ્યું હતું.
બુકનાં વિમોચન પ્રસંગે ઉર્જા મંત્રી આર.કે.સિંગે જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૩૦ સુધીમાં ઉર્જાની તિવ્રતાથી જે ઉર્જાનો લોસ થતો હોય છે તેમાં ૩૩ થી ૩૫ ટકા જેટલો ઘટાડો કરવા માટેનો નિર્ધાર કરવામાં આવ્યો છે. વર્ષ ૨૦૦૫માં આજ મુદ્દે ઉર્જા મંત્રાલય દ્વારા ૨૦ ટકા જેટલો ઘટાડો નોંધાયો હતો જે ખુબ જ સારી બાબત કહી શકાય. રીપોર્ટમાં એ વાતની પણ સ્પષ્ટતા થઈ રહી છે કે, એનર્જી ઈન્ટેન સીટીમાં ઘટાડો થતાની સાથે જ કાર્બન ડાયોકસાઈડનાં ઈમીશનમાં પણ અનેકગણો ઘટાડો નોંધાયો છે. આ તમામ પગલાઓને ધ્યાને લઈ ઉર્જા વિભાગે વર્ષ ૨૦૧૮-૧૯માં ૧૧૩.૧૬ બિલીયન યુનિટસનો બચાવ કર્યો છે જે નેટ ઈલેકટ્રીકસીટી વપરાશનાં ૯.૩૯ ટકા હોવાનું પણ સામે આવ્યું છે. વર્ષ ૨૦૧૮-૧૯માં કુલ ઉર્જાનો જે બચાવ થયો છે તે ૨૩.૭૩ મિલીયન ટન ઓફ ઓઈલ ઈકવીવેલેન્ટ હોવાનું પણ સામે આવ્યું છે જે પ્રાઈમરી ઉર્જા ક્ષેત્રનાં ૨.૬૯ ટકા હોવાનું સામે આવ્યું છે.
ઔધોગિક ક્ષેત્રે ઈન્ડસ્ટ્રીઝ ક્ધઝમશનમાં અનેકગણો ઘટાડો નોંધાયો છે જેથી એક તરફ એનર્જીનો પણ બચાવ થયો છે. આ બચાવ ઉર્જા માટે અત્યંત અસરકર્તા તો છે જ પણ સામે અર્થવ્યવસ્થાને લઈ ઘણી ખરી તકલીફનો પણ સામનો દેશની અર્થવ્યવસ્થાને કરવો પડયો છે. હાલ લોકડાઉનનાં પગલે વિજળીની માંગમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. ઉર્જાને લઈ તમામ મુદાઓને ધ્યાને લેતા ૮૯,૧૨૨ કરોડ રૂપિયાની બચત થઈ હોવાનું પણ સામે આવ્યું છે જે દેશની અર્થવ્યવસ્થા માટે આશીર્વાદરૂપ સાબિત થશે. આ તમામ પગલાઓને લઈ કાર્બન ડાયોકસાઈડમાં પણ ૧૫૧.૭૪ મિલીયન ટનની ઘટ જોવા મળી છે જે વર્ષ ૨૦૧૭-૧૮માં ૧૦૮ મિલીયન ટન રહેવા પામી હતી.