રાજકોટ મહાનગરપાલિકાના માન. કમિશનર ઉદિત અગ્રવાલના આદેશ અન્વયે શહેરીમાં ઘરવિહોણા લોકોને આશ્રય મળી રહે તે હેતુથી નાયબ કમિશનર તથા આસિસ્ટન્ટ કમિશનરનાં માર્ગદર્શન મુજબ પ્રોજેક્ટ શાખાના આસિસ્ટન્ટ મેનેજર, સીનીયર કોમ્યુનીટી ઓર્ગેનાઈઝર, એન.યુ.એલ.એમ. મેનેજર, તથા એન.યુ.એલ.એમ. સમાજ સંગઠકો દ્વારા રાત્રીના સમયે બે ટીમ દ્વારા શહેરના વિવિધ સ્થળોએ ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલ.
જેમાં ભક્તિનગર રાજકોટ સિટી પોલીસ તથા રેન બસેરાનું સંચાલન કરતી સ્વેચ્છિક સંસ્થાઓ દ્વારા સંયુક્ત નાઇટ ડ્રાઈવ યોજવામાં આવી. જેમાં રાજકોટ શહેરના વિવિધ વિસ્તારો જેવા કે કોઠારીયા મેઈન રોડ, સહકાર મેઈન રોડ, અટીકા ફાટક, ઢેબર રોડ, રેસકોર્ષ રરીંગ રોડ, કિશાનપરા, જિલ્લા પંચાયત ચોક, શાસ્ત્રી મેદાન, ત્રિકોણ બાગ,ને આવરી લેવામાં આવેલ છે, જેમાં બહોળી સંખ્યામાં લાભાર્થીઓને આશ્રય સ્થાન વિશે માહિતી આપવામાં આવી તથા જરૂરિયાતમંદ લાભાર્થીઓને શાળા નંબર ૧૦ ડોર્મીટરી ખાતે સ્થળાંતર કરવામાં આવેલ હતા.