આપણાં પ્રાચીન ઋષિમુનિઓનું અવકારી જ્ઞાન ખુબ જ પાવર ફૂલ હતું. આપણે પણ બાળપણથી કે મોટા થયા સુધીમાં અવકાશને લગતા કાર્ટુન – ફિલ્મોમાં અવકાશ યાત્રીઓને હંમેશા સ્પેસસૂટમાં જોતા આવ્યા છીએ. આ સ્પેસ સૂટનો ઇતિહાસ પણ રોચક છે. અવકાશ યાત્રાના પ્રારંભથી હાલના અદ્યતન યુગમાં સ્પેસસૂટમાં બદલાવ આવતાં તેની સુવિધામાં સતત વધારો થતો જોવા મળ્યો છે, આજના અદ્યતન સ્પેસ સૂટની કિંમત 90 કરોડ જેટલી છે. આ સ્પેસ સૂટમાં અવકાશયાન જેટલી તમામ સુવિધાથી સજજ હોય છે. સૂર્ય મંડળના તમામ ગ્રહોમાં જવા માટે તે અગત્યનું અને જીવન માટે સુરક્ષા કવચ જેવું છે. આપણાં દેશે ચંદ્ર ઉપર સફળ લેન્ડીંગ કરીને ઇતિહાસ રચયો છે. આનું લાઇવ પ્રસારણ યુ ટયુબમાં જોવાયેલા સૌથી વધુ પ્રસારણના ક્રમે આવ્યું છે.
વૈજ્ઞાનિકોના મત મુજબ પૃથ્વી સિવાયના કોઇપણ ગ્રહ ઉપર રહી શકાતું નથી. સિવાય કે સ્પેસસૂટ પહેરીને, સ્પેસ સૂટ વગર પૃથ્વી સિવાયના અન્ય ગ્રહો પર જઇ શકાતું નથી. આ સ્પેસ સુટમાં ઓકિસજન, પીવાનું પાણી, ઇનબિલ્ટ ટોઇલેટ અન એસી જેવી તમામ સુવિધાથી સજજ હોય છે. આ સુટનાં પંખાને કારણે તેમાંથી કાર્બન ડાયોકસાઇડ બહાર નીકળી જાય છે. આપણા પૃથ્વીના વાતાવરણ અને અન્ય ગ્રહોનું વાતાવરણમાં ફેરફાર હોવાથી આ સ્પેસસૂટ દ્વરા અવકાશ યાત્રીને અહીં જેવું જ વાતાવરણ મળે છે, એટલે જ તે જીવન રક્ષક છે. પૃથ્વી પરના આપણાં વજન અને અન્ય ગ્રહ ઉપર આપણાં વજનમાં ફેરફાર જોવા મળે છે.
ગમે તે અવકાશ યાત્રીને બાળપણથી તમે સ્પેર સૂટમાં જોયા છે: સૂર્ય મંડળમાં જવા માટે તે અગત્યનું: વૈજ્ઞાનિકોના તારણ મુજબ પૃથ્વી સિવાયનો કોઇ ગ્રહ ઉપર રહી ન શકે: સ્પેસ સૂટ વગર અન્ય ગ્રહો પર જઇ શકાતું નથી
બુધ – શુક્ર અને સૂર્ય જેવા ગ્રહોનું તાપમાન ઘણું વધારે છે, મંગળ ગ્રહ ખૂબ જ ઠંડો હોવાથી ત્યાં રહેવા ગરમ કપડાની જરૂર પડે છે. આ સ્પેસસૂટ ઘણા લેપરથી બનેલું હોવાથી તેની સિસ્ટમ વડે તે તાપમાન જાળવી રાખે છે. પૃથ્વી સિવાયનો એવાં એક પણ ગ્રહ નથી જયાં માનવી થોડી ક્ષણો પણ રહી શકે, આ સ્પેસ સૂર અન્ય ગ્રહ ઉપર જવા પર જીવનનું જોખમ ખતમ કરી નાંખે છે.
અવકાશ યાત્રી સ્પેસ સૂટ પહેરીને ગ્રહ ઉપર થોડો સમય રહેવામાં, તે જગ્યાને સમજવા અને વિવિધ સંશોધન કરવામાં મદદ કરે છે. અવકાશ વિશે સાંભળવું – વાંચવું અને જોવું હમેશા રોમાંચની ઘડી હોય છે. ભારત, ચીન, જાપાન અને અમેરિકા જેવા ઘણા દેશો સ્પેસ સુટ ટુરીઝમની દિશામાં ખુબ જ ઝડપથી કામ કરી રહ્યા છે. અંતરિક્ષમાં જવા માટે અંદાજે 10 કરોડનો ખર્ચ થવાની સંભાવના છે. ભારતે પણ પોતાનું પ્રવાસી મોડયુલ બનાવવાની દિશામાં કામ કરી રહ્યું છે. અવકાશમાં પહોચતા જ આપણી ઉંચાઇમાં વધારો અને ડીએનએમાં ફેરફાર જોવા મળે છે.
અવકાશમાં ગુરૂત્વાકર્ષણ ન હોવાથી માનવી નીચે તરફ ખેંચાતો નથી, આ ઉપરાંત તેના અભાવને કારણે સ્પેસમાં પરસેવો પણ પરેશાન કરે છે, જો કે ટપકતો કે સુકાતો નથી. હજારો વર્ષોથી માનવી અવકાશને આંબવાની કોશિશ કરી રહ્યો છે. સ્પેસ સૂટ સ્ત્રી કે પુરૂષના એક સમાજ જોવા મળે છે. સ્પેર સ્ટેશન છોડવાની જરુર જણાય ત્યારે તેનો ઉપયોગ થાય છે. હવેના બે દાયકામાં ટેકનોલોજીમાં અકલ્પનિય સુધારો થવાને કારણે સ્પેસ ટુરિઝમનો બિઝનેસ વિકસી રહ્યો છે. સ્પેસ ટુરિઝમમાં જનારને પણ અવકાશ યાત્રી કહેવાય છે. આકાર અને અવકાશ શબ્દો જુદા છે, આકાશ પછી અવકાશ આવે અને ત્યાં ગુરૂત્વાકર્ષણની અસર ઓછી થવાથી માનવી તરવા લાગે છે. રશિયા સ્પેસમાં ફિલ્મ શુટિંગ કરનાર પ્રથમ દેશ બન્યો છે, તેના ડાયરેકટર અને અભિનેતા સ્પેસમાં જઇને સળંગ 1ર દિવસનું શૂટીંગ કરેલ હતું. નાસાના સ્પેસ સુટની યાત્રા 1959 માં પ્રોજેકટ મરકયુરી વી-1 થી શરુ કરીને પવર્તમાન 2023 ના પ્રોજેકટ અરટેમઇસ સુધીની છે.
બુધ-શુક્ર અને સૂર્ય જેવા ગ્રહોનું તાપમાન ઘણું વધારે હોય છે, મંગળગ્રહ ખુબ જ ઠંડો હોવાથી ત્યાં રહેવા ગરમ કપડાની જરૂર પડે છે: સ્પેસ સૂટ ઘણા લેપરથી બનેલું હોવાથી તેની સિસ્ટમ વડે તાપમાન જાળવી રાખે છે
આપણાં દેશની વૈશ્ર્વિક લેવલે ચાહના મેળવનાર સંસ્થા ઇસરોના વિવિધ પ્રોજેકટોને કારણે દેશના બાળથી મોટેરાને અવકાશ જ્ઞાન અને સ્પેસયાન સાથે તે સંબંધીત વાતોમાં ઘણો રસ પડવા લાગ્યો છે. સ્પેસસુટ ઘણા ટુકડાઓનું બનેલું હોય છે. સ્પેસ સુટ ધુળની અસરોથી પણ બચાવે છે. સ્પેસ સુટની પાછળ એક બેકપેક હોય છે, જે પ્રાયમરી લાઇફ સપોર્ટ સબસિસ્ટમ કહેવાય છે, તેમાં ઓકિસજન હોવાથી સ્પેસ વોક દરમ્યાન અવકાશ યાત્રી શ્ર્વાસ લે છે. સ્પેસ વોક દરમ્યાન સૂટ ને ઠંડુ રાખવા વિવિધ નળીમાંથી પાણી વહે છે. સૂટનું બેકપેક વિજાતી પણ પૂરી પાડે છે.
નાસાના પ્રથમ સ્પેસ સૂટ બુધ પ્રોગામ માટે વિકસાવવામાં આવ્યા હતા, ત્યારબાદ તેમાં સમયાંતરે સુધારો થતા અત્યાર અદ્યતન સ્પેસ સુટ આવી ગયા છે, જેમ)ં બધી જ અદ્યતન ફેસીલીટી હોય છે. અત્યારે નવા સ્પેસ સૂટની ડિઝાઇન નાસા તૈયાર પડશે તે ક્ષેત્ર કાર્ય કરી રહ્યા છે. મંગળ પર ચંદ્ર કરતાં વધુ ગુરુત્વાકર્ષણ હોવાથી ત્યાં પહેરવામાં આવતા સ્ટેસ સુટ વજનમાં હલકા હોય છે. સ્પેસ વોક દરમ્યાન ઉપયોગમાં લેવામાં આવતા સ્પેસ સુટ માનવ શરીરના આકાશનું લધુચિત્ર સ્પેસશીપ હોય છે, જે અદ્યતન સુધિાથી જે સજજ હોય છે. કુલીંગ ગારમેન્ટ સખત ઉપલા ઘડ, મોજા, લોઅર ઘડ, સ્તરો, લાઇફ સપોર્ટ સિસ્ટમ કોમ્યુનિકેશન સિસ્ટમ, હેલ્મેટે જેવા વિવિધ પાર્ટના જોડાણથી સ્પેટ સૂટ બને છે.
આગામી યુગનો બીઝનેસ એટલે સ્પેસ ટુરિઝમ
માનવી હંમેશા કંઇક નોખુ અને અનોખુ કરવા સતત ઇચ્છાઓ કે કાર્ય કરતો હોય છે. આગામી યુગનો બીઝનેસ એટલે સ્પેસ ટુરિઝમ આ ક્ષેત્રે સિકકો જમાવવા વિવિધ કંપનીઓ કાર્યરત થઇને તેના બુકીંગ પણ શરુ કરી દીધા છે. આગામી પાંચ વર્ષમાં જ આ ક્ષેત્રનો વેપાર 700 અબજ ડોલરને પાર થઇ જશે. હવામાં તરતા થઇ જવાય એટલા ઊંચેનો પ્રવાસ એટલે જ સ્પેસ ટ્રાવેલ, તાજેતરમાં સ્પેસમાં જનાર રિચર્ડ બ્રેન્સર 100 કી.મી. પણ પહોંચી શકયા ન હતા. સ્પેસ ટુરિઝમની શરુઆત 2001 માં થઇ હતી.
વાયુ મંડળ અને અંતરિક્ષ વચ્ચેની સીમાને કારમન રેખા કહેવાય
લગભગ 75 ટકા વાયુ મંડળનો ભાર સમુદ્રની સપાટીથી 11 કી.મી. ની ઉંચાઇ સુધીમાં મળે છે. વાયુ મંડળ અને અંતરિક્ષ વચ્ચેની સીમને કારમન રેખા કહેવાય છે, આ રેખા પૃથ્વીની હદ અને અંતરિક્ષની શરુઆત બતાવે છે.
80 થી 100 કિ.મી. ઉંચેનું વાતાવરણ એટલે અવકાશ અને નીચેનું આકાશ !
આકાશ અને અવકાર શબ્દમાં ફેરફાર છે, 80 થી 100 કિ.મી. ઊંચેના વાતાવરણને અવકાશ અને તેના નીચેનાને આકાશ કહેવાય છે. આકાશ અને અવકાશની કાલ્પનિક રેખા જેમ બે દેશ વચ્ચે હોય તેમ માની લેવાય છે, જે સાવ ફિકસ હોતી નથી. અવકાશમાં ગુરુત્વા કર્ષણની અસર ઓછી છતાં માનવી હવામાં તરવા લાગે છે. પૃથ્વી પર પણ દરેક જગ્યાએ એક સમાન ગુરૂત્વાકર્ષણ નથી.