Abtak Media Google News

રાજકોટની ભાગોળે હીરાસર એરપોર્ટ પાસે નિર્માણ પામનાર ટ્રમ્પ બ્રિજનો ખર્ચ બમણો કરી દેવાયો છે. અગાઉ જાન્યુઆરીમાં બ્રિજનું બજેટ 29 કરોડ હતું, કામ શરૂ થયા પૂર્વે જ બજેટ 52.5 કરોડ થઈ ગયું હોવાનું જાણવા મળી રહ્યું છે.

રાજકોટ નજીકના હીરાસર ખાતે ખર્ચે ગ્રીનફીલ્ડ આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. જેમાં પ્રથમ તબક્કાનું કામ પૂર્ણ થઈ ગયું હોય એરપોર્ટને ખુલ્લું પણ મૂકી દેવામાં આવ્યું હતું. એરપોર્ટથી રાજકોટ-અમદાવાદ નેશનલ હાઇવેને જોડતા આ માર્ગ પર ટ્રમ્પ બ્રિજનું નિર્માણ કરવામાં આવનાર છે. આ બ્રિજ મારફત એક સાઈડથી અમદાવાદ અને બીજી સાઈડથી રાજકોટ જઈ શકાશે.

અગાઉ જાન્યુઆરીમાં બ્રિજનું બજેટ 29 કરોડ હતું, કામ શરૂ થયા પૂર્વે જ બજેટ 52.5 કરોડ થઈ ગયું

હાઇવેને લગત ફોરેસ્ટ વિભાગની 8.5 હેકટર જમીન, આ જમીનનું અધિગ્રહણ કરવામાં આવશે

સર્પાકાર બ્રિજ 1.8 કિમિ લાંબો હશે: બ્રિજ માટે ફોરેસ્ટ વિભાગનું ક્લિયરન્સ ઘણા લાંબા સમયથી અટકેલુ: એપ્રિલ 2025 સુધીમાં કામ પૂર્ણ કરવાનો લક્ષ્યાંક

અગાઉ જાન્યુઆરી મહિનામાં તત્કાલીન કલેકટરે જાહેર કર્યું હતું કે આ બ્રિજ 27 ફૂટ ઊંચો બનશે. આ ટ્રમ્પ બ્રિજ ટ્રાય એંગલ બ્રિજ જેવો હશે. આ બ્રિજ પરથી એક સાઇડ પરથી ડાયરેક્ટ અમદાવાદ તરફ જઇ શકાશે. બીજી સાઇડ પરથી રાજકોટ પહોંચી શકાશે. આ માટે 29 કરોડનો ખર્ચ થશે.

જો કે અત્યારે સુત્રોમાંથી જાણવા મળ્યા પ્રમાણે બ્રિજનો ખર્ચ 52.5 કરોડ આંકવમાં આવી રહ્યો છે. વધુમાં મળતી માહિતી અનુસાર આ બ્રિજમાં 38 મીટરના બે ગાળા હશે. બ્રિજની લંબાઈ 1800 મીટરની હશે. જેમાં સર્વિસ રોડ પણ બનશે. 5 નાના બોક્સ કલ્વર્ટ બનશે. 2300 મીટર ઢાળ હશે. અમદાવાદની એમ.એસ. ખુરાના એન્જી.લિમિટેડને વર્ક ઓર્ડર અપાઈ ગયા છે.

એપ્રિલ 2025 સુધીમાં કામ પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના ક્લિયરન્સ માટે નેશનલ હાઇવે ઓથોરિટીએ 6 મહિનાથી દરખાસ્ત મોકલી અને પૈસા ભરી દીધા છે હજુ સુધી મંજૂરી આવી નથી.  ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની હાઇવેને લગત 8.5 હેકટર જમીન છે આ તમામ જમીન સંપાદન કરવાની થાય છે. તેવું જાણવા મળી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.