શિબિરમાં આવેલા સુપ્રીમ કોર્ટના સીટીંગ જસ્ટીસ સહિત અનેક ક્ષેત્રની વિભૂતિઓના આગમનથી વિદ્યાર્થીઓમાં દેશભકિત માટે ઉત્સાહ વઘ્યો
કાયમી વર્તનમાં દેશભકિત ન લાવો તો દેશ લાંબો સમય ટકી શકે નહી તેવું ‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન સ્વામી ધર્મબંધુજીએ કહ્યું હતુ. પ્રાંસલા શિબિરમાં ‘અબતક’એ આપેલા સહકાર બદલ તેમણે આભાર વ્યકત કર્યો હતો. અને મેનેજીંગ એડિટર સતિસકુમાર એસ. મહેતાનું શાલ ઓઢાડી સન્માન કર્યું હતુ.
ધર્મબંધુજીએ અબતક સાથે વાતચીત કરતા જણાવ્યું હતુ કે, મારી ૨૨ શિબિર અત્યાર સુધી થઈ છે.તેમાની આ સૌથી શાંતિ વાળી અને સહયોગ વાળી શિબિર હતી. નોર્થઈસ્ટમાં ઘણી સમસ્યાઓ હોવા છતા પણ ઘણા લોકો વિમાનમાં મુસાફરી કરી શિબિરમાં આવ્યા હતા તમીલનાડુથી ૧૦૦થી પણ વધુ વિદ્યાર્થીઓ આવ્યા હતા તે આ શિબિરનું મહત્વ સમજે છે. કર્નાટકથી સાયન્સ અને એમ.બી.બી.એસ.નો અભ્યાસ કરતા હોય તેવા ૧૫૦થી પણ વધુ વિદ્યાર્થીઓ આવ્યા હતા લોકોને આ શિબિરનું મહત્વ સમજાયું હતુ માટે તે ઉત્સાહી હતા અમારી શિબિરમાં ઘણા મોટા મહાનુભાવો એ પણ હાજરી આપી હતી. ઈસરોના ડાયરેકટર યશ બાલાક્રિશ્ર્ન ડી.જી.એમ.ડાયરેકટર એમસના ડાયરેકટર રણદીપ ગુલેરીયા તેમજ સુપ્રીમ કોર્ટના સીટીંગ જજ પણ અમારી શિબિરમાં ઉપસ્થિત રહ્યા હતા બે બે સ્ટેટના રાજયપાલ બે રા રોકાણ કર્યું હતુ તેમજ સૈન્યના વિવિધ લેફટીનેન્ટ, જનરલ અને દેશના મોટા વૈજ્ઞાનિકોએ પણ હાજરી આપી હતી ઈસરો ફમિશીના રીતુ ખરીંહાલ જે મંગલયાન પ્રોજેકટના ડાયરેકટર, ચંદ્રયાનના પ્રોજેકટ ડાયરેકટર હતા ડો. બિ.જે. લક્ષ્મી જે વિશ્ર્વવિખ્યાત છે. આ મહાનુભાવો અમારી શિબિરમાં આવ્યા હતા. આ શિબિરની પાછળની મારી મહેનત અને તમારો પ્રેમ અને સહકાર છે. ગર્વમેન્ટ ઓફ ઈન્ડીયાના લો એન્ડ જસ્ટીસના સેક્રેટરી પણ હાજર હતા. કંટ્રોલ બોર્ડ ચેરમેન આઈ.એસ. ઓફીસર એ પણ રાત રોકાણ કર્યું હતુ આવળા મોટા મહાનુભાવ આવળી ઉચ્ચી વ્યકિતઓ અમારી શિબિરમાં આવે એ અમારી માટે ખૂબજ મોટી વાત છે. મારી જાતને હું ભાગ્યશાળી માનું છું આ શિબિરની કિમંત એ લોકો સમજે છે. આવા કાર્યક્રમો કરવા દેશ માટે ખૂબજ જરૂરી છે.
જો વાત ક તો કોઈ પણ દેશમાં જો તમે સીએએને પ્રોસેસમાં ન લાવો તો દેશનું કાય જ ભવિષ્ય ન થાય શકે પર્શિન સિવિલાઈઝેશન, મંગોલીયન સિવિલાઈઝેશન, રોમન સિવિલાઈઝેશન, ઈજીપીયન સિવીલાઈઝેશન, ગ્રીસ સીવીલાઈઝેશન, વિશ્ર્વની પાંચ મોટી સીવીલાઈઝેશન ખતમ થઈ ગઈ. જો તમે કાયમી વર્તનમાં દેશભકિત, સીટીઝનશીપ ન લાવો તો તમે લાંબો સમય દેશ ટકાવી ન શકો. તમારો ઈતિહાશ કેટલો મહાન છે એ મહત્વનું નથથી તમારો વર્તમાન સમય કેવો છે. એ જોવાતું હોય છે. તો આજ વિષય પર અમે વિચાર કર્યાતો અને જે વિચાર્યું તુ એના પર સરકાર ઈમ્પલીમેટકરે, બેટી બચાવ, બેટી પઢાવની વાતો કરે છે.એની માટે અમે ટંકારાથી અમૃતસર સુધીની યાત્રા કરી હતી. જયારે આ કોઈ વ્યકિતનાની સમજણ મા પણ નોતી આ વાત ભૃણહત્યાના કેસ, ગાય માટે ૫૦૦૦ જેટલી ગૌવશાળાનું પણ કાર્ય કયુર્ંં છે. અને કોઈ પણ વસ્તુની કમી રેવા દીધી નથી તમે આ શિબિરમાં આવ્યા હોત તો આપને ખૂબ આનંદ થાત આ નવા વર્ષ ૨૦૨૦માં પણ અમે આખા વર્ષમાં બે વાર તો દેશભરમાં ફરશું બધી જ ફોરસીસમાં જયને અમારી વાત રાખશું અમારી કોલેજ શિબિરનું સમાપન થયું લોક એક દિવસ આરામ કરે છે.પણ મેં હજી આરામ કર્યો નથી સવારમાં ૮ વાગે નીકળી ગયો કાલે ૫ વાગે શિબિર પૂરી થઈ અને અત્યારે છ વાગે હું તમારી ઓફીસ પર છું અને હજી ૨૦ વ્યકિતઓ ને મળીશ, પછી મુંબઈ જવાનો છું દિવસે ને દિવસે અમારે પ્રક્રિયાઓ ચાલુ હોય છે. અમે બેસવા માંગતા નથી અમે લોકોને ઉપદેશ આપી છીએ કે કામ પ્રત્યે હંમેશા જૂનુન રાખો. જો અમે જ ન કરીએ તો બીજા નેશું ઉપદેશ આપી શકી અમારો સિધ્ધાંત છે.
આ શિબિર કરવા જતા મેં ઘણી સમસ્યાઓનો સામનો કર્યો છે. મારી પાસે પૈસા નહોવા છતા મેં કૌશિકભાઈ વેલાણી જે મુંબઈમાં રહે છે. તેની પાસેથી મેં આ શિબિર માટે પીયા ૪૦ લાખ વ્યાજે લીધા છે ગઈ શિબિરમાં થોડીક સમસ્યાઓને લયને લોકોનું પેમેન્ટ દેવામાં મોડુ થયું હતુ તો એ લોકોએ અંત સમય કીધુ જો પેમેન્ટ પહેલા મળશે તો આ કાર્યક્રમ અમે કરશું નહિતર આ કામ અમે કરશું નહિ માટે ૪૦ લાખ વ્યાજે લઈને આ શિબિરનું આયોજન કર્યું આ શિબિરમાં પણ અમને ૬૦ લાખ પીયાની નુકશાની થાય છે. તો પણ બધી જગ્યાએ જયને પણ શિબિર કરશુ અમને આ વાતનં દુ:ખ નથી અમારે કરવું છે કાર્યતો અમારી કમજોરી નહી દેખાડીએ કે આ વસ્તુ નથી દાન નથી મળ્યું કોઈ ગુણવતામાં ગીરાવટ રાખવી નથી. અમને સ્પોર્ટ મળ્યો નથી કોઈનો સહકાર મળ્યો નથી. તમારા વિચારોમાં સ્પષ્ટતા હોય તો પરિણામની ચિંતા ન કરવી એટલે રાત દિવસ હું કાર્ય કરતો રહું છું.