એનજીઓની મદદથી કપડાની થેલીઓનું ઘેર-ઘેર વિતરણ કરાશે: મ્યુની. કમિશનર
રાષ્ટ્રપિતા પૂ. ગાંધી બાપુની ૧૫૦ મી જન્મ જયંતીની ઉજવણી નિમિત્તે આગામી તા.૨-ઓકટોબર, ૨૦૧૯ સુધીમાં સમગ્ર દેશને સિંગલ યુઝ પ્લાસ્ટિકમાંથી મુક્ત કરવા કેન્દ્ર સરકાર દ્વારા આજી રાષ્ટ્રીય અભિયાન સ્વચ્છતા એજ સેવાનો શુભારંભ કરવામાં આવેલ છે. સાોસા, સ્વચ્છ ભારત મિશન અંતર્ગત “સ્વચ્છ સર્વેક્ષણ-૨૦૨૦” માટે પણ સિંગલ યુઝ પ્લાસ્ટીકનો ઉપયોગ બંધ કરવા તા પ્લાસ્ટીકના કચરાના યોગ્ય નિકાલ માટે ભારત સરકાર દ્વારા રાષ્ટ્ર વ્યાપી જાગૃતિ લાવવા માટે નાગરિકોના વિશાળ લોક ઝુંબેશ તારીખ: ૧૧-૦૯-૨૦૧૯ થી તારીખ: ૨૭-૧૦-૨૦૧૯ દરમ્યાન હાથ ધરવામાં આવેલ છે. પર્યાવરણ માટે અત્યંત આશીર્વાદરૂપ એવા આ મહાઅભિયાન સ્વચ્છતા એજ સેવાનું આજે સવારે સવારે ૧૧:૦૦ કલાકે મુરા ખાતે દેશના માન. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.
મહાપાલિકા દ્વારા આગામી તારીખ: ૧૧-૦૯-૨૦૧૯ થી તારીખ: ૨૭-૧૦-૨૦૧૯ દરમ્યાન હાથ ધરવામાં આવનાર વિવિધ પ્રવૃત્તિઓ અંગે વાત કરતા મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલે એમ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા તા.૦૨-૧૦-૨૦૧૯ ના રોજ મહાત્મા ગાંધીની ૧૫૦ મી જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે તમામ મહાનગરપાલિકાના નાગરિકોને જોડી જન-જાગૃતિ અભિયાન સ્વરૂપે, શ્રમદાન, ક્લિન એન્ડ ગ્રીન ડ્રાઇવ, સ્વચ્છતા શપ, સ્વચ્છતા રેલી, પ્લાસ્ટીક કચરાનું એકત્રીકરણ, જેવી પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવનાર છે. આ માટે રાજકોટ મહાનગરપાલિકાના વિવિધ શાખાઓના અધિકારી/કર્મચારીને કામગીરી સોપવામાં આવેલ છે.
આ વિશે મ્યુનિ. કમિશનરએ વિશેષમાં જણાવ્યું હતું કે, આ વિવિધ પ્રવૃત્તિઓમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટીક પર પ્રતિબંધ ફરમાવેલ તેનો ચુસ્તપણે અમલ થાય અને આ અંગેની સઘન ઝુંબેશ હા ધરવી, વોર્ડ વાઇઝ વાસણ ભંડાર વાળાની દુકાનની મુલાકાત લઇ, તેઓને લગ્ન પ્રસંગો, સંમારંભોમાં પ્લાસ્ટીકની વસ્તુ આપવાને બદલે અન્ય વાસણ આપવા માટેની સમજ આપવી, ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશનના ડ્રાઇવરો અને હેલ્પરો દ્વારા લોકો પાસેથી ભીનો કચરો અને સુકો કચરો અલગી લે તે માટેની ચેકીંગ ઝુંબેશ હા ધરવી, રાજકોટ શહેરમાં હાલમાં કાર્યરત MRF સેન્ટરની મુલાકત લઇને તેઓ દ્વારા કેટલો પ્લાસ્ટીક એકઠોં કરવામાં આવે છે તે અંગેની ચેકીંગ ઝુંબેશ હા ધરવી, ગાર્બેજ ટ્રાન્સપોર્ટેશને આવતા ડ્રાય વેસ્ટનું MRF દ્વારા પ્લાસ્ટીક કચરાનું વર્ગીકરણ અલગી થાય તેવી વ્યવસ કરવી, મલ્ટીલેયર પ્લાસ્ટીકના ઉત્પાદન તા નમકીન ઉત્પાદન કરતાં યુનિટો સો EPR અંગેની મિટીંગ આયોજન કરવું, હાલમાં વોર્ડ ઓફિસમાં કામ કરતા કાર્યરત મિત્ર મંડળના સભ્યોને સેગ્રીગેશન અંગેની તાલીમ આપવી, પ્લાસ્ટીક મુકત થીમ ઉપર ઓડીયો-વિડિયો બનાવવા અને તેનું પ્રચાર-પ્રસાર કરાવવુ, NGO તા SHG જોડી ઘરમાંથી નકામા ક્પડા એકત્રીત કરીને તેમાંથી કપડાની થેલી બનાવી અને તેનું ઘરે-ઘરે વિતરણ કરવાની કાર્યવાહી કરવી, વોર્ડ વિસ્તારમાં આવેલ તમામ ગીફટ, આર્ટીકલ શોપની મુલાકાત લઇ ગીફટ પેક માટે વપરાતા પ્લાસ્ટીક્ના બદલે કપડા, કાગળ કે અન્ય વસ્તુનો ઉપયોગ કરવા માટેની સમજણ આપવી, પ્લાસ્ટીક મુકત ભારત વિષય ઉપર શાળા, કોલેજના વિર્ધાીઓની સ્વચ્છતા રેલી તા સ્વચ્છતા શપ માટેનું આયોજન કરવું, જન જાગૃતિના ભાગરૂપે NGO સો સંકલન કરી શ્રમદાન અંગેનુ આયોજન કરવું, પ્લાસ્ટીક મુકત ભારત પર શાળાના વિર્ધાીઓ સો નિબંધ-સ્પર્ધા, ચિત્ર-સ્પર્ધા ડ્રામા, વગેરે જેવી ઇન્ટર સ્કુલ સ્પર્ધાનું આયોજન કરવું, શહેરના નાગરિકો, NGO, SHG ગ્રૃપ, ખાનગી સંસઓ, સ્વચ્છતા એમ્બેસેડરો સો રાખીને પ્લાસ્ટીક કચરો એકત્ર કરવા માટેની ઝુંબેશ હા ધરવી. સૌી વઘુ કચરો એકઠોં કરનારને સન્માનિત કરવામાં આવશે, નાગરિકો તા NGO ઓને સો રાખી રાંદરડા તળાવ તા આજીડેમ, ન્યારી-ડેમના કિનારા પરી પ્લાસ્ટીકનો કચરો દુર કરવા માટેની ઝુંબેશનું આયોજન કરવા, આજીડેમ, ન્યારી ડેમ તા ગ્રીન લેન્ડ ચોકડી ખાતે સીંગલ યુઝ પ્લાસ્ટીક ચેકીંગ હા ધરવા અંગેની કામગીરી કરવી, તમામ રેસ્ટોરન્ટ, હોટલ ધારકોનું સિંગલ યુઝ પ્લાસ્ટીકના પ્રતિબંધ અંગેનું ચેકીંગ હા ધરવું, વોર્ડના નાગરીકો દ્વારા તેઓના ઘરોમાં રહેલ સીંગલ યુજ પ્લાસસ્ટીંક વોર્ડ ઓફીસે જમા કરવા માટેની કાર્યવાહી કરવી, પ્લાસ્ટીક મુકત શહેર કઇ રીતે બને તે વિષય ઉપર વર્કશોપનું આયોજન કરવું અને વોર્ડ વિસ્તારમાં આવેલ ધાર્મિક સ્ળોની મુલાકાત લઇ અને ધાર્મિક સ્ળોના ધર્મગુરૂઓ પોતાના પ્રવચનમાં લોકો સીંગલ યુઝ પ્લાસ્ટીક ન વાપરે તે માટે પ્રચાર પ્રસાર કરવા અંગે ધર્મગુરૂઓને વિનંતીસહ આ મહાભિયાનમાં સામેલ કરવા વગેરેનો સમાવેશ થાય છે.