અભ્યારણ વિસ્તારમાં ટ્રેન અડફેટે વનરાજાનો નિકંદનની સમસ્યાને રોકવા જીવદયાપ્રેમીઓ હાઈકોર્ટના શરણે
વિશ્વમાં એકમાત્ર ગિરના જંગલોમાં વસતા એશિયાટીક સિંહોની જાળવણી અને સુરક્ષા એ ગૌરવની વાત છે અને તેના પ્રયત્નો વારંવાર થતાં હોય છે. પહેલા સરકાર દ્વારા ઈકો સેન્સેટીવ ઝોનની હદ વધારવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. જયારે હવે રેલ કોરીડોરને જ‚રી બનાવવા પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યાં છે પરંતુ સત્ય હકીકત એ છે કે, સાવજ મનુષ્ય સાથે રહેતો જીવ છે તેને જેટલા માનવથી દૂર કરવામાં આવશે તેમ તેની તકલીફો વધતી જશે.
વાત કરીએ તો સાવજ અને વાઘ વચ્ચે ઘણો તફાવત જોવા મળે છે. સાવજ જો રસ્તા પર નિકળ્યો હોય તો લોકો તેને ખુબજ નજીકથી અને આરામથી નિહાળવા ઉભા રહેતા હોય છે કારણ કે, સિંહ માનવ ભક્ષક પ્રાણી નથી, વાઘની સરખામણીમાં ત્યારે લોકો અને સાવજ વચ્ચે ખૂબજ અતુટ નાતો રહેલો છે.
જયાં માનવ વસ્તી ગિરના જંગલોમાં રહે છે ત્યાં સાવજો મહત્તમ અવર-જવર કરતા હોય છે. વાત કરીએ તો લોકો સાવજને પોતાનો રાજા માને છે અને તેની સાર-સંભાળ પણ રાખે છે. જયારે ગિરના સાવજોને કોઈપણ પ્રકારની તકલીફ થતી હોય તો તે માનવ પાસે આવી પોતાની વ્યથાને વ્યકત કરે છે અને જેનો ઉપાય પણ લોકો દ્વારા કરવામાં આવતા હોય છે. ત્યારે જે સિંહોના સંરક્ષણ માટે કોરીડોરની વાત કરવામાં આવી રહી છે તે ઘણા અંશે નિરર્થક માનવામાં આવે છે.
ગિરના સિંહોના આકસ્મિક મૃત્યુને રોકવા માટે ગિર અભ્યારણ વચ્ચેથી પસાર થતી ટ્રેનો માટે ખાસ રેલવે કોરીડોર બનાવવાના ઉપાય સિંહ સંરક્ષણ માટે શ્રેષ્ઠ બની શકે તેમ હોવાનું ગુજરાત હાઈકોર્ટને સુચન કરવામાં આવ્યું છે. પરંતુ તે ખરા અર્થમાં અયોગ્ય વાત કહી શકાય. હાઈકોર્ટમાં ગિરના રેલવે ટ્રેકને ટ્રેન હડફેટે રસ્તા પર વાહન અકસ્માતો અને ખુલ્લા કુવામાં પડી જવાના કારણે તેમજ વીજ શોકથી સિંહોના મૃત્યુની ઘટનાને રોકવા માટે આ અરજી કોર્ટમાં દાખલ કરવામાં આવી છે.
હાઈકોર્ટ સુનાવણીમાં બિન પક્ષકાર તરીકે હાઈકોર્ટના ધારાશાસ્ત્રી આનંદ યાજ્ઞીક આ ચર્ચામાં સામેલ થયા હતા. ત્યારે તેઓએ દેશમાં અત્યારે ઉત્તરાખંડમાં જીમ કોર્બેટ, પશ્ચિમ બંગાળના સુંદરવનમાં પસાર થતી ટ્રેનો વન્ય પ્રાણીઓને નુકશાન કર્યા વગર જંગલમાંથી પસાર થઈ રહી હોય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. જેથી તેઓએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, આ પ્રકારનું આયોજન ગિરમાં પણ કરવામાં આવે પરંતુ સ્થાનિક લોકોના જણાવ્યાનુસાર જે રીતે ગિરના સાવજોને મોકળાશ મળશે તેમ તેની જાળવણી અને તેમનું સંરક્ષણ શકય બનશે.