સ્માર્ટ ફોનની માંગમાં વધારો અને ઇન્ટરનેટના દર ઘટતા ડિજિટલ જાહેરખબરોનો વ્યાપ વધશે
આજના આધુનિક સમયમાં દરેક ક્ષેત્ર ડીજીટલી થતા જોવા મળે છે તો બીજી તરફ સ્માર્ટફોનની માંગ વધતા અને ડેટા પ્રાઇઝ (ઇન્ટરનેટના દર) ઘટતા દેશમાં ડીજીટલ જાહેરખબરોનો વધુ વ્યાપ વિસ્તાર થશે. જેથી વર્ષ ૨૦૧૮ સુધીમાં ડીજીટલ જાહેર ખબરો પાછળનો ખર્ચ ૧૩ હજાર કરોડને પણ વટી જાય તેવી શકયતા છે.
ડીસેમ્બર-૨૦૧૮ સુધીમાં ડીજીટલ એડવર્ટાઇઝમેન્ટ ૩૫ ટકાના વૃઘ્ધિદર સાથે ૧૩૦૦૦ કરોડે પહોંચે તેવી શકયતા છે. એસોચાન કેપીએમજીના એક સંયુકત અભ્યાસ પરથીઆ તારણ મેળવાયું છે. જેમાં જણાવાયું છે કે હાલ, ડીજીટલ જાહેરખબરો ૯૮૦૦ કરોડના સ્તરે છે. ૩જી ૪જી સર્વિસ અને ઇન્ટરનેટના બહોળા ઉ૫યોગથી ડીજીટલ જાહેરખબરોમાં નોંધપાત્ર વધારો થયો છે. તો હજુ સ્માર્ટફોમની માંગ વધતા અને ઇન્ટરનેટ સસ્તું થતાં ડીજીટલ જાહેરખબરોમાં વધુ વધારો નોંધાશે.
વર્ષ ૨૦૧૬ના અંતમાં ભારતમાં ડીજીટલ એડવટાઇઝમેન્ટનો ખર્ચ ૭૫૦૦ કરોડ ‚પિયા નોંધાયો હતો. જેમાંથી પ૦ ટક ખર્ચ ઇ-કોમર્સ, ટેલીકોમ, ટેકનોલોજી, બેકીંગ અને નાણાકીય સેવાઓ તેમજ વીમા કંપનીઓની જાહેરાતો છે. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ભારતમાં ડીજીટલ એડવટાઇઝમેન્ટ ઇન્ડસ્ટ્રીનો વિશાળ પ્રમાણમાં અને ઝડપથી વિકાસ થઇ રહ્યો છે. તમામ પ્રકારની જાહેર ખબરોને લોકો સુધી પહોચાડવા સ્માર્ટ ફોન અને ટેબલેટ ડિવાઇસ મહત્વનો ફાળો ભજવી રહ્યા છે. આ ડીજીટલ જાહેરખબરો ખુબ જ સરળ હોય છે. જે ટીવી લેપટોપ, સ્માર્ટફોન અથવા ટેબલેટમાં સરળ રીતે આપી શકાય છે. અને મોટી સંખ્યામાં લોકો સુધી પહોચાડી શકાય છે. તેમજ આ ડીજીટલ જાહેરખબરોની લોકો પર અલગ પ્રકારની જ ઇફેકટ પડે છે અને મોટેભાગે હકારાત્મક વર્તુણક મળે છે. જેનો મોટો લાભ જાહેરખબરો આપતી કંપનીઓને થાય છે.