કોબા વિસ્તારના ખેડૂતો સર્વેની રાહ જોઇ રહ્યાં છે
ભાદરવો ભરપૂર વરસતા શહેર તાલુકાના તમામ જળાશયો ભયજનક રીતે છલકાઇ જતા સમગ્ર તાલુકાના ખેતી વિસ્તારમાં જળપ્રલય જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. તેમાં ખાસ કરીને મોજ નદીના કાંઠા વિસ્તારમાં કોબામાં તો કપાસનો પાક સંપૂર્ણ ફેલ થતા ખેડૂતો માથે ઓઢીને રોઇ રહ્યાં છે.
પ્રાપ્ત થતી વિગત મુજબ શહેરમાં મોજ અને વેણું ડેમમાં પાણી ફરી વળતા શહેરમાં તબાહી સર્જાઇ હતી પણ ભાદર અને મોજ કાંઠા વિસ્તારના ખેતરોમાં માથા ડૂબ પાણી ભરાઇ જતા ખેડૂતો માથે ઓઢીને રોઇ રહ્યાં છે. મોજ નદીના કાંઠા વિસ્તારમાં આવેલ કોબા તરીકે ઓળખાતી હજારો વિઘા જમીનમાં કપાસનો પાક સંપૂર્ણ ફેઇલ થઇ ગયો છે. આ જમીનમાં મોજ-વેણુંની સાથે-સાથે શહેરનું પાણી અને ગંદકીના કાગળો સમગ્ર જમીનમાં પથરાઇ ગયેલા જોવા મળી રહ્યાં હતાં ત્યારે આ વિસ્તારના ખેડૂતોની માંગણી છે કે બન્ને એટલી વહેલી તકે આ વિસ્તારની જમીનનો સર્વે કરી સહાયની ચૂકવણી થાય.