અરજદારે સરકારની ગાઈડલાઈનનું પાલન કરવું પડશે,નિયમનો ભંગ કરનાર દંડાશે
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ૧૭ કોમ્યુનીટી હોલનું રીઝર્વેશન આવતીકાલથી સવારે ૧૧ કલાકથી શરૂ કરવામાં આવશે. જેમાં અરજદારે કેટલીક શરતો નું પાલન કરવું પડશે જેવી કે, હાલ અરજદાર કોમ્યુનીટી હોલનું રીઝર્વેશન કરી શકશે, પરંતુ જે-તે સમયે સરકારશની પ્રસંગ યોજવા માટેની જે ગાઈડલાઈન હશે તે મુજબ જ અને તેટલી સંખ્યામાં જ લોકોને પ્રસંગ યોજવા દેવામાં આવશે. હાલ રીઝર્વેશન સમયે સંબંધિત પ્રાંત અધિકારીની મંજુરી રજુ કરવાની જરૂર રહેશે નહિ પરંતુ પ્રસંગની તારીખના ૧૦ દિવસ પહેલા પ્રસંગ યોજવા અંગેની સંબંધિત પ્રાંત અધિકારીની લેખિત મંજુરી મેળવી એસ્ટેટ વિભાગમાં રજુ કરવાની રહેશે. સરકારની કોવિડ-૧૯ની જે-તે સમયની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. ગાઈડલાઈનનો ભંગ થયા હોવાનું ધ્યાને આવશે તો પ્રસંગ યોજવા દેવામાં આવશે નહિ અને નિયમોનુસાર પેનલ્ટી કરવામાં આવશે. હાલની કોરોના સંક્રમણની પરિસ્થિતિ ધ્યાને લેતા બુકીંગ માટે ઓફિસ ખાતે રૂબરૂ આવવાનો આગ્રહ નહિ રાખતા રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ www.rmc.gov.in પર તથા રાજકોટ મહાનગરપાલિકાની આ એપ્પ આરએમસી પર ઓન-લાઈન બુકીંગ કરવા જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે.