કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કચ્છમાં સીમાંત વિકાસોત્સવ કાર્યક્રમમાં સરપંચો સાથે કર્યો સંવાદ: શાહે રીન્યુએબલ એનર્જી પાર્ક અને ખારા પાણીને મીઠા બનાવવા માટેના પ્લાન્ટને કચ્છના વિકાસને વેગ આપનાર પ્રોજેકટ ગણાવ્યા
સમગ્ર દેશમાં સૌ પ્રથમ ગુજરાતના સરહદી વિસ્તાર એવા કચ્છ ખાતેથી સીમાંત વિકાસોત્સવ કાર્યક્રમનો પ્રારંભ કરાવતાં કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતુ કે, દેશની સુરક્ષા માટે કાર્ય કરતા જવાનોની સાથે સીમાવર્તી ગામના લોકો અને જન પ્રતિિનિધઓ પણ સીમાના પ્રહરીઓ છે.
તેમણે જણાવ્યું હતું કે, દેશની સીમાના ગ્રામ્ય વિસ્તારોના લોકોમાં સીમા સુરક્ષા સબંધિત સામાજિક ઉત્તરદાયિત્વ કેળવવાની સાથે સીમાઓ પર પલાયન રોકવા, સીમાના ગામડાઓનો વિકાસ કરવા અને લોકોમાં દેશભકિત વધુ જીવંત બનાવવાની સાથે સીમાઓને સુરક્ષિત કરવાના ચૌમુખી ઉદ્દેશ સાથે કચ્છની ધરા પરથી સીમાંત વિકાસોત્સવ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
ભારત-ચીન સીમા પર સડક નિર્માણનું કામ પ્રતિ વર્ષ ૨૩૦ કિ.મી. થતું હતું એ ૪૭૦ કિ.મી. પ્રતિ વર્ષ થાય છે. સીમાઓ પર ૨૦૦૮ થી ૧૪ માં ૧ જ સુરંગ નિર્માણ થયું હતું. વર્ષ ૨૦૧૪-૨૦માં ૬ નવી સુરંગોનું નિર્માણ કર્યુ છે અને ૧૯ નવી સુરંગોના નિર્માણની કામગીરી પ્રગતિ હેઠળ છે.
એ જ રીતે સીમાની સુરક્ષાઓ વધારવા માટે બજેટમાં પણ ઉતરોત્તર વધારો કર્યો છે.
આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સીમામાં સુરક્ષાઓ મહત્વપૂર્ણ યોગદાન આપી રહેલા સીમાના ગામડાઓના વિકાસ માટે સરકારની પ્રતિબધૃધતા વ્યકત કરતાં જણાવ્યું હતું કે, રાજયકેન્દ્ર સરકાર સીમાઓ પરના ગ્રામ્ય વિસ્તારોને વધુ સુવિધાસભર બનાવવા કટિબધૃધ છે.
તેમણે રોજગારીના સર્જન થકી સીમાને સમૃધૃધ બનાવવા ઉપર ભાર મૂકતાં જણાવ્યું હતુ કે, કચ્છ જિલ્લામાં રોજગારીના સર્જનની સાથે દુનિયાનો સૌથી મોટો રીન્યુએબલ એનર્જી પાર્ક કચ્છના સરહદી વિસ્તાર ઉપર શરૂ થવા જઇ રહયો છે.
આ ઉપરાંત દરિયાના ખારા પાણીને મીઠા બનાવવા માટેના પ્લાન્ટનું કામ પણ હાથ ધરાયું છે, જે પૂર્ણ થતાં આ વિસ્તાર માટે પીવાના પાણીનો પ્રશ્ન ભૂતકાળ બની જશે. આ પ્રસંગે ક્ધદ્રીય કૃષિ, ગ્રામીણ વિકાસ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે સીમાવર્તી રાજ્યોમાં વિકાસ કામોને ઐતિહસિક ગણાવ્યા હતા.જ્યારે મુખ્ય સચિવ ડો. અનિલ મુકીમે સ્વાગત પ્રવચન કર્યું હતું.
આ તકે બી.એસ.એફ. ના ડી.જી.પી. રાકેશ અસૃથાના દ્વારા બી.એસ.એફ.ની કામગીરીનું પ્રેઝન્ટેશન રજુ કરવામાં આવ્યું હતુ. કાર્યક્રમ દરમિયાન કચ્છ, બનાસકાંઠા અને પાટણ જિલ્લાના વિવિધ ગામોના સરપંચોએ તેમના ગામ – વિસ્તારમાં સરહદી વિસ્તાર વિકાસ કાર્યક્રમ અંતર્ગત હાથ ધરાયેલ વિકાસ કામોનો ઉલ્લેખ કરી તેમના સરહદી વિસ્તારના વિકાસ માટે રાજ્ય – કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલ કાર્યો બદલ આભારની લાગણી વ્યક્ત કરી હતી.
અમિત શાહે કચ્છના ધોરડોમાં ગુજરાત અને સરહદી વિસ્તારના વિકાસને ઉજાગર કરતું ડિજિટલ પ્રદર્શન ખુલ્લુ મુક્યું
રાજ્ય સરકારના વિવિાધ વિભાગોના માર્ગદર્શન હેઠળ તૈયાર કરાયેલા આ પ્રદર્શનમાં રાજ્યના છેવાડાના વિસ્તારો સુાધી પહોંચેલી સુવિાધાઓ અને સરહદી વિસ્તારના લોકોની સુવિાધામાં થયેલા વાધારાની ઝાંખી રજૂ કરવામાં આવી હતી.આ પ્રદર્શનમાં ગુજરાત પોલીસ દ્વારા ગુનાખોરી નિયંત્રણમાં લાવવા ટેકનોલોજીનો ઉપયોગ કરીને રાજ્યની સુરક્ષા અને નાગરિકોના રક્ષણ માટે લેવામાં આવી રહેલા પગલાં તેમજ વિવિાધ એપ્લિકેશનો અને પોલીસની નોંધપાત્ર કામગીરીનો ચિતાર રજૂ કરતી ડીસ્પ્લે નિહાળી હતી.બીએસએફ દ્વારા ઉભા કરાયેલા સ્ટોલનું નિરીક્ષણ કરી જવાનોને બિરદાવ્યા હતા. ધોરડો ખાતે બીએસએફ દ્વારા આયોજીત હિાથયાર પ્રર્દશની મુલાકાત લઈને સીમાવર્તી ક્ષેત્રના જન પ્રિતિધનિઓ સાથે બેઠક કરીને સીમા ક્ષેત્ર વિકાસ કાર્યક્રમ વિશે ચર્ચા કરી હતી. તાથા સીમા સુરક્ષા બલ પર નિમાર્ણ પામેલી એક ડોક્યુમેન્ટરી ફિલ્મ પણ નિહાળી હતી. જવાનો સાથે મુલાકાત કરીને તેમની હિંમત વાધારી હતી.
અમિત શાહે માતાના મઢે શિશ ઝુકાવ્યું
કેન્દ્રિય ગૃહમંત્રી અમીત શાહ અને રાજ્યના મુખ્યમંત્રી વિજય રૃપાણીએ કચ્છના ધોરડો ખાતે સરહદી જિલ્લાના સરપંચ-આગેવાનો સાથેના સંવાદ કાર્યક્રમ બાદ ધોરડોથી માતાના મઢ ખાતે આવી પહોંચીને મા આશાપુરા મંદિરે શીશ ઝુકાવ્યું હતું.
ગૃહમંત્રી અને મુખ્યમંત્રીની સાથે કેન્દ્રિય કૃષિ, ગ્રામિણ વિકાસ મંત્રી નરેન્દ્રસિંહ તોમર, ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ પણ માતાના મઢ ખાતે દેશદેવી મા આશાપુરા માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. દેશદેવી આશાપુરા માતાજીના મંદિરે માથુ ટેકવીને ઉપસિૃથત મહાનુભાવોએ આશીર્વાદ મેળવી આશાપુરા માતાજીને મંત્રપુષ્પાંજલી અર્પણ કરી દૂર્ગા પૂજા અને પંચવટી આરતીનો લ્હાવો લઇ ધન્યતા અનુભવી હતી.મંદિરના રાજપુરોહિત દેવકૃષ્ણ વાસુ દ્વારા મંત્રોચ્ચાર સાથે પૂજા અર્ચના કરાવવામાં આવી હતી.ત્યાર બાદ મંદિરના મહાત્મ્ય અંગે જાણકારી મેળવી મંદિરના મહંત રાજાબાવા યોગેન્દ્રસિંહજીની પણ શુભેચ્છા મુલાકાત લીધી હતી.
કચ્છ અગ્રણીઓએ અમિતભાઇને ભાવભેર આપી વિદાય
કેન્દ્રિય ગૃહમંત્રી અમીતભાઇ શાહ અને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કચ્છનો પ્રવાસ પૂર્ણ કર્યા બાદ તેઓને ભુજ એરપોર્ટ ખાતે વિદાઇ આપવામાં આવી હતી. આ પ્રસંગે ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા, સાંસદ વિનોદભાઇ ચાવડા, ભુજના ધારાસભ્ય ડો. નીમાબેન આચાર્ય, ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, જિલ્લા અગ્રણી કેશુભાઇ પટેલ, કચ્છ કલેક્ટર પ્રવિણા ડી.કે., જિલ્લા પોલીસ વડા સૌરભ સીંઘ,સરકારી વકીલ કલ્પેશ ગોસ્વામી સહિતના અગ્રણીઓએ ઉપસ્થિત રહીને એરપોર્ટ ખાતેથી વિદાય આપી હતી.