આરોગ્ય શાખામાં ભરતી માટે અરજીઓ મંગાવતા મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલ
શહેરમાં એક તરફ રોગચાળો ફાટી નિકળ્યો છે બીજી તરફ આરોગ્ય શાખાનાં ઉચ્ચ અધિકારીઓ રાજીનામું આપી રહ્યા છે. આવી વિસમ પરિસ્થિતિમાં આરોગ્ય સુધારવા માટે મહાપાલિકા દ્વારા ૩ મેડિકલ ઓફિસર અને ૩ ડેપ્યુટી હેલ્થ ઓફિસરની ભરતી કરવામાં આવશે. ભરતી માટે મ્યુનિસિપલ કમિશનર દ્વારા અરજીઓ મંગાવવામાં આવી છે.
મેડિકલ ઓફિસર અને શૈક્ષણિક લાયકાત એમબીબીએસ સુધી રાખવામાં આવી છે. વય મર્યાદા ૨૧ થી લઈ ૩૫ વર્ષ સુધીની રહેશે. ૩ વર્ષ સુધી ફિકસ રૂા.૪૯,૭૦૦ પગાર આપવામાં આવશે ત્યારબાદ સંતોષકારક સેવા જણાશે તો સાતમાં પગારપંચ મુજબ પે મેટ્રીક રૂા.૫૩,૧૦૦ થી લઈ રૂા.૧,૬૭,૮૦૦ સુધીનું રહેશે. ૩ જગ્યા પૈકી ૧ જગ્યા સામાન્ય, ૧ જગ્યા શારીરિક અને શૈક્ષણિક પછાત જયારે ૧ જગ્યા અનુસુચિ. જાતિ માટે અનામત રાખવામાં આવી છે. જયારે ડેપ્યુટી હેલ્થ ઓફિસરની લાયકાત એમબીબીએસ અથવા એલસીપીએસ સુધીની રહેશે. પગાર ધોરણ પણ રૂા.૪૯,૭૦૦ ફિકસ રાખવામાં આવ્યું છે.
આ માટે ઉમેદવારી નોંધાવવા ઈચ્છુક વ્યકિતએ રાજકોટ મહાપાલિકાની વેબસાઈટ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. અન્ય કોઈ માધ્યમ મારફત કરવામાં આવેલી અરજી રદ બાતલ ગણાશે. મૌફિક ઈન્ટરવ્યુ, પરીક્ષાની તારીખ અને સિલેબશની જાણ વેબસાઈટ દ્વારા જ કરવાની રહેશે.