અ‚ણભાઈ નિર્મળ, હિમાંશુભાઈ ચીનોય તથા અતુલભાઈ પારેખના સંતાનોએ સમાજ માટે ‘દાખલો’ બેસાડયો
સમાજમાં જયારે લગ્ન પ્રસંગોમાં દેખા દેખીતી ખર્ચાઓ કરવામાં પાછુ વાળીને જોવામાં નથી આવતું ત્યારે પાછલા ઘણા વર્ષોથી સમુહ લગ્નોનો પ્રયોગ વ્યાપક બન્યો છે. જોકે સમુહ લગ્નોમા પણ મોટા આયોજનો પાછળ વ્યકિતગત ખર્ચો ભલે ન થતો હોય કે ઓછો થતો હોય પણ આયોજકો તામજામ પાછળ ખર્ચાતો બેસુમાર કરે જ છે.
આ માહોલમાં રાજકોટમાં રહેતા ત્રણ પરિવારોએ નવતર રીતે લગ્ન પ્રસંગ ઉજવીને સમાજને એક નવો રાહ ચીંધ્યો છે.
અ‚ણભાઈ નિર્મળ,હિમાંશુભાઈ ચીનોય તથા અતુલભાઈ પારેખના સંતાનોના તાજેતરમાં લગ્ન યોજાયા હતા. આ લગ્ન પ્રસંગને યાદગાર બનાવવા માટે લગ્નમાં કરવામાં આવતા ખર્ચામાં કાપ મૂકીને અબોલ જીવ માટે એ પૈસાનો સદઉપયોગ કરવાનો નિર્ણય લીધો હતો.
રામનાથ પરામાં આવેલ રાજકોટ મહાજનની પાંજરાપોળમાં સાતસો એકાવન કીલો લાડવા શુધ્ધ ઘીમાં તૈયાર કરાવી ગાયોને કવરાવી અબોલ જીવના મૂક આર્શિવાદ મેળવી નવયુગલો ધન્ય બન્યા હતા. આ નવતર અને પ્રેરણાદાયી પ્રસંગે અધિક કલેકટર હર્ષદ વોરા ખાસ ઉપસ્થિત રહ્યા હતા ત્રણેય નવ દંપતિઓને શુભેચ્છા આપતા હર્ષદ વોરાએ જણાવ્યું હતુ કે આવા સદકાર્યો સમાજમાં પ્રેરણાદાયી બનતા હોય છે. દરેક નવ દંપતી આ પ્રકારનો અલગ અલગ નવા વિચારો લઈને લગ્ન જીવનની શ‚આત કરે તો સરકાર દ્વારા આયોજીત ક‚ણા અભિયાન જેવા કાર્યક્રમોને યશ મળે.