સેક્સ પાવર વધારવા માટે ગરોળીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. પણ કોઇ સામાન્ય નહી પરંતુ વિલુપ્ત થતી ગરોળીની ખાસ પ્રજાતીને એક લાખમાં વેચી મારતો હતો ત્યારે પોલીસે તેને ઝડપી લીધો હતો.
આ ઘટના છે શીલોંગની શીલોંગના રીભોઇમાં પોલીસ અને વન્યજીવન અપરાધ નિયંત્રણ બ્યુરોએ ગેકો નામની ગરોળી સાથે એક શખ્સને ઝડપી લીધો હતો.
આ વ્યક્તિની ઓળખનો મીલ બિરાદીયા નિવાસી રાજુ અલી(૫૦)થી થઇ હતી. ગેકો નામની ગરોળી ૮ ઇંચ લાંબી અને તસ્કર રાજુ અલી તેના ઘરે એક લાખ રુપિયામાં વિલુપ્ત પ્રજાતીની ગરોળી વેચવાની કોશીક કરી હતી.
પરંતુ આજ સમયે પોલીસે રેડ કરી રંગે હાથ આ શખ્સને ઝડપી લીધો હતો. જો કે આ ગોકાનામની ગરોળી એક દુર્લભ અને લુપ્ત પ્રજાતી છે. જેનો ઉપયોગ મર્દાનગી વધારવાની દવા બનાવવા માટે થાય છે જેના કારણે તેની માંગ આંતરરાષ્ટ્રીય સ્તરે ખૂબ જ છે. આ ગરોળી દક્ષિણ એશીયાઇ દેશો અને પૂર્વોતર રાજ્યોમાં તેની અવેૈધ તસ્કરી થઇ રહી છે. સદીના લોકો માને છે કે ગરોળીના માંસ માંથી દવા બનાવવામાં આવે છે જે મર્દાનગી વધારવા સહિત અનેક બીમારીમાં કામ આવે છે.