રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પાણીના નળમાં ઇલેક્ટ્રિક મોટર મૂકતા કે અન્ય કોઈ અનઅધિકૃત રીતે ડાયરેકટ પંપિંગ કરતા લોકો સામે પગલાં લેવા તેમજ શહેરમાં પીવાના પાણીમાં અન્ય સોર્સમાથી ભળતું ગંદુ પાણી કે ઓછા ફોર્સથી નળમાં પાણી આવવાની ફરિયાદોના નિકાલ અર્થે સ્થળ ચકાસણીની ઝુંબેશ શરૂ કરવામાં આવે છે.
1277 ઘરોની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં ડાયરેક્ટ પમ્પીંગ કરતા કુલ 23 કિસ્સાઓ મળેલ હતા. 6 આસામીઓને નોટીસ અને 8 આસામીઓની ઇલેક્ટ્રિક મોટર જપ્ત કરવામાં આવી હતી. ડાયરેક્ટ પમ્પીંગ અને ફળિયા ધોવા બાબતે રૂ. 21,250/-ની પેનલ્ટી વસુલ કરવામાં આવી હતી.
પાણી ચકાસણી ઝુંબેશ દરમ્યાન જો કોઇ આસામી ડાયરેક્ટ પમ્પીંગ કરતા માલુમ પડે તેવા કિસ્સાઓમાં રૂ. 2000/-ની પેનલ્ટી વસુલ કરવા જે-તે આસામીઓને નોટીસ ઇસ્યુ કરી મુદ્દત આપવામાં આવે છે તેમજ જો કોઇ આસામી ફળિયા ધોતા માલુમ પડે તો તેમની પાસેથી રૂ. 250/-નો દંડ વસુલ કરવામાં આવે છે.
સેન્ટ્રલ ઝોનના વિવિધ વોર્ડના વિસ્તારોમાં ચકાસણી દરમ્યાન 8 આસામીઓ ડાયરેકટ પમ્પિંગ કરતા મળેલ હતા. કુલ 2 ઇલેક્ટ્રિક મોટર જપ્ત કરવામાં આવી હતી અને 02 આસામીને નોટીસ આપવામાં આવી હતી તેમજ રૂ. 9,000/-ની પેનલ્ટી વસુલ કરવામાં આવી હતી.
ઈસ્ટ ઝોનના વિવિધ વોર્ડના વિસ્તારોમાં ચકાસણી દરમ્યાન 03 આસામીઓ ડાયરેકટ પમ્પિંગ કરતા મળેલ હતા કુલ 01 ઇલેક્ટ્રિક મોટર જપ્ત કરવામાં આવી હતી અને 02 આસામીઓને નોટીસ આપવામાં આવી હતી તેમજ રૂ. 4,000/-ની પેનલ્ટી વસુલ કરવામાં આવી હતી.
વેસ્ટ ઝોનના વિવિધ વોર્ડના વિસ્તારોમાં ચકાસણી દરમ્યાન 12 આસામીઓ ડાયરેકટ પમ્પિંગ કરતા મળેલ હતા કુલ 5 ઇલેક્ટ્રિક મોટર જપ્ત કરવામાં આવી હતી અને 2 આસામીઓને નોટીસ આપવામાં આવી હતી તેમજ રૂ. 8,250/-ની પેનલ્ટી વસુલ કરવામાં આવી હતી.