મહાપાલિકાના તત્કાલીન મ્યુનિ.કમિશનર ડો.દિનેશ બ્રહ્મભટ્ટે રાજકોટને ફલેગ સીટી બનાવવાનું સપનું જોયું હતું. વર્ષો બાદ તેઓનું આ સપનું સાકાર ાય તેવું લાગી રહ્યું છે. શહેરના ઢેબર રોડ પર આવેલા કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન કચેરીમાં માત્ર પ્રજાસત્તાક પર્વ કે, સ્વાતંત્ર્ય પર્વ જ નહીં પરંતુ ૩૬૫ દિવસ રાષ્ટ્ર ધ્વજ ર્આત તિરંગો ફરકાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ અંગે વધુ માહિતી આપતા મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, મહાપાલિકા દ્વારા હાલ શહેરના ગોંડલ રોડ પર માલવીયા ચોકમાં વર્ષોી ૩૬૫ દિવસ રાષ્ટ્ર ધ્વજ ફરકાવવામાં આવે છે. હવે કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે પણ આખુ વર્ષ રાષ્ટ્રધ્વજ ફરકાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાષ્ટ્રધ્વજ ફરકાવવા માટે કેટલાક નિયમોનું પાલન ફરજીયાતપણે કરવું પડે છે. જેમાં સૂર્યોદય પહેલા રાષ્ટ્ર ધ્વજ ફરકાવી દેવામાં આવે છે અને સૂર્યાસ્તના સમયે તેને કાઢી નાખવો પડે છે. આ તમામ નિયમોનું પાલન મહાપાલિકા દ્વારા કરવામાં આવી રહ્યું છે. રાજય અને કેન્દ્ર સરકારની કચેરીમાં રાષ્ટ્રધ્વજ ફરકતો હોય છે. મહાપાલિકા અર્ધ સરકારી સંસમાં આવે છે જેમાં રાષ્ટ્ર ધ્વજ ફરકાવવામાં આવશે.
હાલ સેન્ટ્રલ ઝોન કચેરીમાં રાષ્ટ્રધ્વજ ૩૬૫ દિવસ ફરકાવાશે. ત્યારબાદ ભવિષ્યમાં મહાપાલિકાની ઈસ્ટઝોન અને વેસ્ટ ઝોન કચેરીમાં પણ કાયમી ધોરણે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે તેવી વિચારણા પણ હાલ ચાલી રહી છે.