- જયપુર ખાતે યોજાયેલી એશિયા-પેસિફિકની રિજીઓનલ થ્રી આર અને સર્ક્યુલર ઈકોનોમી
- ફોરમમાં મ્યુનિ. કમિશનર તુષાર સુમેરાએ આરએમસીનું સર્ક્યુલર ઇકોનોમીનું વિઝન રજુ કર્યું
કેન્દ્ર સરકાર દ્વારા દેશના 100 સ્માર્ટ સિટીઝ માટે સિટીઝ 2.0 પ્રોગ્રામ નક્કી કરવામાં આવ્યો છે. અને તેમાં તેમાં ઇન્ટીગ્રેટેડ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ સંબંધી પ્રોજેક્ટ રજુ કરનાર 100 સ્માર્ટ સિટી પૈકી બેસ્ટ પ્રોજેક્ટ તૈયાર કરવા ચેલેન્જ રાઉન્ડ દ્વારા 18 શહેરોની પસંદગી કરવામાં આવેલ હતી તેમાં ગુજરાતમાંથી એક માત્ર રાજકોટ મહાનગરપાલિકાના પ્રોજેક્ટ પસંદગી થયેલ હતી. જયપુર ખાતે યોજાયેલી એશિયા-પેસિફિક રિજિયનની 12મી રિજિયોનલ થ્રી આર અને સર્ક્યુલર ઈકોનોમી ફોરમમાં રાજકોટ મહાનગરપાલિકા વતી મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા અને નાયબ મ્યુનિસિપલ કમિશનર સી.કે. નંદાણી દ્વારા પ્રતિનિધિત્વ કરવામાં આવ્યું હતું. ભારત સરકારના આવાસ અને શહેરી બાબતોના મંત્રી મનોહરલાલ ખટ્ટર, પ્રોજેકટના સ્ટેકહોલ્ડર્સ, ગુજરાત રાજ્ય સરકાર વતી રેમ્યા મોહન, રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ લિ. દ્વારા કરાર કરવામાં આવ્યા હતા. જેના પગલે રાજકોટ મહાનગરપાલિકાને કચરા એકત્રિકરણ અને તેના કમ્પ્લીટ પ્રોસેસિંગ સહિતની પ્રક્રિયા થકી સમગ્ર કચરા વ્યવસ્થાપન પ્રણાલીને વધુ મજબૂત બનાવવા રૂ.135 કરોડની ગ્રાન્ટ મળશે. જયપુર ખાતેની આ કોન્ફરન્સમાં કમિશનર તુષાર સુમેરાએ રાજકોટમાં હવે પછીના સમયમાં કચરા વ્યવસ્થાપન કઈ રીતે કાર્ય કરશે તે વિશે વિસ્તૃત અહેવાલ અપાયો હતો. કચરો વ્યવસ્થાપન અને પર્યાવરણ સંરક્ષણ માટેની એક મુખ્ય પહેલ છે. થ્રી આર ફોરમમાં ભારત સરકારના સ્માર્ટ સિટી મિશન હેઠળ ફ્રેંચ ડેવલોપમેન્ટ એજન્સી અને યુરોપીયન યુનિયનની મદદથી ઈઈંઝઈંઈંજ 2.0 હેઠળ પસંદગી પામેલા 18 શહેરો માટે પ્રોજેકટના અમલીકરણ માટે કરાર કરવામાં આવ્યા હતાં. કેન્દ્ર સરકારનો હેતુ તમામ 18 શહેરોમાં સંપૂર્ણ પ્રક્રિયા પ્રોસેસિંગ સિચ્યુરેશન એટલે કે 100% અમલીકરણ થાય તે છે, આવનારા પાંચ વર્ષમાં કેન્દ્ર સરકારના માર્ગદર્શન અન્વયે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તેનું અમલીકરણ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ અંતર્ગત પર્યાવરણની જાળવણી અને જે પ્રોજેક્ટ હાથ ધરવામાં આવશે
ભારત સરકારના શહેરી વિકાસ મંત્રાલય દ્વારા યુનાઈટેડ નેશન્સ અને તેની સહયોગી સંસ્થાઓની સાથે મળીને તારીખ 3, 4 અને 5મી માર્ચ, 2025ના રોજ જયપુર, રાજસ્થાન ખાતે એશિયા-પેસિફિક રિજિયનની 12મી રિજિયોનલ 3છ અને સર્ક્યુલર ઈકોનોમી ફોરમનું આયોજન કરવામાં આવ્યું હતું. ફોરમનાં ઉદ્ઘાટન સત્રમાં કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોનાં મંત્રી તથા રાજસ્થાનનાં મુખ્યમંત્રી ઉપસ્થિત રહ્યાં હતાં. ઉપરાંત સોલોમન આઇલેન્ડ, તુવાલુ, માલદિવ્સ અને જાપાન જેવા દેશોના આંતરરાષ્ટ્રીય મહાનુભાવો સહીત એશિયા પેસિફિક રિજીયનના અલગ અલગ દેશોમાંથી 400 કરતાં વધુ ડેલિગેટ્સ અને સરકારની સંસ્થાઓએ ભાગ લીધો હતો. આ ફોર્મ સ્થાયી કચરા વ્યવસ્થાપન અને સર્ક્યુલર ઇકોનોમી ક્ષેત્રે નવી પહેલો માટે પ્રાદેશિક સહકારમાં નોંધપાત્ર સીમાચિહ્નરૂપ છે. આ ફોરમ નીતિ ઘડવૈયાઓ, ઔદ્યોગિક અગ્રણીઓ, સંશોધકો અને વિકાસનાં ભાગીદારો માટે કચરાના વ્યવસ્થાપન અને સંસાધન દક્ષતા માટે સ્થાયી સમાધાનોની ચર્ચા કરવા અને તેનો અમલ કરવા મહત્વપૂર્ણ મંચ પ્રદાન કરે છે. એશિયા-પેસિફિક પ્રદેશના અર્થતંત્રો ઝડપી શહેરીકરણ અને ઔદ્યોગિકરણનો અનુભવ કરી રહ્યા હોવાથી સર્ક્યુલર ઇકોનોમી મોડેલ તરફ સ્થળાંતર કરવાની જરૂરિયાત અંગે આ ફોરમ મહત્વનુ માધ્યમ બની રહ્યું છે.
ેઉલ્લેખનીય છે કે, આ પ્રોજેકટ માટે સમગ્ર દેશની 100 જેટલા સ્માર્ટ સિટીઓ દ્વારા તેમના શહેરમાં સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ માટેના પ્લાન બનાવી તેનું પ્રેઝન્ટેશન ભારત સરકારમાં કરવામાં આવ્યું હતું. જેમાં ડોક્યુમેંટેશન, આંતરરાષ્ટ્રીય બેંચમાર્ક્સ અને અન્ય ક્રાઇટેરિયાને આધારે ભારતના ફક્ત 18 શહેરો અને ગુજરાતમાંથી ફક્ત રાજકોટ શહેરની આ પ્રોજેકટ માટે પસંદગી થઈ હતી. આ પ્રોજેકટમાં પસંદગી થવાથી રાજકોટ શહેરને આશરે રૂ. 135 કરોડ જેટલી ગ્રાન્ટ પ્રાપ્ત થશે. તેની મદદથી પ્રોજેકટની ગાઈડલાઇન્સ અનુસાર શહેરમાંથી સોલીડ વેસ્ટના વ્યવસ્થાપન માટે અને કચરાને રિસાયકલ કરી શહેરમાં કચરાનું લઘુત્તમ ઉત્પાદન થાય તે મુજબનું આયોજન કરવામાં આવશે. આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ અંગે વિગતો આપતા મ્યુનિ. કમિશનર તુષાર સુમેરાએ જણાવ્યું હતું કે, ભારત સરકારની મિનીસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ દ્વારા ફ્રેંચ ડેવલોપમેન્ટ એજન્સી,યુરોપિયન યુનિયન,નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ અર્બન અફેર્સ સાથે ભાગીદારીમાં જોડાઈને CITIIS 2.0
આ પ્રોજેક્ટ અંતર્ગત ફેઝ-1માં ડીટેલ ઇન્ફોર્મેશન રીપોર્ટ બનાવીને આખા ભારતમાંથી 100 સ્માર્ટ સિટી દ્વારા રજુ કરવામાં આવેલ હતો, જેમાં પ્રારંભિક તબક્કે 35 સ્માર્ટ સિટીનીથયેલ, જેમાં રાજકોટનો પણ સમાવેશ થયેલો, જે અંતર્ગત ફેઝ-2 માં આ 35 સ્માર્ટ સિટીને દિલ્હી ખાતે રૂબરૂ ડીટેલડ પ્રેઝન્ટેશન માટે આમંત્રિત કરવામાં આવેલ હતા.જેમાં રાષ્ટ્રીય કક્ષાના નિષ્ણાતોની પેનલ સમક્ષ સંપૂર્ણ પ્રોજેક્ટની ડીટેઈલ ચર્ચા સાથે પ્રેઝન્ટેશન કરવામાં આવેલ હતું. જેમાં રાજકોટના વિઝન ડોક્યુમેન્ટની રજૂઆતને અસરકારકરીતે રજુ કરવામાં આવેલ, જેના પરિણામે રાજકોટ શહેરનું ભારત સરકારના મીનીસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ દ્વારા સમગ્ર ભારતમાંથી 18 સિટી પસંદ થયા હતાં જેમાં ગુજરાત રાજ્યમાંથી ફક્ત એક શહેર રાજકોટ શહેરની પસંદગી કરવામાં આવેલ હતી.