ભારતમાં સરકારે ગયા વર્ષે નોટબંધીની જાહેરાત કર્યા બાદ વેનેઝુએલાએ પણ તેની કેટલીક જૂની કરન્સી નોટ અમાન્ય જાહેર કરી હતી. જોકે હવે આ દેશની આર્થિક સ્થિતિ સતત ડામાડોળ થઈ રહી છે. દેશમાં વધી રહેલી મોંઘવારી અને ફુગાવાની સ્થિતિને નિયંત્રણમાં લેવા માટે વેનેઝુએલાની સરકારે ૧ લાખની નવી બોલિવર નોટની જાહેરાત કરી છે. એક વર્ષ પહેલાં આ દેશની સૌથી મોટી કરન્સી નોટ ૧00 બોલિવર હતી. આ અઠવાડિયે નવી 1,00,000 બોલિવર નોટ આવશે. બ્લેક માર્કેટ ડીલિંગમાં અમેરિકન કરન્સીમાં આ નોટની કિંમત ૨.૫૦ ડોલરથી પણ ઓછી હશે. જોકે નિકોલસે કામદારોના લઘુતમ વેતનમાં 30 ટકાના વધારાની પણ જાહેરાત કરી છે. આ નોટ પર અર્થશાસ્ત્રીઓએ ચિંતા વ્યક્ત કરી છે. અર્થશાસ્ત્રીઓએ ચેતવણી આપી છે કે, નિકોલસ મદુરોની આ જાહેરાતથી દેશની આર્થિક સમસ્યામાં સુધારો થવાને બદલે ફુગાવો વધવાની સંભાવના છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.