મંગળવારે જેટ ફ્લુઅલ પ્રાઈસમાં 14.7 ટકાનો મસમોટો ઘટાડો થયો છે.આંતર રાષ્ટ્રીય માર્કેટમાં થયેલા ઘટાડાને પગલે હવે વિમાનને ચલાવવા વપરાતું ઈંધણ પેટ્રોલ અને ડિઝલથી પણ સસ્તું થઈ ગયું છે.છેલ્લા કેટલાક સેમીથી આર્થિક ભીસનો સામનો કરી રહેલી એરલાઇન કંપનીઑ માટે આ એક રાહતના સમાચાર છે.
ઘટાડા પછી ATFની કિમત પ્રતિ 1 હજાર લીટર 9,990ના ઘટાડા સાથે 58,060 રૂપિયા પ્રતિ 1 હજાર લિટર થઈ ગઈ છે. અગાઉ 1 ડિસેમ્બર રોજ એટીએફની કિમતમાં એક સાથે 10.9 ટકાનો ઘટાડો થયો હતો. ત્યારબાદ આ બીજો સૌથી મોટો ઘટાડો છે.
બે ઘટાડા બાદ એટીએફની કિમત આ વર્ષના સૌથી નીચલા સ્તર પર આવી ગઈ છે. હાલ પેટ્રોલની કિમત રૂ 66.30 પૈસાની આસપાસ છે જ્યારે એક લિટર અટિએફની કિમત 58. 06 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે.
ATF પેટ્રોલ-ડિઝલ અને કેરોસીનથી પણ સસ્તું
ઈંધણ | દિલ્હીમાં રેટ (રૂ./ લિટર) | મુંબઈ રેટ (રૂ./ લિટર) |
એટીએપ | 58.06 | 58.01 |
પેટ્રોલ | 68.65 | 74.3 |
ડીઝલ | 62.66 | 65.56 |
કોરોસીન (નોન પીડીએસ) | 56.59 | 59.53 |
મહાનગર મુંબઈની જો વાત કરવામાં આવે તો હવે એટીએફની કિમત પ્રતિ એક હજાર લિટર 58.017.33 રૂપિયા એટલે કે 58.01 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે.જ્યારે મુંબઈમાં જ પેટ્રોલ રૂ.74.30 અને ડીઝલ 65.56 પ્રતિ લિટરના ભાવે વેચાઈ રહ્યા છે.
એટીએફ (Aviation Turbine Fuel)ની કિમત જુદા જુદા રાજ્યોમાં રાજ્ય સરકારો દ્વારા લાદવામાં આવેલા કર અનુસાર અલગ અલગ રાખવામા આવે છે.