યુવાઓ તેમની પ્રતિભાથી દેશની પ્રગતિમાં સહભાગી બની તેમના શિક્ષકો-ગુરુઓને પણ ગૌરવ અપાવે તેમ સાંસદ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલ એ માણાવદર ખાતે જે.એમ.પાનેરા શૈક્ષણિક સંકુલના 32 માં સ્થાપના દિને વિદ્યાર્થીઓને આહવાન આપ્યું હતું. આ પ્રસંગે મહંત મુક્તાનંદ બાપુ તેમજ અગ્રણીઓ ઉપસ્થિતિ રહ્યા હતા. ઉજવાયમાણાવદર કેળવણી મંડળ સંચાલિત જે.એમ. પાનેરા કોલેજ અને આદિત્ય સ્કૂલના 32 માં સ્થાપના દિનની ઉજવણીમાં નવસારીના સાંસદ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે સાંસદ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ પ્રગતિ કરી નવી ઊંચાઈ સાથે ઉન્નતિના માર્ગે છે, ત્યારે વડાપ્રધાન ના અભિયાનને સાર્થક કરવા યુવાઓ તેમની પ્રતિભા થકી દેશની ઉન્નતીમાં સહભાગી બની તેમના શિક્ષકો ગુરુઓને પણ ગૌરવ અપાવે. આ તકે તેઓએ સંસ્થાના સ્થાપક જેઠાભાઈ પાનેરાની શૈક્ષણિક સેવાઓને બિરદાવી યુવાઓને શ્રેષ્ઠ શિક્ષણ મળે અને સર્વાંગી વિકાસ થાય તે માટે કરવામાં આવી રહેલા પ્રયાસો ની આવકાર્યા હતા. આ પ્રસંગે સી.આ ર.પાટીલની હસ્તે તેજસ્વી વિદ્યાર્થી ભાઈ-બહેનોનું સન્માન કરવામાં આવ્યું હતું. તથા સંસ્થા વતી જ્ઞાનતુલા સ્પર્ધાત્મક પરીક્ષાના પુસ્તકોથી કરવામાં આવી હતી. જે પુસ્તકો સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓને આપવામાં આવશે.