કાલે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક: રોડ-રસ્તા સહિત ૩૫ દરખાસ્તો અંગે લેવાશે નિર્ણય
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના સાકળા રસ્તાઓમાં આગ લાગે ત્યારે આ આગ સરળતાથી બુઝાવી શકાય તે માટે ખર્ચે ૩ મીની ફાયર ટેન્ડર અર્થાત મીની ફાયર ફાઈટરની ખરીદી કરવામાં આવશે. આ ઉપરાંત ખર્ચે નવી ૪ શબવાહીની ખરીદાશે. કાલે મળનારી સ્ટેન્ડિંગ કમીટીની બેઠકમાં અલગ અલગ ૩૫ દરખાસ્તો અંગે નિર્ણય લેવામાં આવશે.આ અંગે વધુ માહિતી આપતા સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલે જણાવ્યું હતું કે, મહાપાલિકા દ્વારા પ્રથમવાર ૪૦૦ લીટર પાણીની કેપેસીટીના મીની ફાયર ફાઈટરની ખરીદી કરવામાં આવશે. ત્રણેય ઝોન માટે એક એવા ત્રણ મીની ફાઈટરની ખરીદી કરાશે. જે શહેરના સાકળા રસ્તાઓમાં જયારે આગ લાગે ત્યારે આ આગ બુઝાવવા માટે મદદપ થશે.આ ઉપરાંત હાલ ફાયર બ્રિગેડ શાખા પાસે ૯ શબવાહીની છે જૈ પૈકી ત્રણ શબવાહીની ૨૦૦૩થી ઉપયોગમાં લેવામાં આવતી હોવાના કારણે હાલ ભંગાર થઈ ગઈ છે. જેના સ્થાને મહાપાલિકા દ્વારા એક એવી નવી ચાર શબવાહિનીની ખરીદી કરવામાં આવશે. હવે મહાપાલિકા પાસે કુલ ૧૦ શબવાહીની ઉપલબ્ધ હશે. કાલે મળનારી સ્ટેન્ડિંગ કમીટીની બેઠકમાં આ ઉપરાંત અલગ અલગ ૩૫ દરખાસ્તો અંગે નિર્ણય લેવામાં આવશે. જેમાં વોર્ડ નં.૧૨માં વાવડી ગામના જુદા જુદા રસ્તાઓને મેટલીંગ તથા પેવર કાર્પેટ કરવા માટે ા.૨.૭૪ કરોડનો ખર્ચ મંજૂર કરવા, રેસકોર્સ સંકુલમાં આવેલા ૬ સિન્થેટીક કોર્ટમાં લાઈટીંગની સુવિધા ઉભી કરવા માટે ા.૫૯ લાખનો ખર્ચ મંજૂર કરવા સહિતની દરખાસ્તો અંગે નિર્ણય લેવાશે.