રેતી, કપચી, મોરમ, બ્રિકબેટ, રબ્બર, કાચ, ટાઈલ્સ, લોખંડ, પાઈપીંગ મટીરીયલ, લાકડા અને સ્ટોનનો નિકાલ નિયમાનુસાર કરવાનો રહેશે
શહેરમાં બાંધકામ દરમિયાન નિકળતા કંટ્રકશન અને ડિમોલીશન વેસ્ટનો નિકાલ શહેરીજનો દ્વારા અલગ – અલગ જગ્યાએ કરવામાં આવે છે. વેસ્ટનો નિકાલ મહાપાલિકાના બાંધકામને લગત કામો માટે કરવામાં આવે તે માટે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાની દ્વારા ગાઈડલાઈન જાહેર કરવામાં
આવી છે.
આ અંગે વધુ માહિતી આપતા મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ જણાવ્યું હતું કે, શહેરમાંથી નિકળતા બાંધકામ વેસ્ટનો નિકાલ કોઠારીયા ગામ પાસે અને રૈયા ટીપી સ્કીમ નં.૩૨માં કરવામાં આવે તે માટેનું જાહેરનામું પ્રસિઘ્ધ કરવામાં આવ્યું છે.
દરમિયાન વેસ્ટનો ઉપયોગ મહાપાલિકાના બાંધકામને લગતા કામો માટે થાય તે અંગે આજે માર્ગદર્શીકા જાહેર કરાઈ છે. જેમાં મુખ્યત્વે રેતી, કપચી, મોરમ, બ્રીડબેડ, મેટલ, કાચ, બ્લેઝ ટાઈલ્સ, કર્બ, ડીવાઈઝ સ્ટોન, પેવીંગ બ્લોક તેમજ તમામ પ્રકારના કલોરીન વેસ્ટનો ઉપયોગ રીસાયકલ વેસ્ટ પ્રાપ્ત થાય તે રીતે કરાશે.
રેતી, કપચી અને મોરમનો ઉપયોગ મકાન બાંધકામમાં પ્લીન્થમાં ભરતીકામ તથા રસ્તા કામમાં ફિલર, મટીરીયલ તરીકે કરાશે. બ્રીડબ્રેડનો ઉપયોગ ગાર્ડનમાં પાથવે તરીકે તથા પાયાના પુરાણમાં પીસીસી, બાથ‚મના સ્લેબમાં લીન્ટલના એલીવેશન ડકમાં, અગાસીમાં વોટરપ્રુફીંગ માટે, મુખ્ય રસ્તાઓ પર સાઈડ સોલ્ડરના પેવીંગ બ્લોકમાં કરવામાં આવશે.
જયારે રબર અને ડબરનો ઉપયોગ પાયા પુરાણ, રસ્તામાં મેટલીંગમાં સોલીંગ તરીકે કરાશે. બ્રીફબેડ અને કલોરીન વેસ્ટનો ઉપયોગ રસ્તાના કામમાં સબબેઈઝમાં મીકસ મટીરીયલ તરીકે અને ચોમાસા દરમિયાન મુખ્ય રસ્તાના ખાડાના પુરાણ માટે કરાશે.
કાચનો ઉપયોગ કમ્પાઉન્ડ વોલની મુંઢેલીમાં અને અન્ય પ્રોટેટીક કામો માટે કરાશે. ગ્લેઝ ટાઈલ્સનો ઉપયોગ અગાશી તેમજ બ્યુટીફીકેશનમાં ચાઈનાના મોજેક કામમાં કરવાનો રહેશે. લોખંડ તથા પાઈપીંગ મટીરીયલનો ઉપયોગ સ્કલ્પચર અને અન્ય બ્યુટીફીકેશનના કામો માટે જયારે ખીલાસરીનો ઉપયોગ બાંધકામની જરૂરીયાત મુજબ કરવાનો રહેશે. લાકડાના વેસ્ટનો ઉપયોગ મકાન, બાંધકામ, ગ્રીલ કામ માટે કરવાનો રહેશે. જયારે કલ્પ અને ડિવાઈડર સ્ટોનનો ઉપયોગ રીયુઝેબલ કલ્પ, ગાર્ડન અને ટ્રાફિક આયલેન્ડ, રસ્તા કામ, પ્લીન્થ ભરતી કામ અને પુરાણમાં કરવાનો રહેશે.