મેરેથોનના આયોજનની મીટીંગમાં ‚રૂ.૨૪૫૦૦નો કરી ગયા: ગત વર્ષે યોજાયેલી મેરેથોનની આવક-જાવકના હિસાબો રજૂ કરાયા નથી ત્યાં બીજી દરખાસ્ત આવી ગઈ
મહાપાલિકા દ્વારા ગત ૫મી ફેબ્રુઆરીના રોજ રાજકોટ ખાતે યોજવામાં આવેલી પ્રથમ ફૂલ મેરેથોનના આયોજન પાછળ ‚ા.૮૪ લાખનો તોતીંગ ખર્ચ કરવામાં આવ્યો હતો. મેરેથોન પૂર્ણ થયાના પાંચ માસથી વધુ સમય વિતી ગયા પછી ખર્ચ મંજૂરી માટે સ્ટેન્ડિંગમાં દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. ગત વર્ષે યોજાયેલી હાફ મેરેથોનમાં સવા કરોડ ‚પિયા વધ્યા હતા. જે કયાં વાપરવામાં આવ્યા તેની કોઈ માહિતી જાહેર કરવામાં આવી નથી. આ વર્ષે મેરેથોનમાં કેટલા વધશે તેનો કોઈ અંદાજ નથી. આવામાં ખર્ચ મંજૂરી માટે સ્ટેન્ડિંગમાં દરખાસ્ત આવતા ભારે આશ્ર્ચર્ય ફેલાઈ ગયું છે.
બે વર્ષ પૂર્વે જયારે તત્કાલીન મ્યુનિ.કમિશનર વિજય નહેરાએ રાજકોટમાં મેરેથોન યોજાશે તેવી જાહેરાત કરવામાં આવી હતી કે, મેરેથોન ખાનગી કંપનીઓના સ્પોન્સરથી જ યોજવામાં આવશે. પ્રથમ મેરેથોનમાં મહાપાલિકાને સવા કરોડ ‚પિયા વધ્યા હતા જેનો ઉપયોગ ટ્રાફિક સમસ્યા હલ કરવા માટે કરાશે તેવું જાહેર કરાયું હતું પણ આજ સુધી એક પણ ‚પિયો ખર્ચવામાં આવ્યો નથી. ચાલુ સાલ પ્રથમવાર યોજાયેલી ફૂલ મેરેથોનમાં પણ નાણા વધ્યા હોવાનો અંદાજ છે. પરંતુ તેની જાહેરાત કર્યા વિના ખર્ચ મંજૂરી માટેની દરખાસ્ત રજૂ કરી દેવામાં આવી છે.
રાજકોટ મેરેથોન ૨૦૧૭માં અત્યાર સુધીમાં ‚ા.૪૦.૩૦ લાખનો જે ખર્ચ થયો છે તેનો ચૂકવણું કરી દેવામાં આવ્યું છે. જયારે ૩૮.૩૬ લાખનું ચૂકવણુ કરવાનું હજુ બાકી છે. મેરેથોન સાથે યોજાયેલા અલગ અલગ લોકાર્પણ સહિતના કાર્યક્રમોમાં પણ ‚ા.૫.૩૩ લાખનો ખર્ચ થયો હતો. કુલ ‚ા.૮૪ લાખનો ખર્ચ મંજૂર કરવા સ્ટેન્ડિંગ કમીટી સમક્ષ પાંચ માસના લાંબા અંતરાલ બાદ દરખાસ્ત મુકવામાં આવી છે. ખર્ચ બાદ કરતા મેરેથોનમાંથી કેટલા ‚પિયા મહાપાલિકાને વધશે તેની કોઈ માહિતી તંત્ર પાસે હાલ ઉપલબ્ધ નથી.