બજેટ માત્ર એક વર્ષની આવક-જાવકનો અંદાજ નહીં પરંતુ રાજકોટની દિશા નકકી કરનારુ રહેશે: મ્યુનિ.કમિશનર
રાજકોટ મહાનગરપાલિકાની વર્ષ ૨૦૧૮-૧૯નું સામાન્ય અંદાજપત્ર આવતા સપ્તાહે મ્યુનિ.કમિશનર બંછાનિધિ પાની દ્વારા દરખાસ્ત સ્વરૂપે સ્ટેન્ડિંગ કમીટી સમક્ષ રજૂ કરવામાં આવશે. બજેટમાં રાજકોટવાસીઓ પર નવો કરવોજ લાદવામાં આવે તેવી સંભાવના હાલ ખૂબજ નહીંવત જણાય રહી છે. બજેટને આખરી ઓપ આપવા માટે તડામાર તૈયારીઓ અને બેઠકોનો ધમધમાટ ચાલી રહ્યો છે.
આ અંગે વધુ માહિતી આપતા મ્યુનિ.કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે સામાન્ય રીતે બજેટમાં નાણાકીય વર્ષમાં આવક અને જાવકના અંદાજો રજૂ કરવામાં આવતા હોય છે. કેન્દ્ર સરકાર દ્વારા રાજકોટની સ્માર્ટ સિટી તરીકે પસંદગી કરવામાં આવી હોય. મહાપાલિકાના આગામી બજેટ માત્ર આવક-જાવકનો અંદાજ નહીં પરંતુ શહેરની દિશા અને વિકાસ નકકી કરના‚ બની રહેશે.
બજેટની મુખ્ય થીમ સ્માર્ટ સિટી તો રહેશે જ સાથો સાથ સોલીડ વેસ્ટ, પાણી, આરોગ્ય અને ટ્રાફિક સહિતના પ્રશ્ર્નોને આવરી લેવામાં આવશે. નવા નાણાકીય વર્ષથી કોર્પોરેશન કાર્પેટ એરીયા આધારીત મિલકત વેરાની આકારણીની અમલવારી કરવા જઈ રહ્યું છે. ત્યારે નવા બજેટમાં કરવેરામાં વધારો થાય તેવી સંભાવના ખૂબજ ઓછી જણાય રહી છે. બજેટનું કદ ઐતિહાસીક રહેશે જેમાં કેટલાક નવા પ્રોજેકટોનો પણ સમાવેશ કરવામાં આવશે.