અગાઉ માત્ર બીઆરટીએસ રૂટ પર જ ૧૦ ઈલેકટ્રીક બસ દોડાવવાનો નિર્ણય લેવાયો હતો: હવે શહેરમાં ૫૦ ઈલેકટ્રીક બસ દોડાવવા માટે ટેન્ડર પ્રસિઘ્ધ
રાજકોટવાસીઓને આંતરીક પરીવહન માટે સર્વશ્રેષ્ઠ સેવા મળી રહે તેવા પ્રયાસો મહાપાલિકા દ્વારા શરુ કરવામાં આવ્યા છે. હાલ શહેરમાં ૧૫૦ ફુટ રીંગ રોડ પર ૧૦.૭૦ કિલોમીટરના બીઆરટીએસ ટ પર એસ.સી. બસ દોડી રહી છે આ ઉપરાંત શહેરભરમાં ૬૦ જેટલી સિટી બસ પણ ચાલુ છે ત્યારે હવે શહેરભરમાં ૫૦ ઈલેકટ્રીક બસ દોડાવવા માટે મહાપાલિકા દ્વારા વિચારણા શ કરવામાં આવી છે અને આ માટે ટેન્ડર પણ પ્રસિઘ્ધ કરી દેવાયા હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ અંગે વિશ્વસનીય સુત્રો પાસેથી પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ અગાઉ મહાપાલિકા દ્વારા માત્ર બીઆરટીએસ રૂટ પર જ ૧૦ ઈલેકટ્રીક બસ દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો જેના માટે ટેન્ડર પણ પ્રસિઘ્ધ કરવામાં આવ્યા હતા. જેમાં કોઈ એજન્સીએ રસ દાખવ્યો ન હતો.
હાલ રી-ટેન્ડરની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ઈલેકટ્રીક બસ ખરીદવા માટે મહાપાલિકાને કેન્દ્ર સરકારની ગ્રાન્ટ મળે તેવી શકયતા જણાતા હવે માત્ર બીઆરટીએસ ટ નહીં પરંતુ શહેરભરમાં ૫૦ જેટલી ઈલેકટ્રીક બસ દોડાવવાની વિચારણા શરુ કરવામાં આવી છે અને બસની ખરીદી માટેના ટેન્ડર પણ પ્રસિઘ્ધ કરી દેવામાં આવ્યા છે. ઈલેકટ્રીક બસ વાતાનુકુલિત રહેશે. ટુંકમાં આ બસ બીઆરટીએસ જેમ નહીં પરંતુ સિટી બસની માફક શહેરના દરેક વિસ્તારમાં જશે.