મધરાત્રે રાહુલ ગાંધીએ કેન્ડલ માર્ચ કરી શોક વ્યકત કર્યો: મંદીરમાં નશીલો પદાર્થ આપી માસુમ બાળકી પર દુષ્કર્મ કરાયું
માનસિકતાનું છાંકટાપણું એટલી હદે વધી રહ્યું છે કે તેઓ નાના બાળકોને પણ નથી બક્ષતા, જમ્મુ કાશ્મીરના કઠુઆ જીલ્લામાં ૮ વર્ષની માસુમ બાળકીનું જાન્યુઆરીમાં અપહરણ કરીને મંદીરમાં ગોંધી રાખીને કેટલાક નરાધમો દ્વારા ગેંગરેપ કરવાની ઘટનાએ આખા દેશને હચમચાવી દીધો છે. આ પૂર્વ પણ દિલ્હીની બસમાં થયેલા ગેંગરેપને લોકો ભૂલી શકયા નથી.
ત્યારે હવસખોરોનો આતંક અને છાંકટાપણું વાયુ વેગે વકરી રહ્યું છે યુવતિઓ સહીત નાના બાળકો પણ સુરક્ષિત નથી. દુ:ખદ ઘટના કહેવાય પરંતુ આઠ વર્ષની બાળકી આસિફા સાથે હવસખોરોએ દુષ્કર્મ આર્ચયો હતો અને નાની ફૂલ જેવી બાળકીને નીશીલો પદાર્થ પણ આપવામાં આવ્યો હતો. કરુણતાની હદ તો ત્યારે વટે છે જયારે ગેંગરેપ બાદ માથા અને ચહેરા પર પથ્થરો મારીને ૮ વર્ષની બાળકીની હત્યા કરી દેવામાં આવી સમગ્ર ઘટનાની નોંધ દેશ-વિદેશમાં લેવાઇ છે. તંત્રની બેદરકારી કહેવી કે લાચારી પરંતુ પોલીસે આ કેસમાં ચાર મહિના બાદ ચાર્જશીટ દાખલ કરી હતી. આ અંગે કેન્દ્રીય પ્રધાન વી.કે.સિંહે કહ્યું કે કઠઆમાં આઠ વર્ષની બાળકી સાથે જે બન્યું તે જોઇને લાગે છે કે માનવી હોવું ગાળ છે. જાનવરો પણ ઘણાં સારા હોય છે. અપરાધીઓને એવો દંડ મળવો જોઇએ કે પેઢીઓ સુધી યાદ રહે વિદેશી મીડીયાએ પણ કઠુઆ ગેંગરેપની ઘટનાના આક્રમક પ્રત્યાઘાતો આપ્યા હતા. અને ભારતનો ધાર્મિક કટ્ટરવાદ સામે આવ્યો હોવાની ટીકા કરી હતી. ન્યુર્યોક ટાઇમ્સે ભારતમાં કેવી રીતે કોમવાદ વકરી રહ્યો છે. તેનો ચિતાર આવ્યો હતો. સમગ્ર ઘટના એવી રીતે બની હતી કે સન્જી રામ નામના વ્યકિતના
ભત્રીજાને બકરવાલો દ્વારા મારવામાં આવ્યો હતો. માટે તેણે પોતાના ભત્રીજાને તેનો બદલો લેવા માટે ઉશ્કેર્યો અને તેણે યૌસાફ બકરવાલની બાળકી આસિફાનું અપહરણ કરવાની સલાહ આપી. કિશોરે તેના મિત્ર પર્વેશ કુમાર ઉર્ફે ‘મનુ’ ને પોતાનો પ્લાન સમજાવ્યો.
કિશોર અને તેનો મિત્ર મનુ હિરાનગરમાં આસિફા પર નજર રાખવાના બાહને દવાઓની ખરીદી કરતા. કિશોર તેમજ તેના અંકલ સન્જી રામે આસિફાને જોઇ અને તેણે પોતાના પુત્ર વિશાલને પણ જાણ કરી વિશાલ ૬ વાગ્યે સવારે રસાનાથી મેરુત પહોચે છે. અપહરણની શંકા જતા બકરવાલ આસિફાની શોધ ખોળ શરુ કરે છે. પોલીસને જાણ થઇ જતાં રામ તેને ૧.૫ લાખ રૂપિયાની લાંચ આપી તેનું મોં બંધ કરાવી દે છે.
૧૩ જાન્યુઆરીના રોજ સવારે સાડા આઠ વાગ્યે વિશાલ અને તેના િ૫તા સહીત મનુ મંદીરે પહોચે છે. વિશાળ આસિફા પર બળાત્કાર કરે છે ત્યારબાદ કિશોર અને મનુ પણ દુષ્કર્મ આચરે છે. સાંજે રામ કહે છે કે હવે આસિફાને મારી નાખો ત્યારે તેને મંદીરમાં પુરી દેવા બાદ આસિફાના પિતા મંદીરે તપાસ માટે પહોંચે છે. અને સન્જી રામને તેની ખોવાયેલી બાળકી અંગે પુછતા જવાબ મળે છે કે તે કદાચ બીજે કયાંક ગઇ હશે. જયારે તેના વાલીઓ મંદીરે પહોંચે તે પહેલા જ દિપક, વિશાલ આસિફાના માથામાં પથ્થરથી મારી તેને જંગલમાં દાંટી દે છે. કઠુઆના રેપ કેસની ઘટનાને લઇ કોંગ્રેસ અઘ્યક્ષ રાહુલ ગાંધીએ પાર્ટીના સમર્થકો સાથે મધરાત્રે દિલ્હીમાં કેંડલ માર્ચ કર્યુ હતુઁ. રાહુલની સાથે કોંગી નેતાઓ અને વરિષ્ઠ કાર્યકરો પણ જોડાયા હતા. આ માર્ચમાં રાહુલ ગાંધીની બહેન પ્રિયંકા ગાંધી અને તેના પતિ રોબર્ટ વાડ્રા પણ હાજર રહ્યા હતા.
દિલ્હીમાં માનસિંહ રોડથી શરુ કરાયેલી કેંડલ માર્ચ ઇન્ડિયા ગેટ પર પૂર્ણ કરવામાં આવ્યો હતો. મિડનાઇટ કેન્ડલ માર્ચ જોતા જ સુરક્ષનો પ્રબંધ કરાયો હતો. રાહુલ ગાંધીએ કહ્યું કે દેશમાં મહીલાઓ સાથે જે ઘટનાઓ બની રહી છે તેના પર સરકાર કાર્યવાહી કરે ભારતીય મહિલાઓએ આજે પણ રાત્રે ઘરની બહાર નીકળતા પહેલા વિચારવું પડે છે. હિન્દુસ્તાનની મહિલાઓની શાંતિ માટે સરકારે તત્કાલ નિર્ણયો લેવા જોઇએ.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,