આરોગ્ય શાખાને જાણ કર્યા વિના જ ડોકટરે ડેન્ગ્યુનો પોઝીટીવ રીપોર્ટ જાહેર કરી દીધો હતો
ભારત સરકારના નોટીફીકેશન મુજબ કોર્પોરેશને આરોગ્ય શાખાને જાણ કર્યા વિના ડેન્ગ્યુનો પોઝીટીવ રીપોર્ટ જાહેર કરવા સબબ હિરેન પી.ભલગામીયાને કોર્પોરેશન દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે.
આ અંગે વધુ માહિતી આપતા કોર્પોરેશનના નાયબ આરોગ્ય અધિકારી ડો.પંકજ રાઠોડે જણાવ્યું હતું કે, શહેરના સંતકબીર રોડ પર ખોડીયાર ડાયગ્નોસીસ પેથોલોજી લેબોરેટરી ચલાવતા ડો.હિરેન પી.ભલગામીયાએ બાબુભાઈ કુંભારવાડીયા નામના આધેડને ડેન્ગ્યુ પોઝીટીવ હોવાનું જાહેર કરી દીધું હોવાનું વાત જાણવા મળી હતી. ડેન્ગ્યુએ નોટીફાઈબરડીસીઝ હોવાના કારણે જો કોઈને ડેન્ગ્યુ પોઝીટીવ જણાય તો તેની માહિતી કોર્પોરેશનની આરોગ્ય શાખાને આપવી પડે છે ત્યારબાદ આરોગ્ય શાખા તેની જાહેરાત કરે છે. ડો.ભલગામીયા દ્વારા ડેન્ગ્યુ કેસનો પોઝીટીવ રીપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે તેનું પરીણામ વાસ્તવમાં ગેરમાર્ગે દોરનારું છે. ધી બોમ્બે નર્સીંગ હોમ રજીસ્ટ્રેશન એકટ ૧૯૪૯ અંતર્ગત લેબોરેટરીની નોંધણી થયેલ છે છતાં ડેન્ગ્યુ અંગે સક્ષમ અધિકારીને કેમ જાણ ન કરી અને તમારી સામે શિક્ષાત્મક પગલા કેમ ન લેવા તેનો ખુલાસો આપવા માટે ડો.ભલગામીયાને નોટિસ ફટકારવામાં આવી છે.