- છત્તીસગઢમાં 9 માઓવાદીઓએ આત્મ સમર્પણ કર્યું
- 9 માંથી 23 લાખ રૂપિયાનું ઈનામ ધરાવતા ચાર માઓવાદીઓનો સમાવેશ
છત્તીસગઢના બીજાપુરમાં માઓવાદીઓની સૌથી શક્તિશાળી બટાલિયન પીએલજીએ બટાલિયન (પીપલ્સ લિબરેશન ગેરિલા આર્મી (પીએલજીએ)) ના 9 માઓવાદીઓએ આત્મસમર્પણ કર્યું છે. બીજાપુર પોલીસના જણાવ્યા અનુસાર, છત્તીસગઢ સરકારની પુનર્વસન નીતિથી પ્રભાવિત થઈને આત્મસમર્પણ કરનારા માઓવાદીઓએ આ નિર્ણય લીધો છે. જેમાં કુલ 23 લાખ રૂપિયાનું ઈનામ ધરાવતા ચાર માઓવાદીઓનો સમાવેશ થાય છે, તેમણે સુરક્ષા દળો સમક્ષ આત્મસમર્પણ કર્યું. તેમાં 8 લાખ રૂપિયાનું ઈનામ ધરાવતા લક્ષ્મી માડવી સહિત પુલી ઇરપા, ભીમે મડકમ, રમેશ કરમ એ ટોચના માઓવાદી હિડમાના સહયોગીઓ છે, જેઓ વિવિધ માઓવાદી પ્રવૃત્તિઓમાં સામેલ હતા. આ ઉપરાંત અન્ય પાંચ – હુંગા મંડાવી, રામા પુનેમ, દેવા મડકમ, રામલુ ભંડારી અને સિંગા મંડાવી – પણ માઓવાદી પ્રવૃત્તિઓમાં સામેલ રહ્યા છે.
આ સાથે આ વર્ષે બીજાપુરમાં લગભગ 40 માઓવાદીઓએ આત્મસમર્પણ કર્યું છે, 56 કેડરોને ઠાર મારવામાં આવ્યા છે અને 101 નક્સલીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું હતું કે કેડર આત્મસમર્પણ કરનારા નક્સલીઓ માટે નવી પુનર્વસન નીતિ અને સરકારની નિયાદ નેલ્લાનાર યોજના હેઠળ રહેવાસીઓને મળતા લાભોથી પ્રેરિત અને પ્રભાવિત હતા. બસ્તર ક્ષેત્રમાં શરૂ કરાયેલ નિયાદ નેલ્લાનારનો ઉદ્દેશ્ય નક્સલ પ્રભાવિત ગામડાઓ અને તેના આદિવાસી લોકો સુધી મૂળભૂત સુવિધાઓ અને કલ્યાણકારી પ્રોજેક્ટ્સના લાભો પહોંચે તે સુનિશ્ચિત કરવાનો છે.