મ્યુનિ.કમિશનરે 1 મશીન લેવાની દરખાસ્ત મોકલી, સ્ટેન્ડિંગે 2 મશીન ખરીદવાનો નિર્ણય લીધો: રૂ.30.29 કરોડના વિકાસ કામોને બહાલી

રાજકોટ મહાનગરપાલિકામાં આજે ચેરમેન ઉદયભાઈ કાનગડના અધ્યક્ષ સ્થાને મળેલી સ્ટેન્ડિંગ કમીટીની બેઠકમાં એક અરજન્ટ બિઝનેશ સહિત કુલ 31 દરખાસ્તોને મંજૂરીની મહોર મારી રૂા.30.29 કરોડના વિકાસ કામોને બહાલી આપવામાં આવી હતી. આજી નદી સહિતના વિસ્તારોમાંથી ગાંડીવેલ દૂર કરવા માટે કોર્પોરેશન દ્વારા રૂા.3.20 કરોડના ખર્ચે એક્વિટેક વીડ હાર્વેસ્ટર કમ વીડ રિમુવલ મશીનની ખરીદી કરવામાં આવશે. આ મશીન ચલાવવા અને ગાંડીવેલનો કચરો ગાર્બેજ સ્ટેશન સુધી પહોંચાડવાનો એક વર્ષનો ખર્ચ રૂા.58.40 લાખનો થશે.

આજે મળેલી સ્ટેન્ડિંગ કમીટીની બેઠકમાં દિવાળી પર્વે ચેરમેન ઉદયભાઈ કાનગડ રીતસર રાજકોટવાસીઓ પર વરસ્યા હતા. 39 નિયમીત દરખાસ્ત ઉપરાંત 2 અરજન્ટ બિઝનેશ દરખાસ્તને પણ મંજૂરીની મહોર મારવામાં આવી હતી. શહેરમાં જળકુંભી અર્થાત ગાંડી વેલ વનસ્પતિને દૂર કરવા માટે પુનાની કલીનટેક ઈન્ફ્રા પ્રા.લી. કંપની પાસેથી રૂા.1.60 કરોડના ખર્ચે એક્વિટેક વીડ હાર્વેસ્ટર કમ વીડ રિમુવલ મશીન એટલે કે ગાંડીવેલ દૂર કરવાનું મશીન ખરીદવા અને એક મશીન ચલાવવા તથા ગાંડીવેલ ગાર્બેજ સ્ટેશન સુધી પહોંચાડવા મેન્ટેનન્સનો એક શિફટનો રૂા.16 હજાર સહિત વાર્ષિક રૂા.58.40 લાખનો ખર્ચ મંજૂર કરવા મ્યુનિ.કમિશનર દ્વારા દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી.

ગાંડીવેલનું સામ્રાજય દિન પ્રતિદિન વધી રહ્યું છે. આ મશીન ખરીદવું ખુબજ આવશ્યક હોય સ્ટેન્ડિંગ દ્વારા એક નહીં પરંતુ 2 મશીન ખરીદવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત અરજન્ટ બિઝનેશની બીજી દરખાસ્તમાં શહેરના વોર્ડ નં.7માં ઢેબર રોડ પર ખાદી ભવન સામે આવેલા બિલ્ડીંગ કે જ્યાં એ-ડિવિઝન પોલીસ સ્ટેશન અગાઉ કાર્યરત હતી. છેલ્લા ઘણા સમયથી આ જગ્યા ખંઢેર હાલતમાં છે જેનો ઈમલો પાડી વેંચવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બજેટની જોગવાઈ મુજબ અહીં ભવિષ્યમાં મલ્ટીલેવલ પાર્કિંગ બનાવવામાં આવશે.

આ ઉપરાંત આજે સ્ટેન્ડિંગ કમીટીની બેઠકમાં વોર્ડ નં.14માં શેઠ હાઈસ્કૂલ વ્યાયામ શાળાનું રિનોવેશન કરવા રૂા.16.11 લાખ, વોર્ડ નં.4,6 અને 16ના અલગ અલગ વિસ્તારોમાં પાર્ટ ટાઈમ સફાઈ કામદારો મારફત સફાઈ કરાવવા તથા કચરો ઉપાડવાની કામગીરીનો ત્રિવાર્ષિક કોન્ટ્રાકટ આપવા રૂા.2.04 કરોડ, અલગ અલગ બગીચાઓના નિભાવણીનો કોન્ટ્રાકટ આપવા રૂા.2.38 કરોડ, બીઆરટીએસ રૂટની તમામ સાઈટ ઉપર સફાઈ કરાવવા અને કચરો ઉપાડવાની કામગીરીનો કોન્ટ્રાકટ આપવા રૂા.1.03 કરોડનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો હતો. રૈયાધાર મુક્તિધામ ખાતે ગેસ અને ઈલેકટ્રીક ભઠ્ઠી બનાવવાના કામ માટે ક્ધસલટન્ટની નિમણૂંક કરવાની દરખાસ્ત સહિત તમામ 41 દરખાસ્તોને બહાલી આપવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.