ઘર આંગણે મળતી સરકારી સેવાનો લાભ લેવા પદાધિકારીઓ-અધિકારીઓની અપીલ

રાજય સરકારના પારદર્શક, સંવેદનશીલ વહિવટીતંત્રને વેગવંતુ બનાવવાના હેતુથી સરકારની જુદી જુદી યોજનાઓ સંબંધે લાભાર્થીઓનુ ઘર આંગણે સુવિધા મળી રહે તેવા શુભ હેતુથી રાજયના માન.મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ પાંચમા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ યોજવાનો નિર્ણય કરેલ છે. જેના અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા દ્વ્રારા પણ મહાનગરપાલિકાને લગત જુદી જુદી સેવાઓ અંગેના નગરજનોના પ્રશ્નો તેમજ સરકારશ્રીની યોજનાઓ વિગેરેના નિકાલ માટે જુદી જુદી તારીખોએ શહેરના વોર્ડ વાઈઝ પાંચમાં તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ તમામ વોર્ડમાં યોજવાનુ નક્કી કરેલ છે.  મેયર બિનાબેન આચાર્ય, સ્ટે.કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલે તેમ જણાવ્યુ છે.

દ્વારા પાંચમા તબક્કાના સેવાસેતુમાં તા.૧૮ને શુક્રવારના રોજ વોર્ડ નં.૦૩,૦૮,૦૫, તા.૦૮/૧૧, શુક્રવારના રોજ વોર્ડ નં.૦૭,૧૦,૦૬, તા.૨૨/૧૧, શુક્રવારના રોજ વોર્ડ નં.૧૩,૦૧,૧૫, તા.૦૬/૧૨, શુક્રવારના રોજ વોર્ડ નં.૧૪,૧૧,૧૬, તા.૨૦/૧૨, શુક્રવારના રોજ વોર્ડ નં.૧૭,૧૨,૧૮, તા.૨૭/૧૨, શુક્રવારના રોજ વોર્ડ નં.૦૨,૦૯,૦૪ વિગેરે અલગ અલગ વિસ્તારો તથા વોર્ડમાં સેવાસેતુ કાર્યક્રમ યોજાશે.

લોકોને જુદી જુદી યોજનાઓ માટે જુદા જુદા વિભાગોમાં ધક્કા ખાવા પડે તેના બદલે પોતાના જ વિસ્તારમાં ઉકેલી શકાય તેવા પ્રશ્નોનો સ્થળ ઉપર જ તે દિવશે જ નિકાલ થશે એટલે કે, લોકોના ઘર આંગણે જ તંત્ર ઉપસ્થિત રહી પ્રશ્નોનો નિકાલ કરશે. સેવાસેતુમાં જે જે યોજનાઓ આવેલ છે.

શુક્રવારના રોજ વોર્ડ નં.૦૩માં ભાટિયા હોલ, રેલ્વે સ્ટેશન પાસે યોજાશે. જેમાં, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર, દંડક અજયભાઈ પરમાર, શહેર ભાજપ મહામંત્રી જીતુભાઈ કોઠારી, તેમજ વોર્ડના કોર્પોરેટરો,  પ્રભારી દિનેશભાઈ કારિયા, પ્રમુખ હેમુભાઈ પરમાર, મહામંત્રી જગદીશભાઈ ભોજાણી, રાજુભાઈ દરિયાનાણી, વોર્ડ અગ્રણી આત્મારામભાઈ બેલાણી, શૈલેશભાઈ ઠાકર, લાલજીભાઈ ભોજાણી, કિશોરભાઈ ડેલાવાળા, વિગેરે ઉપસ્થિત રહેશે.

વોર્ડ નં.૦૮માં અમીન માર્ગના છેડાનું ગ્રાઉન્ડ, ૧૫૦ ફૂટ રીંગ રોડ, ખાતે યોજાશે. જેમાં, મેયર બિનાબેન આચાર્ય, ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, શહેર ભાજપ પ્રદેશ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, શહેર ભાજપ મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણી, અનુસુચિત જીત મોરચાના રાષ્ટ્રીય મંત્રી ભાનુબેન બાબરીયા, જાણીતા ધારાશાસ્ત્રી અભયભાઈ ભારદ્વાજ, પૂર્વ સાંસદ હરિભાઈ પટેલ, અગ્રણી જગદીશભાઈ ડોબરિયા, મહામંત્રી દેવાંગભાઈ માંકડ, કોર્પોરેટર રાજુભાઈ અઘેરા, વિજયાબેન વાછાણી, જાગૃતિબેન ઘાડીયા, મંત્રી મહેશભાઈ રાઠોડ, રધુભાઈ ધોળકિયા, પ્રભારી નીતિનભાઈ ભૂત, વી.એમ. પટેલ, મહામંત્રી રમેશભાઈ ચાવડીયા, કાથડભાઈ ડાંગર વિગેર ઉપસ્થિત રહેશે.

વોર્ડ નં.૦૫માં અટલ બિહારી વાજપેયી ઓડીટોરીયમ ખાતે યોજાશે. જેમાં, સાંસદ મોહનભાઈ કુંડારીયા, ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા, ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, મંત્રી કલ્પનાબેન કિયાડા, વોર્ડ કોર્પોરેટર દક્ષાબેન ભેસાણીયા, પ્રીતિબેન પનારા, અનિલભાઈ રાઠોડ, પ્રભારી રમેશભાઈ અકબરી, પ્રમુખ દિલીપભાઈ લુણાગરિયા, મહામંત્રી પ્રભાતભાઈ કુંગશિયા, મુકેશભાઈ ધનસેતા, અગ્રણી ખીમજીભાઈ મકવાણા, ધરમશીભાઈ નાથાણી, વિગેરે ઉપસ્થિત રહેશે. સેવાસેતુનો પ્રારંભ સવારે ૦૯:૦૦ કલાકે થશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.